મમતાના મોલ – રમેશ પટેલ ‘આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અને હા આપણા કવિમિત્ર રમેશ પટેલે મને આપેલી તેમની માતા પર રચેલી કવિતા મમતાના મોલ ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે, અને મા ને તો ક્યારેય વિસરી જ ન શકાય તો ચાલો આજે તેમની જ રચના તેમના જ શબ્દોમાં અહીં રજૂ કરુ છું.ખરેખર મા તે મા બીજા બધા વગડાના વા.

મમતાના મોલ – રમેશ પટેલ આકાશદીપ
માનું રુપ એટલે કલ્યાણ સ્વરુપ ભગવાનનું પ્રાગટ્ય.આવો મમતાની છાયા માણીએ.

મમતાના મોલ

અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યોતો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ આકાશદીપ

Advertisements

7 Responses to “મમતાના મોલ – રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Chirag Patel Says:

  માની મમતાના મોલ અણમોલ…ખૂબજ સુંદર કાવ્ય આપના બ્લોગ પર માણવા મળ્યું.
  ઉરના ઉંડાણ ભર્યુ આકાશદીપનું કવન.ધન્યવાદ
  ચીરાગ પટેલ(

  Like

 2. Sweta Patel Says:

  Very nice poem .

  Like

 3. Vital Patel Says:

  mother is a angle of God.her love is above all.very very nicely written poem.

  Vital Patel

  Like

 4. Vital Patel Says:

  mother is an angel of God.her love is above all.very very nicely written poem.

  Vital Patel

  Like

 5. Chirag Patel Says:

  અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
  જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

  Let me enjoy again

  Chirag Patel

  Like

 6. Chandra Patel Says:

  ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
  જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ

  Beautiful .On mother ,one of best Poem.

  Chandra Patel

  Like

 7. ghanshyam Says:

  મમતાના મોલ અણમોલ

  વૈકુંઠના વૈભવના તોલ
  Best poem on mother.
  “Mother is one of the goddess in the world”
  Ghanshyam vaghasiya
  surat-gujarat.india

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: