શ્રી તલત મહેમુદનો જન્મદિવસ…શાને ગુમાન કરતો…..રમેશ ગુપ્તા

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી ફેબ્રુઆરી.આજે છે મારી મોટી બહેન અલકાબેનના લગ્નની ૯મી વર્ષગાંઠ.અને સાથે સાથે આજે છે ફિલ્મસૃષ્ટીના મધુર ગાયક શ્રી તલત મહેમુદનો પણ જન્મદિવસ.તેમનો જન્મ ૨૪-૦૨-૧૯૨૪ના રોજ લખનૌમાં થયો હતો.તેમણે ઉસ્તાદ ફૈયાઝખાનની ગાયકીમાંથી પ્રેરણા લીધેલી અને ગાયક અને અભિનેતા એમ બંને તરીકે કામ કરેલું.તેમણે તેમના જીવન દરમિયાન ૨૭૩ હિન્દી ફિલ્મોમાં ૪૫૦ જેટલા ગીતો તથા ૩૦૦ જેટલા બિનફિલ્મી ગીતો પણ ગાયા છે.અને ૧૦થી વધારે ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.તેમણે કેટલાક ગુજરાતી ગીતો પણ ગાયા છે તેમાંનું એક ગીત અહીં આપ સમક્ષ રજુ કરું છું આશા છે આપને ગમશે.આ રચનાના કવિ રમેશ ગુપ્તાના આ ગીતને તલત મહેમુદના સ્વરમાં માણવાની મજા ઓર જ છે.આ ગીતને તેમના સુરમાં માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લઈ આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.તલત મહેમુદજી અત્યારે હયાત નથી પણ આ ગીત તેમને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરું છું.

અરે હાં બીજી બે વાતો કહેવાની તો રહી જ ગઈ ગત ૨૨મી ફેબ્રુઆરી એ આપણા ગઝલકાર અને કવિ શ્રી મરીઝનો જન્મદિન હતો.વળી ગુજરાતી ગીતોને ઉત્તમ સંગીત પુરુ પાડનાર શ્રી ક્ષેમુ દીવેટીયાને તા.૧૭-૦૨-૦૯ના રોજ અવિનાશ વ્યાસ એવોર્ડ એનાયત થયો છે.અને આ નિમિત્તે ટહુકોના જયશ્રીબેને તેમનું સ્પેશિયલ અઠવાડિયું પણ યોજ્યું હતું તો જો આપ ચૂકી ગયા હોવ તો તેની મુલાકાત લઈ લેજો.

 

 talatmahmood

 (આ ફોટો શ્રી તલત મહેમુદજીનો છે)

 

અરે ઓ બેવફા સાંભળ,તને દિલથી દુવા મારી,

બરબાદ ભલે ને થાતો હું,આબાદ રહે દુનિયા તારી.

 

શાને ગુમાન કરતો,ફાની છે જિન્દગાની,

આ રૂપ ને જવાની,એક દિન ફના થવાની.

                        શાને ગુમાન કરતો…

 

રડતાઓને હસાવે,હસતાઓને રડાવે,

કુદરતની એક ઠોકર,ગર્વિષ્ઠને નમાવે.

દુનિયામા સિકંદરની પણ ના રહી નિશાની,

                        શાને ગુમાન કરતો…

 

પછડાયે જલદી નીચે,જે ખાય છે ઉછાળો,

કુદરતે પણ ચંદ્રમાં પર મુક્યો છે ડાઘ કાળો,

સમજું છતા ન સમજે જે વાત મુર્ખતાની,

                         શાને ગુમાન કરતો…

 

આ જીંદગીનો દીવો પળમાં બૂઝાઈ જાશે,

ચંદન સમી આ કાયા ધરણીની ધૂળ થાશે,

માટે વિનય કરું છું બનતો ન તું ગુમાની,

                        શાને ગુમાન કરતો…

2 Responses to “શ્રી તલત મહેમુદનો જન્મદિવસ…શાને ગુમાન કરતો…..રમેશ ગુપ્તા”

  1. રાજ Says:

    આમાં રાજા ઓ ના તાજ મુકાવ્યા એવું વાંધા જનક છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.