વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકરની પુણ્યતિથિ. તેઓ ૦૭-૦૯-૧૯૨૪ના રોજ અવસાન પામેલા.તેઓ સને ૧૮૭૦માં બોટાદ ગામે જ્ન્મેલા.તેમના મુખ્ય પાંચ કાવ્યસંગ્રહો  કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શૈવલિની માં કુલ ૨૧૦ જેટલા કાવ્યો તેમને ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યા છે.તેમનું ગીત જનની ની જોડ સખી .. તો દરેકને હોઠે છે.તેઓએ એમના નારીજીવનના વિવિધ રૂપોનાં ગીતો માતા, ભાભી બહેન, કન્યા,નણંદ, સાસુ, પૌઢા ના સામાજિક સંબંધો અને લાગણીઓને ભાવસભર રજૂ કરી છે.પણ આજે વૈધવ્ય પરની આ રચના રજુ કરુ છું.  

 

 

એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

કોણે કીધો નંદનવનનો નાશ જો?
કોણે એ રસસાગર સહસા સૂકવ્યો ?
કમલકળીમાં ફૂંક્યો હાય હુતાશ જો.
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

કોણે એ કંકણ પર કરવત વાપર્યાં ?
કોણે લૂછ્યો ચંદ્રક લાલ લલાટ જો ?
રેશમ શા એ કોમળ કેશ વિદારતાં,
કેમ હણાયા એ નહીં નિર્દય હાથ જો ?
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

ચીરી કોણે ચૂચવતી એ ચુંદડી ?
કોણે ઝડપ્યા ઝાંઝરના ઝણકાર જો ?
કોણે અળતો એ પદથી અળગો કર્યૉ ?
હીંચત હૈયે તોડ્યો નવસર હાર જો ?
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

કોણ હરે આંસુડાં બળતી આંખનાં ?
કોણ હવે દે અણમાગ્યો આશ્વાસ જો ?
કોણ ગ્રહે એ બૂડત ઉરની બાંયડી ?
કોણ ઉકેલે અંતરના અભિલાષ જો ?
એ અણઘટતી ઘટના કોણ ગયું ઘડી ?

દામોદર ખુશાલદાસ બોટાદકર

…………………………………………

આભાર કાવ્યસુર

Advertisements

7 Responses to “વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર”

 1. Suresh Jani Says:

  કાવ્યસુર અને સારસ્વત પરીચયનો સંદર્ભ આપવા માટે ખુબ ખુબ આભાર ….

  Like

 2. Vishvas Says:

  આભાર તો મારે માનવો પડે સુરેશદાદા આપના સહકારનો.

  Like

 3. Ramesh Patel Says:

  I have a great respect and inspired from childhood by reading his poems.
  dedicated my poem with honour

  મમતાના મોલ – રમેશ પટેલ ‘આકાશદીપ’
  માનું રુપ એટલે કલ્યાણ સ્વરુપ ભગવાનનું પ્રાગટ્ય.આવો મમતાની છાયા માણીએ.

  મમતાના મોલ

  અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
  જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

  નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
  સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

  સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
  સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

  ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
  જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ

  માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
  માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

  કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
  માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

  સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
  મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  Published in: રમેશ પટેલ ‘આકાશદીપ&on May 9, 2008 at 5:00 pm Comments (4)

  Like

 4. Vishvas Says:

  great poem rameshbhai. મા તે મા બીજા બધા વગડાના વા .. thank you so much. i put it in my blog. hope u do not have any Objection..

  Like

 5. Chirag Patel Says:

  nice and charming one..Aakashdeep

  Like

 6. sharda Says:

  very very nice poem “મમતાના મોલ ”
  કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
  માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ
  thank you

  Like

 7. parind Says:

  ખુબ સરસ રચના

  હિતેશભાઈ આપે ખરેખર બોટાદ્કજીની રચના ને અહીં મુકી વિધવાની આંતર વ્યથાના દર્શન કરાવ્યા છે મને વોટર ફિલ્મની યાદ આવી ગઈ એ જમાના થી લઈને હજી સુધી ખાસ બદલાવ આવ્યો નથી
  આભાર

  પરિન્દ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: