શોધવા છે બાપુ…….રમેશ પટેલ ‘આકાશદીપ’

by

અરે હા આજથી ગુજરાતમાં તમાકુ પ્રતિબંધિત ધારાનો પણ કડકાઈથી અમલ થવાનો શરુ થાય છે વળી આજના દિનને અહિંસા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે અરે તેથી આપણા કવિમિત્ર રમેશભાઈએ આજના સમાજને જોઈ ફરી એક બાપુની શોધ કરવા નીકળ્યા છે. તો ચાલો માણીએ તેમની રચના તેમના જ શબ્દોમાં…

ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ વંદ્ય મહામાનવને જન્મ્જયંતી પ્રસંગે કોટીકોટી વંદન.
આજે હિંસક માર્ગે આગળ વધી રહેલી દુનિયાને અને મૂલ્યહીન બનતી પ્રજાને જોઈને દિલ એક બીજા ગાંધી બાપુની જરુરીઆત મહેસૂસ કરવા લાગ્યું અને અંતરે અવાજ પ્રગટ્યો.


 
શોધવા છે બાપુ
 
ભૂલ્યા છે પથ આ ધરતીના છોરું
ખુદ માનવીએ માર્યુ માનવતાને તાળું
પ્રગટાવવા  દિલડામાં દયાનું મોજું
મારે શોધવા છે બીજા એક બાપુ
 
ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી
ભાવનાની વાતો ભૂલ્યા રે પૃથ્વીવાસી
તવ ચીધ્યા માર્ગે માનવતાને માપું
મારે શોધવા છે બીજા એક બાપુ
 
શાસકો ભૂલ્યા છે નીતિ રીતિની વાતુ
વિષાદના વંટોળના વાયા છે વાયુ
મૂરઝાયેલા સનાતન મૂલ્યો કેમ હવે ગોતું?
મારે શોધવા છે બીજા એક બાપુ
 
સેવા સાદગીનો મંત્ર છે કીમતી સોનું
અહીંસાના માર્ગે જ છે સુખ સાચું
હિંસાથી ત્રસ્ત વિશ્વને જોઈને હું દાઝું
મારે શોધવા છે બીજા એક બાપુ
 
સરજનહારનાં છે સૌ વહાલાં સંતાનો
વિપરીત વિચારધારાના ઉઠ્યા છે તોફાનો
તારા પડછાયાનો છાયો હવે શોધું
મારે શોધવા છે બીજા એક બાપુ
 
રમેશ પટેલ(આકાશદીપ)
 
૨/ ૧૦/ ૨૦૦૮
કેલીફોર્નીઆ( યુ એસ એ)

Advertisements

2 Responses to “શોધવા છે બાપુ…….રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Chandra Patel Says:

  ભૂલ્યા છે પથ આ ધરતીના છોરું
  ખુદ માનવીએ માર્યુ માનવતાને તાળું
  પ્રગટાવવા દિલડામાં દયાનું મોજું
  મારે શોધવા છે બીજા એક બાપુ

  well said
  Chandra Patel

  Like

 2. ગાંધી આવી મળે….. રમેશ પટેલ ‘આકાશદીપ’ - સુલભ ગુર્જરી Says:

  […] ગત વર્ષે આજના દિન પર રજુ કરેલ રચના શોધવા છે બાપુ…….રમેશ પટેલ ‘આકાશદીપ’  અને ત્રીજુ નોરતું…વૈષ્ણવ જન તો તેને […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: