Archive for the ‘શૌર્યગીત’ Category

રમેશભાઈ પટેલ’આકાશદીપ’નો જન્મદિવસ…વીર અભિમન્યું…..રમેશ પટેલ ‘આકાશદીપ’

જૂન 16, 2009

જય શ્રીકૃષ્ણ અને રાધાકૃષ્ણ મિત્રો,

 હા આજે બંને સંબોધન સાથે છે કારણકે આજનો દિન ખાસ છે અને દિન માટે ભલે પોસ્ટ લખીને મેં તૈયાર કરી પણ તેમાં હિતેશવિશના સૂચનો અને માર્ગદર્શન ખુબ છે તથા પોસ્ટ માટેની માહિતી આપવા માટે વિતલબેન પટેલનો પણ ખુબ ખુબ આભાર. 

 તમને થતું હશે કે રિયાલિટી કાર્યક્રમની જેમમનઆજે આજના દિન વિશે બહું રહસ્ય પેદા કરે છે અને દિલના ધબકારા વધારી,શ્વાસ થંભાવે છે.ના બાબા ના હું બહું રાહ નહી જોવડાવું.તો આજે છે ૧૬મી જૂન.અને આજે છે મનનો વિશ્વાસ પર જે કવિની રચના અવારનવાર પ્રસંગાનુસાર રજું થતી રહે છે તેવા કવિ શ્રી રમેશભાઈ પટેલઆકાશદીપનો જન્મદિવસ.તો આજના દિને તેમને એક સરપ્રાઈઝ આપવા માટે તેમની દીકરી વિતલબેન પટેલે વિશને મેલ દ્વારા જાણ કરી આનું આગોતરું આયોજન કર્યું હતું અને જે વાત યાદ કરીને વિશે મને કહી કેમન દિન પર પોસ્ટ જરૂર મુકજે.તો વિતલબેન તથા તેમના ઘરના સમગ્ર પરિવારજનો તથા મારા અને વિશ અને અમારા પરિવાર તથા સમગ્ર બ્લોગર મિત્રો તથા વડીલો તરફથી રમેશભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

 ચાલો આજે તેમના વિશેની થોડી વાતો મમળાવીએ.અને યાદોને તાજી કરીએ.મને યાદ છે કે જ્યારે વિશે ૭મી સપ્ટેમ્બરે શ્રી બોટાદકરની પુણ્યતિથિ પર વિધવા પરની રચના મુકેલી અને ૧૨મી તારીખે સૌ પ્રથમ વાર રમેશભાઈની તેના પર કોમેન્ટ આવેલી અને સાથે તેમણે તેમની રચના મમતાના મોલ પણ આપેલી. હતી તેમની વિશની અને પરોક્ષ રીતે મારી અને મનનો વિશ્વાસ બ્લોગ સાથેની તેમની પ્રથમ મુલાકાત.અને તેમના પ્રેમ બદલ તેમને માન આપતા તેમની રચના ૧૪મી સપ્ટેમ્બરે બ્લોગ પર રજું કરી અને ત્યાર બાદ તો તેઓ સમયાંતરે તેમની પ્રસંગોપાત રચેલ રચનાઓ કે નવી રચના બનાવી મોકલતા રહ્યા અને તેમની કૃતિઓએ અહીં એક અજોડ સ્થાન જમાવી દીધું છે અને મનનો વિશ્વાસને જાણતા દરેક મિત્રો/વડીલો તેમને અચૂક જાણતા હશે.અને બસ આમ તો ઉંમરમાં તેઓ વડીલ હોવા છતા તેમની સાથે મિત્રતાનો એક દોર બંધાઈ ગયો.

 આવા રમેશભાઈ પટેલનો જન્મ ૧૬મી જૂન ૧૯૪૮ના રોજ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામે થયેલો.અને પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં ઈલેક્ટ્રીકલ એન્જીનિયર બની ગુજરાત વિદ્યુત નિગમમાં પોતાની સેવા આપી.અને સવિતાબેન સાથે ૧૯મી મે ૧૯૭૧ના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા.અને તેમના જીવનના ઝરમરની માહિતી જાણવી હોય તો સુરેશભાઈ જાનીદાદાના બ્લોગ ગુજરાતી સારસ્વત પરિચયની મુલાકાત જરૂરથી લેજો.

 વળી તેમના કાવ્યસંગ્રહસ્પંદન, ઉપાસના, ત્રિપથગા ગુજરાત નહી દેશવિદેશમાં ખુબ લોકચાહના પામ્યા છે.અને આદરણીય મેઘાવી સાહિત્યકાર શ્રી દોલતભાઇ ભટ્ટ ના હસ્તે કવિશ્રીના ત્રણ કાવ્યસંગ્રહોનું વિમોચન થયું અને ગુજરાતી સાહિત્ય જગત સાથે તેમનો સ્નેહનો સેતુ રચાઈ ગયો. પ્રસંગે શ્રી દોલતભાઈ ભટ્ટે તેમને બિરદાવતા કહેલું કે,

વાગે રણભેરીજેવી વતન પ્રેમની કૃતિઓમાં જે શૌર્યનો રસપાન કરાવવાનો પ્રબળ પુરુષાર્થ કરી ,શબ્દ ગૂંથણી કરી છે,તે કેટલેક અંશે સિધ્ધિના શિખર સર કરેછે. કુદરત તત્વને પારખવાની અને પરખાવવાની પરખ કવિ આકાશદીપ હેસિયત ધરાવે છે અને કાવ્ય કૃતિને અમરત્વ બક્ષે છે.રામાયણના મહાન પાત્ર શ્રી હનુમાનજીના પરાક્રમોનું વર્ણન કરતી રચનામાં કિષકિંધાથી લંકાના મેદાનમાં મંડાયેલા રણ સંગ્રામના પ્રસંગોમાં રહેલી ભૂમિકાનું સુપેરે વર્ણન થયું છે જે રુચિકર અને ભક્તિથી ભાવ વિભોર કરનારું છે.”

 વળી તેમના ત્રિપથગા કાવ્યસંગ્રહને આવકારતા આપણા રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી આભૂષિત મહાન સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી કહે છે કે

રમેશભાઇને ઈજનેર તરીકેની કામગીરીના ભાગ તરીકે પ્રવાસ દરમિયાન પ્રકૃતિનું સાહચર્ય સાંપડ્યું છે.એમાંથી જાગેલી લાગણીઓ ધરતીઆભને જોડેછે.જે વિવિધ રચનાઓમાં છંદલયના વૈવિધ્ય સાથે રજુ થાય છે.એમની કેટલીક ગેય રચનાઓ લોકગીતની સ્ફૂર્તિ ધરાવે છે.જીવનની કેટલીક ક્ષણો ઉમદા પ્રવૃતિ માટે સમર્પિત કરવા બદલ એમને અભિનંદન અને શુભેચ્છા.”

વળી હનુમાનજીનું હાલરડું અને વીર અભિમન્યુ જેવા પૌરાણિક પાત્રોને જીવંત કરતા હોય, મમતાના મોલ કે જેમાં મા પ્રત્યેનો પ્રેમ હોય, વ્હાલી દિકરી માં એક બાપની વેદના જેણે ઘણાને રડાવ્યા,કે પછી ભાભી તમે થોડા થોડા થાજો ગામડાના ગોરી જેવા લોકગીત હોય કે પ્રકૃતિ પરની રચનાઓ હોય કે વાગે રણભેરી અને શોધવા છે બાપું જેવી દેશપ્રેમની રચનાઓ હોય.તેમણે દરેક કાવ્યરસનું સુપેરે આપણને રસપાન કરાવ્યું છે.અને તેમની રચનાઓની યાદી તો અહીં શક્ય નથી.તેમ છતાં આપ તેમની વિવિધ રચનાઓ અહીં કવિવરમાં તેમના નામ પર જવાથી કે કવિલોક,રીડ ગુજરાતી , મેઘધનુષ, કાવ્યસુર અને બીનાબેનના વેબબ્લોગ તથા અન્ય બ્લોગ પર આપ તેમની રચનાઓની વિશાળ શ્રેણી માણી શકશો.અને તે રચનાઓ પરની કોમેન્ટ પરથી આપ જોઈ શક્શો કે દરેક કાવ્યરસિક મિત્રોની તેમણે ખુબ લોકચાહના પ્રાપ્ત કરી છે અને તેમના દિલને તેમની રચનાઓ સ્પર્શી છે.

તો ચાલો આજે તેમના જન્મદિન પર તેમની જ આ રચના કે જે એક સુંદર ખંડકાવ્ય કહી શકાય તેવી મહાભારતના એક વીર યોદ્ધા અભિમન્યુની ચિરસ્મરણીય ઘટના યાદ અપાવે છે તે આપણા રમેશભાઈ આકાશદીપને ભેટ સ્વરૂપે અર્પણ કરું છું.આશા છે આપ સર્વેને પણ તે માણવી ગમશે.અને આપ સર્વે તેમને શુભકામનાઓ પાઠવશો

 

 

( અહીં તસવીરમાં રમેશભાઈ તેમના પત્ની સવિતાબેન તથા દીકરી વિતલબેન અને દોહિત્ર આદી અને રોહન સાથે દ્રષ્ટિગોચર થાય છે.ફોટા માટે વિતલબેનનો આભાર.)

 

યુગવર્તી મહાવીરોથી શોભે ભવ્ય ભારત ખંડ
ગાયે ગાથા આ રણભૂમિ ધરી ધરી આનંદ
સુણે સુભદ્રા શ્રીકૃષ્ણ મુખે મહા સાહસોના રંગ
ગર્ભમાં ઝીલી સંસ્કાર યુધ્ધના હરખે અંગે અંગ

ઝૂલે પારણે લાલો વહાલો , વીર પાર્થનો પ્યાર
વદને ચમકે ક્ષાત્ર તેજનો કસુંબલ પુંજ અપાર
હલાવે ભૂજા જાણે આવ્યો સાહસનો અવતાર
રમતો ઊછળી સુભદ્રાનો સિંહ અભિમન્યુ બાળ

યુધ્ધ અભ્યાસે કૌશલ્યથી શીખતો સઘળા દાવ
ગગન ગજવતો પરાક્રમે જાણે સિંહ સંતાન
રથ ને ગજ લઈ ઘૂમતો અતિ વિકટ વનવાટ
પાંડવ યદુકુળ અંશને દિઠો સાહસનો સમ્રાટ

ચઢીશ રણે કંપાવીશ યુધ્ધે, દસે દિશાએ શત્રુઓના હીર
સોળ વરસનો મરદ મૂછાળો, થનગને અભિમન્યુ વીર

કુરુક્ષેત્રે મંડાણું મહાભારતને, યુધ્ધે વરસે ઈર્ષાની આગ
મહારથીઓના જંગે છલકે ધરાએ લાલ રક્તની ધાર
વીરગતિથી અમર થવાની જાણે લાગી હોડાહોડ
ગુરુ ઢ્રોણે યુધ્ધે સંભાળી કૌરવ સેનાની દોર

શત્રુ સેના હણવા હાલ્યો, અર્જુન યુધ્ધે અંતરાળ
સમય પારખી ઢ્રોણે રચીઓ વિકટ ચક્રવ્યૂહનો દાવ
પાંડવ સભા થઈ ક્ષોભિત , સોચે કોને સોંપવું સુકાન
ચક્રવ્યૂહ ભેદવા ,બીડું ઝડપવા ઉભો થાય અભિ બાળ

યુધિઠિર વદે, તું સોળ વરસનો નટખાટ રાજકુમાર
અસ્ત્ર શસ્ત્ર ને પ્રપંચીઓને ના સમજે તું બાળ
છું પાંડવ ને પાંડવ પક્ષને કેમ દેખું લાચાર
રણે ચઢવું ને શાને રાખવો ભયનો રે ઓથાર

માતા સુભદ્રાના ઉરમાં ભણ્યો હું છ કોઠાનો ભેદ
સાતમે કોઠે હોય કાકા ભીમ, પછી શાને કરવો ખેદ
રણભૂમિ પણ જોશે કાલે, વીર અભિમન્યુનું શૌર્ય
જીવવું તો રણશૂરા થઈ જીવવું, યુધ્ધ એજ કૌશલ્ય

રથી મહારથી શંખ ધ્વનિથી રણે પાયે પોરસ નીર
દસે દિશાથી યુધ્ધ ભૂમિમાં , ઉતરી આવ્યા વીર

 

ગુરુ ઢ્રોણે રચ્યો વિકટ ચક્રવ્યૂહ કુરુક્ષેત્ર મેદાન
ક્રુપાચાર્ય ,શલ્ય ને અશ્વત્થામા આવી ઉભા થઈ દીવાલ
કર્ણ ને દુર્યોધન મલકે, પાંડવ માટે લડશે શું આ બાળ?
યુધિષ્ઠિરને પકડી આજે, પાંડવોને દઈએ બીજો વનવાસ

આવ્યો મરદ મૂછાળો ,સજી હથિયારો, અભિમન્યુ રણ મેદાન
કુરુક્ષેત્રે ગરજે રથી મહારથી ને કાળ કરે અટ્ટહાસ્ય
કૌરવ પાંડવ સાગર સેનાઓ , ગજવે શંખ ધ્વનિ આકાશ
વીરલાની વીર ભૂજાઓ, બળ કળથી રમાડે હાથીઓની હાર

સોળ વરસનો દૂધમલીઓ ,રથે ચઢી રણે આવ્યો રણવીર
વળ પાછો, વદે ઢ્રોણ, યુધિષ્ઠિરને કર આગળ ઓ ધીર
ધન ધનાધન છૂટશે તીરો ,વરસશે આકાશેથી મહા આગ
થશે નાલેશી ધર્મરાજની , ના જાણે બાળ તેનો તું તાગ

વીર અભિમન્યુ વદે, છું લાલ યદુવંશ, પાંડવ પાર્થનો પ્રાણ
મહાભારતે જોજો વીરોને માપતા આ અભિના એકએક બાણ
બીડું ઝડપ્યું ભર સભાએ, નહીં પડવા દઉં વીરોની શાન

થઈ પ્રલયંકર,રણભૂમિ રમાડતો થઈશ રણકેસરી વનરાજ

મુખ દ્વારે ઉભા ઢ્રોણ , ચઢાવતા પોરસ કરતા રે શંખનાદ
અસ્ત્ર શસ્ત્ર લઈ દોડે લડવૈયા, ગજવી પ્રત્યંચાથી અંબર આણ
ગાજ્યું ગગન ને ધરણી ધ્રુજી, લોહનાં બખ્તર વીંધતાં છૂટે બાણ
ધસ્યો અભિમન્યુ લઈ લશ્કર,વરસાવતો વાવાઝોડું અમાપ

ઊડે ગગને ગોટેગોટા ,ઢ્રોણના વીખરાયા વાળ ને સેના
ધોળામાં ધૂળ નાખી ધમરોળે અભિ, ને ઢ્રોણ દિસે લાચાર
પાર્થનો પ્રતાપી બાળ ભાણ,
કંપાવે શત્રુ લઈ ફણીધર આણ
પ્રથમ કોઠે કરી જીત હુંકાર
અભિમન્યું રણે રમે લઈ ધનુષ્યને બાણ

આવ્યા કૃપાચાર્ય કરી ટંકાર, રોકવા રણમેદાને અભિમન્યુ બાળ
છોડી સહસ્ત્ર તીર ગગને , મહારથીએ ગૂંથી બાણોની જાળ
અભિ તાંડવ રુપધરી ત્રાટક્યો, શત્રુઓને રગદોળે રણની વાટ
તૂટી ધજા, હણાયા અશ્વ સારથિ, માનભંગ કૃપાચાર્ય બચાવે પ્રાણ

બીજે કોઠે કરી જીત હુંકાર
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ

ગુરુ પુત્ર અશ્વત્થામા ને શલ્ય, કોઠા યુધ્ધે ખીલ્યા થઈ મહાન
અભિમન્યુના પરાક્રમ આગળ,ઝાંખા પડીઆ એસૌ વીરોનાં હામ
તૂટ્યાં બખ્તર,ચૂભ્યાં તીર ને સેના થઈ વિહ્વળ પડ્યું ભંગાણ
બચવું હોયતો ઘાયલ છોડો મેદાન
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ

સૂર્યસમ ક્રાંતિ, દુર્યોધન મિત્ર, આવ્યો કર્ણ કરતો મહા ટંકાર
આાવ સામે થઈ જાય પરીક્ષા, ત્યાં તો પ્રત્યંચાથી અભિ દે હુંકાર
અસ્ત્રશસ્ત્રથી ગાજ્યું અંબર , જાણે સંગ્રામે ડણકે સાવજ ઝૂંડ
પ્રતિપક્ષો લડે, ઊછળે શૌર્ય, ભભૂકતી આંખે હાથી ઉચકે સૂંઢ

વાહ લડવૈયા, બાહુ બડવૈયા, અભિમન્યુ પરાક્રમે ગાંજ્યો ના જાય
કર્ણ વિચારે કયા શસ્ત્રથી તોલું,ત્યાંતો લાગ્યું છાતીએ અભિનું બાણ
અરે દૂધમલીયા, લાગે સાક્ષાત અર્જુન, શૌર્યમાં દિસે સવાયો સૂત
ધન્ય ધન્ય અભિમન્યુ વીર, કહેતાં ઢળ્યો મૂર્છાએ સૂર્યનો પૂત

દેખ દુર્યોધન,કર્ણનો ભાઈ ગયો યમ સદન,ને દુઃશાનને શોધે મારાં તીર
વિશાળ સેનાને રગદોળતો, આજ રણે રમે ધનુષ્ય લઈ અભિમન્યુ વીર

દુર્યોધન કપટી ગર્વીલો તીખો જુએ અભિમન્યુને વાળતો દાટ
કૌરવોના મહારથીઓને મહાત કરી ગયો,આ સોળ વરસનો બાળ

સમરી શ્રીકૃષ્ણ વરસાવે અભિમન્યુ આકાશે અગન બાણ
ઢળે ધરણીએ સૈન્ય, જાણે પાનખરમાં ખરે વૃક્ષનાં પાન
દુર્યોધન થઈ ડંખીલો , ખેલે રણે અવળા સવળા દાવ
અભિમન્યુના બાણે ઘાયલ થઈને લપાણો કૌરવોનો તાજ

એકલ વીર ,સાતમે કોઠે જુએ વીર ભીમસેનની રાહ
પણ ઢ્રોણે ભીડ્યાં દ્વાર ને , જયઢ્રથ રોકી ઉભો રાહ
પરાક્રમી અભિમન્યુ શૌર્યથી, કૃતવર્મા બૃહદલને દેતો ઘાવ
હારેલા અધર્મી મહારથીઓ ભેગા થઈ, ઘેરી વળતા બાળ

જો હો શૂરવીર ને યોધ્ધાની શાન,આવો એક એક થઈ વીર
છટ કોણે કીધા મહારથી ,અધર્મી થઈ સાથે ચલાવો તીર
ઢ્રોણ ,અશ્વત્થામા ને કર્ણ આજે કાયર થઈ કરતા વાર
ચઢ્યું યુધ્ધે આજ પોરસ એવું, અભિમન્યુ દિસે વિકરાળ

હશે હાથમાં ધનુષ્યને બાણ, યુધ્ધમાં નહીં જીતવા દે આ શૂરવીર
દુર્યોધન કહે મારો સારથિ,ઉતારી ભૂમિએ પછી, તાકજો તાતા તીર

પડ્યો સારથિ, પણ તૂટી ના હામ, ગદા લઈ ઉતર્યો રણ મેદાન
ઢાળે શત્રુના ઢગલે ઢગલા, શોણિત ધારે કરે સ્નાન સિંહ સંતાન
ખડગ ઉઠાવી ઢાલ ધરતો , ઘૂમે અભિમન્યુ થઈ વનરાજ
શસ્ત્રો ખૂટ્યાં , તો ઉઠાવી રથ પૈડું કરતો શત્રુ પર વાર

ત્યાંતો દુઃશાસન પુત્રે દગાથી આવી, દિધો પૂઠેથી કારમો ઘાવ
પડતાં પડતાં કીધો શત્રુ પર વાર , પહોંચાડવા યમને ધામ

વદે અભિમન્યુ, નથી ઢળ્યો હું, ઢળી ગઈ છે કૌરવ તમારી લાજ
અધર્મી થઈ લડ્યા તમે,પણ કાલે નહીં છોડશે તમને મારો તાત

સોળ વરસના મરદ મૂછાળે, ઉતાર્યા અધર્મી મહારથીઓનાં અભિમાન
લડ્યો એક લડવૈયો અભિ મહાભારતે, ધરી રણવીરોની મહા શાન
યુગો યુગો સુધી કીર્તિ અજવાળશે,
રણશૂરા અભિમન્યુ તારું નામ
માપી મર્દાનગી તારી કુરુક્ષેત્રે
તું વીરનું રળી ગયો યશનામ

આકાશદીપકહે ઓ વીર અભિમન્યુ,
ફરીથી અમે જોઈ રહ્યા તારી વાટ
માગે મા ભોમ તવ સરીખા પરાક્રમી
જે રણે રમે લઈ શૂરવીરોની શાન

 

પાર્થને કહો ચઢાવે બાણ…..મહાકવિ નાનાલાલ

મે 7, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૭મી એપ્રિલ.આજે છે સ્વ.શ્રી પન્નાલાલ પટેલની ૯૮મી જન્મતિથિ.ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરાળ પ્રદેશમાં રાજસ્થાનના માંડલી નામના નાનકડાં ગામડામાં ૦૭૦૫૧૯૧૯ના રોજ થયો હતો.માંડ માંડ આઠ ચોપડી ભણેલો ગામડા ગામનો એક છોકરો ગુજરાતી સાહિત્યસર્જન,પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવે ચમત્કાર કહેવાય…!!! તળપદા લોકજીવનની ભૂમિકાને અણિશુદ્ધ સ્વરૂપે પ્રગટતી તેમની વાર્તાઓ લોકપ્રિય થઈ,માનવીની ભવાઈ, મળેલા જીવ, વળામણાં જેવી આશરે ૪૦ જેટલી નવલકથાઓ ઉપરાંત નાટક,આત્મકથા અને બાલસાહિત્યનું પણ તેમણ સર્જન કરેલ છે.તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેમજ ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો.ઈસ ૧૯૮૯માં ૭૭ વર્ષની વયે તેઓ આપણને છોડી ચાલી ગયા.તેમણે શ્રીકૃષ્ણ જીવનલીલા,વાલ્મિકી રામાયણ,મહાભારત અને પુરાણ આધારિત પાર્થને કહો ચઢાવે બાણ‘,’લવિંગ કેરી લાકડીએ‘,’શિવ પાર્વતીજેવી નવલકથા ખુબ રસમય છે.આજે અમદાવાદમાં તેમના પરિવારજનો દ્વારા શરૂ કરાયેલી સંજીવની સંસ્થા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી મેઘાણી પ્રાંગણ,પરિષદ ભવન,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સાંજે વાગે ઉજવણી કરવામાં આવવાની છે. તો ચાલો આજે માણીએ તેમની નવલકથાના શિર્ષક પરથી શરૂ થતી મહાકવિ ન્હાનાલાલની આ શૌર્ય પેદા કરતી આ અદભૂત રચના જાણૅ બંને કવિઓનો સંગમ થઈ ગયો….

 

 

 

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ

 

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ

………………………………………………..

મહાકવિ નાનાલાલ

આંતરરાષ્ટ્રીય જળ દિવસ…કચ્છનું પાણી !…..અમૃત ‘ઘાયલ’

માર્ચ 22, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૨મી માર્ચ.આંતરરાષ્ટ્રીય જળ દિવસ,એટલે કે World Water Day.આ દિવસ શુદ્ધ પાણી અને તેના મહત્વને સમજાવવા માટે ઉજવવામાં આવે છે.ઈ.સ.૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસની સભા United Nations conference on Environment & Development [UNCED]દ્વારા પ્રસ્તાવ રજું કરવામાં આવ્યો અને ૨૨મી માર્ચ ૧૯૯૩માં પ્રથમ આંતરરાષ્ટ્રીય જળ દિવસ ઉજવવામાં આવ્યો.આ દિવસને દર વર્ષે એક થીમ આપવામાં આવે છે અને આ ૨૦૦૯ ના વર્ષની થીમ છે પાણી વહેંચો તક વહેંચો  Shared Water – Shared Opportunities Transboundary water. એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા પર પસાર થતી નદીઓના પાણીનો હળીમળીને ઉપયોગ કરો.કારણકે તે પાણી યુદ્ધનું કારણ બને છે અને એકબીજાના વિકાસનો અવરોધ કરે છે.

 

આ સિવાય અગાઉના વર્ષોના દિવસની થીમ અનુક્રમે આ મુજબ છે.

૨૨મી માર્ચ ૨૦૦૮      SANITATION

૨૨મી માર્ચ ૨૦૦૭     COPING WITH WATER SCARCITY

૨૨મી માર્ચ ૨૦૦૬       WATER & CULTURE

૨૨મી માર્ચ ૨૦૦૫      WATER FOR LIFE 2005-2015

૨૨મી માર્ચ ૨૦૦૪       WATER & DISASTER

૨૨મી માર્ચ ૨૦૦૩       WATER FOR THE FUTURE

૨૨મી માર્ચ ૨૦૦૨       WATER FOR DEVELOPMENT 

૨૨મી માર્ચ ૨૦૦૧        WATER & HEALTH

૨૨મી માર્ચ ૨૦૦૦       WATER FOR THE 21st CENTURY 

૨૨મી માર્ચ ૧૯૯૯        EVERYONE LIVES DOWNSTREAM

૨૨મી માર્ચ ૧૯૯૮       GROUND WATER THE INVISIBLE SOURCE

૨૨મી માર્ચ ૧૯૯૭      THE WORLDS WATER, IS THERE ENOUGH ?

૨૨મી માર્ચ ૧૯૯૬        WATER FOR THIRSTY CITIES

૨૨મી માર્ચ ૧૯૯૫       WOMEN & WATER

૨૨મી માર્ચ ૧૯૯૪      CARING FOR OUR WATER RESOURCES IS EVERYONE’S BUSINESS.

આર્યોથી શરૂ કરીને આજ સુધી મોટાભાગે જે પણ સંસ્કૃતિ વિકસી છે એ હંમેશા કોઈ નદીકિનારે વિકસી છે.સંસ્કૃતિ વસાવનારાઓએ હંમેશા નદી તટને જ પસંદ કરેલ છે કારણ નદીકાંઠે જીવન શક્ય છે નદીકાંઠે જ પાણી,ઘાસચારો,અને ખેતી-પશુપાલન પણ સારી રીતે કરી શકાય છે.અને મોટી નદીઓ હંમેશા બે દેશોને જોડતી હોય છે તો બે દેશોની સરહદ વચ્ચેથી પસાર થતી નદીના પાણીનો બંને દેશોના લોકો હળીમળીને ઉપયોગ કરે તો બંનેના ઘણા પ્રશ્નો ઉકેલાઈ શકે.જે આ વર્ષના જળ દિનનો હેતુ છે. અને આ દિવસની વધું જાણકારી મેળવવા માટે નીચેની બે સાઈટ પર ક્લીક કરવાથી આપ તેના વિશે સવિસ્તર માહિતગાર થશો.

સંયુક્ત રાષ્ટ્રની પાણી ની જાગૃતતા ની સાઈટ અને

૨૦૦૯ના આંતરરાષ્ટ્રીય જળ દિવસ વિશેના વિવિધ કાર્યક્રમોની માહિતીની સાઈટ. અને

૨૦૦૯ ના વર્ષની થીમ પર તૈયાર કરેલ વિડિયો માણવો હોય તો અહીં ક્લીક કરો.

 

આપણે કહીએ છીએ કે પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પણ વાસ્તવિકતા એ છે કે આ ૭૦% માંથી માત્ર ૨.૫ % જ ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી છે અને તેમાંથી ૦.૦૦૭ ટકા પાણી જ નદી,સરોવર,ઝરણાંઓ દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે અને તેમાં પણ ભારતમાં તો વસ્તીવધારાને કારણે પાણીની ખુબ જ અછત વર્તાઈ રહી છે અને ભારતના કેટલાય રાજ્યોમાં દુકાળની પરિસ્થિતિ સર્જાય છે.જાણો છો દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના વિસ્તારોને બાદ કરતાં વિશ્વમાં ભારતમાં સૌથી વધું વરસાદ પડે છે તેમ છતાં આ સ્થિતિ સર્જાઈ રહી છે.કારણ છે વસ્તી વધારો અને સાથે સાથે પાણીનો બગાડ કરવો અને વરસાદી પાણીના સંગ્રહનો અભાવ.ગુજરાતમાં પણ કચ્છ અને એવા કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત પ્રવર્તે છે અરે અમારા માદરે વતન સમીમાં અઠવાડિયે એક વાર માંડ અડધો કલાક પાણી આવે છે અને તે પણ ગામથી ૨-૩ કિમીદુર આવેલ નળમાં જે પણ ૪-૫ ફૂટ ઊંડા ખાડામાંથી.અને કદાચ આપણે સહુએ માનવીની ભવાઈ નામક પુસ્તક વાંચ્યું હશે અથવા તેના પરથી બનેલી ગુજરાતી ફિલ્મ જો માણી હોય તો આપ સર્વેને ખ્યાલ હશે કે પાણીની અછત કેવી સ્થિતિનું નિર્માણ કરે છે. કોઇકે તો એવી પણ આગાહી કરી છે કે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પાણીના લીધે થશે.

કેટલાક વર્ષો પહેલા કોઈએ ભવિષ્યવાણી કરેલી કે પાણી પણ પૈસે વેચાશે અને આજના આ યુગમાં આ વાત સાવ સાચી પુરવાર થઈ છે તો ૨૦૭૦ ના દાયકા માટે ભાખેલ આ ભવિષ્યવાણી જો કદાચ સાચી પડશે તો ??? શ્વાસ લેવાની હવા માટે પણ કર ચુકવવો પડશે.અને બીજી પણ કેટલી બધિ સમસ્યા જાણવી હોય તો આ ફાઈલ જરુરથી વાંચજો.

પાણીની અછત વર્ષ ૨૦૭૦.

તો મિત્રો આજથી વધું એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે પાણીનો ખોટૉ બગાડ નહી કરીએ અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરીશું અને જાતની સાથે બીજાને પણ પાણીનો વ્યય કરતા અટકાવશું.આશા છે આપ સર્વે સહકાર આપશો.અને આપ પાસે કોઈ માહિતી હોય તો અમને પણ જણાવશો. અને ગુજરાતમાં જોઈએ તો કચ્છના પ્રદેશમાં પાણીની અછત ભારે પ્રવર્તે છે પણ તેમ છતાં તેના પાણીનો પણ અલગ જોમ અને જુસ્સો છે જે શ્રી અમૃત ઘાયલની આ રચના પરથી તેની ખુમારીનો ખ્યાલ આવે છે તો આજે માણીએ આ રચના.આપના અમુલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે આપશો ને…

 

world-water-day-09 

 

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય તાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

 

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય નાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

 

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

 

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

………………………………….

કાવ્ય બદલ ટહુકોનો આભાર

આતંકનો સફાયો આપણા હાથમાં…વાગે રણભેરી …..રમેશ પટેલ(આકાશદીપ)

નવેમ્બર 30, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

હવે તો આપણા ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયરબ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં રાખી,આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા અને આખરે આતંકનો અંત આણ્યો.આ માટે તેમને તો બિરદાવવા જ પડે.

પણ એક સવાલ એ થાય છે કે આવું ક્યાં સુધી થશે…?પહેલા કાશ્મિરમાં બનેલ એક પ્રસંગ વાંચેલ યાદ આવે છે કે એક વખત એક ઈઝરાયેલ જુથ પર ૫ આતંકવાદીએ હુમલો કરેલ ત્યારે તેઓ માત્ર ૬ હતા પણ છ્તા તેઓ લડ્યા તેમાંના બે શહિદ થયા પણ પાંચે આતંકવાદીઓનો સફાયો થઈ ગયો અને તેઓ ચાર તો બચ્યાને.બસ કહેવું એટલું જ છે કે તેઓ ૧૦ કે ૧૨ હતા જ્યારે તે હોટલમાં તો ૫૦૦થી ૬૦૦ લોકો હતા જો તેઓ તેમના પર તુટી પડ્યા હોત તો હાં કદાચ કેટલાક મૃત્યુ પામત પણ તે આતંકવાદીઓના દિલમાં પણ એક ડર તો જન્માવત જ ને.અને આમ પણ મૃત્યુ પામનારનો આંકડો ઓછો તો નથી જ ને.તો પછી શહિદની જેમ લડતા મરવું શું ખોટું.હું હિંસાને સમર્થન નથી કરતો અને યુદ્ધ દરેક વાતનો જવાબ નથી હોતો.પણ આખરે સહનશીલતાની પણ હદ હોય છે અને હા કહેવત છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ પરંતુ એ બહાને આપણી કાયરતાને તો ન જ છુપાવી શકાયને.હા આપણા વીર જવાનો એ મદદ કરી તો શું આપણે આપણી મદદ ન કરી શકીએ.જાણું છું કે બોલવું સહેલું છે અને કરવું અઘરું પણ મુસ્કેલ છે અશક્ય તો નહી જ ને…ચાલો હવે આ બાબતે આપના મંતવ્યો જણાવજો.અને આપણા આ વીર જવાનો માટે રમેશ પટેલ(આકાશદીપ) ની આ રચના આપ સમક્ષ રજું કરું છું.

 

 nsg commando

 

વાગે  રણભેરી  ને ગાજતું  ગગન,

ના ઝૂકજે  દેખી  દુશ્મનોનાં  દમન

તારો ભરોસો રે ભગવાનને અટલ,

અપલક અવનિ નીરખે તારું શૂરાતન

 

જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન,

દીધી છે આણ ધરી સૂરજની શાખ

ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત,

 રચજો કીર્તિગાથા માભોમને રે કાજ

 

માનવતાએ આજ દીધો તુજને મહાસાદ,

 યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ

જુલ્મોને આપવા સવાયો જવાબ,

સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ

 

દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ,

શતરંજની ચાલથી ખેલશે રે દાવ

શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા,

ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ

 

આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન,

જાગો રે જાગો મા ભોમના સંતાન

આતતાયી ઠેરઠેર ખેલે રે અગન,

મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન

 

સુણજો માભોમના અંતરના સાદ,

જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ

ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ,

રખોપા કરજો તમે ભારતીના લાલ

 

દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ,

 રોમરોમ પ્રગટે  સાવજના શૌર્ય

મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ,

હાક દેજો માનવતાની રાખવાને લાજ

………………………………………..

રમેશ પટેલ આકાશદીપ