ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ…. રિષભ મહેતા

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

                    આજે આપ સૌ માટે એક સરપ્રાઈઝ છે… આપ સૌ મન થી તો પરિચિત છો જ. જે મારી ખાસ  મિત્ર છે અને સાથે સાથે આ બ્લોગ મનનો વિશ્વાસની કેટલીક રચનાઓનુઁ સઁકલન પણ કરેલ છે તથા તેમની પોતાની પણ ઘણી રચના આ બ્લોગ પર રજુ થઈ ચુકી છે.પણ ગત 16મી જાન્યુઆરીના રોજ, કે જે દિવસે મારી અને તેમની મિત્રતા બઁધાઈ હતી અને હવે તે જ દિવસે હવે મન અને વિશ્વાસ એટલે કે હુઁ, બઁને લગ્નગ્રઁથિથી એકબીજા સાથે જોડાઈ ગયા છીએ. અને આજ સુધી તમે માત્ર તેના નામ અને તેની રચનાથી પરિચિત હતા પણ આજે તેની તસવીર પણ જોઈ શકશો. તો આપણાસઁબઁધો વધુ ગાઢ બનશે. અને હવે સાચે જ આ બ્લોગનુઁ નામ સાર્થક થઈ ગયુ કે વિશ્વાસ મનનો થઈ ગયો, અને મનનો વિશ્વાસ હવે સાથે ધબકશે.બસ આપ સર્વે મિત્રો/વડીલોની શુભકામનાઓ અને આશિર્વાદની અભ્યર્થના સહ ઉર્મિસાગર પર અગાઉ રજુ થયેલ રિષભ મહેતાની આ રચના આ શુભ પ્રસઁગે અહીઁ રજુઁ કરુઁ છુઁ આશા છે આપ સર્વે પણ તેને માણશો…

તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં;
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત !
સાચવું તેથી તને ‘ધબકાર’માં…

ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ,
છોડી મીંઢણ, બંધન રમીએ, બંધન રમીએ.

નઈં તું બોલે નઈં હું બોલું…
ચૂપ ચૂપ ચૂપ ચૂપ ચુંબન રમીએ, ચુંબન રમીએ.
તો ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ.

રાતનાં સૂના સૂનાપનમાં…
ખન ખન ખન ખન કંગન રમીએ, કંગન રમીએ.
તો ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ.

જીવન છે કે છે ધબકારા…
‘રજની’ ચાલો ધડકન રમીએ, ધડકન રમીએ…
તો ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ.

Advertisements

5 Responses to “ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ…. રિષભ મહેતા”

 1. દક્ષેશ કોન્ટ્રાકટર Says:

  નવજીવન મુબારક હો .. ખુબ ખુબ શુભેચ્છાઓ ..

  Like

 2. Dilip Gajjar Says:

  aapne ek varsh thai jashe..lagnajivanne..sunder kavita raju kari..dulha dulhan ramiye..ramatma kaushalya chalaki ityaadi chhe..saral thai javanu taral bani sansaar tari javaano..saro..ramat..shabd..pan..jo ke aamj kavi to sari bhavne vyak kare chhe..

  Like

 3. nabhakashdeep Says:

  પ્રભુતામાં પગલાં…મંગલ અવસરની આ લાખેણી વાતનો સંદેશો હરખ ઊભરાવી ગયો.
  ભાઈશ્રી ડોશ્રી હિતેશભાઈ અને મનને અંતરને હૃદયથી ખૂબખૂબ અભિનંદન સાથે
  અમારા આર્શિવાદ. પ્રભુ વસંત ઋતુની જેમ આપના જીવનમાં સદા સૌરભ લહેરાવે
  અને ઉન્નતિ સાથે સુખનો ઉજાસ પ્રગટાવે એવી પ્રાર્થના.
  રમેશભાઈ, સવિતાબેન અને સ્વેતા તથા વિતલના
  સપરિવાર શુભેચ્છા સાથે જય યોગેશ્વર.
  મળ્યા સંદેશા વસંતમાં રે મન
  વિશ્વાસના સૌરભ પ્રગટ્યા અંગ
  મળ્યા દિલને ગુંજ્યા સૂર સંગ
  ફુલોએ ધર્યા આજ મનહર રંગ
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. nabhakashdeep Says:

  Watch

  Republic Day Special Taari Shaan Tiranga Part 1
  By Dilip Gajjar| 1 video

  A request to share on “Abhisek’…Shri kruteshbhai

  with regards
  Ramesh Patel(Aakashdeep)
  ………………………………………………………

  Like

 5. chandravadan Says:

  Congratulations…Happy married life…..Best Wishes & Blessings always !>>>>Chandravadan Uncle & Family, Lancaster California USA

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: