નિમંત્રણ…પીળો પતંગ…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આવતી કાલે છે ૧૪મી જાન્યુઆરી એટલેકે આપણા સહુનો માનીતો તહેવાર ઉત્તરાયણ.કહે છે કે ઉત્તરાયણ બાદ કમુહુર્તાનો અંત આવે છે અને લગ્નગાળાની મોસમ ફરી છવાય છે.તો ચાલો આ માટે આપણે સૌ પહેલા તેમના જ લગ્ન કરિ દઈએ જે દર વર્ષે સૌ પ્રથમ આપણે કરીએ છીએ.આપને થતું હશે અરે આ વળિ કોણ છે તો ચાલો આપ સર્વેને આ કંકોતરી જ આપી દઉં અને આપ સર્વે આ આમંત્રણ સ્વીકારી વહેલાસર પધારી લાભ લેશો.વળિ આજે આ સાથે એક બાળગીત પણ રજું કરું છું.અને આવતીકાલે આપણા રમેશ પટેલના ગીત સાથે ફરી મળીશું.ચાલો હજી તો ધાબુ ધોવાનું છે અને પતંગ તથા દોરી તૈયાર કરવાની છે અને કિન્ના પણ બાંધવી પડશેને…શુભ મકરસંક્રાંતિ.

 

 

 

નિમંત્રણ

 

kankotri1 

 

yellowkite

 

પીળો પતંગ મારો પીળો પતંગ

ઊંચા આભે ઉડાડું મારો પીળો પતંગ

નાનાં નાનાં ફુમતાનો ભૂરો છે રંગ

ભૂરા આકાશે ઉડે પીળો પતંગ.

 

ધોળો પતંગ તારો ધોળો પતંગ

ઊંચા આભે ઉડાડ તારો ધોળો પતંગ

નાનાં નાનાં ફુમતાનો નીલો છે રંગ

ઊંચા નીલા આકાશે ઉડે ધોળો પતંગ.

 

હે કાપ્યો…કાપ્યો તારો ધોળો પતંગ

મારા પીળા પતંગે કાપ્યો ધોળો પતંગ

 

એ જાય જાય જાય તારો ધોળો પતંગ

પેલી ઝાડીમાં ભરાયો તારો ધોળો પતંગ

ઢીલ દઈને કાપ્યો તારો ધોળો પતંગ

ખેંચી ખેંચી કાપ્યો તારો ધોળો પતંગ.

3 Responses to “નિમંત્રણ…પીળો પતંગ…..”

  1. ઉત્તરાયણ… હું રે પતંગ…..રમેશ પટેલ ‘આકાશદીપ’ - સુલભ ગુર્જરી Says:

    […] રચના લઈને આવ્યો છું.વળી ગત વર્ષની કંકોતરી વાંચવાની પણ ચૂકતા નહી.બસ આપ સૌના […]

    Like

  2. Rajesh Says:

    Mara Wal Rajesh

    Like

  3. Mustufaali Says:

    Thanks for Old memories

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.