મારી ભાણી દેવયાનીનો જન્મદિવસ…પેલી ડુગડુગિયાવાળી આવી…..

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૦મી માર્ચ.આજે છે મારી નાની પણ મારાથી મોટી હિનાબહેનની પુત્રી એટલે કે મારી ભાણી દેવયાનીનો જન્મદિવસ.આજે તેને બે વર્ષ પૂર્ણ થયા.તો તેને જન્મદિવસની શુભકામનાઓ સાથે આજે એક બાળગીત ખાસ તેના માટે.

આજે એક ડુગડુગિયાવાળી પરનું બાળગીત રજું કરું છું અને આમ પણ નાના બાળકોને ડુગડુગિયાથી રમવાની બહુ મજા આવે છે, મને યાદ છે જ્યારે બાળપણમાં ક્યારેક આવી રીતે ડુગડુગિયાવાળી કે ફુગ્ગાવાળી આવતી ત્યારે અમે જીદ કરીને લેવડાવતાં.અને અહીં યોગાનુયુગ તો જુઓ કે ઉનાળૉ શરૂ થઈ ગયો છે તથા અહીં ગીતમાં હીનાબહેનનું નામ પણ આવે છે.

     પણ આ સાથે સાથે ડુગડુગિયાવાળી કવિતા સાથે સંકળાયેલ કેટલીક યાદો પણ આપની સાથે વ્યક્ત કરવી છે. સૌ પહેલા કહું તો આ કવિતા મેં મારા ૩જા ધોરણમાં પાઠ્યક્રમમાં ભણી છે અને બહું જ ગમતી અને યાદ પણ હતી.તો બીજું એ કે મારી મોટી બહેન અલ્કાબહેન પ્રાથમિક શિક્ષિકા છે અને તેઓ પણ આ કવિતા કેટલીયે વાર બાળકોને ભણાવી ચૂક્યાં છે, અને અન્ય વાત કહું તો મારી મિત્ર મન પણ અત્યારે પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા છે અને યોગાનુયોગ તેમને પણ ત્રીજું ધોરણ ભણાવવા મળેલ છે અને તેમણે પણ આ કવિતા થોડા સમય પહેલા બાળકોને ભણાવી હતી.

તો આપને થશે કે આમાં શું ખાસ છે? તો જેમ ફિલ્મોમાં થાય છે ને તેમ ફ્લેશબેકમાં જઈએ, આજથી ૬-૭ વર્ષ પહેલા જ્યારે મારે ૧૨માં ધોરણનું વેકેશન હતું ત્યારે હું અને મારી મિત્ર મન મારી અલકાબહેનના ઘરે ગયા હતા. તે સમયે તેઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર પાસેનાં એક નાનકડાં સુથારનેસડી નામક ગામડે રહેતાં, અને તે દિવસે અમે અચાનક જ પહોંચી ગયેલા અને ગામ સાવ નાનું અને શાળામાં ચાલુ દિવસ હોઈ તે નિશાળમાં જ હતી.અને અમે સગડા [મોટર સાઈકલની પાછળ જોડેલ ખુલ્લી રિક્ષા જેવું સાધન]માંથી ઉતર્યા ત્યારે આખું ગામ અમને ઘેરી વળેલું અને અમને ઠેક શાળા સુધી મુકી ગયેલું. આ પછી બીજા દિવસે પણ અમે શાળામાં મારી બેનની સાથે ગયેલા અને આમ પણ અમને બંનેને પણ બાળકો બહુ ગમે અને તે દિવસે મારી બેને આ ડુગડુગિયાવાળી કવિતા ભણાવવાની શરૂઆત કરી તો મને થયું કે માત્ર કવિતા જ શું કામ ચાલોને બાળકોને કાંઈક મજા પડે તેવું પણ કરીએ.તો મેં કહ્યું કે આજે ડુગડુગિયાવાળી કવિતા છે તો બધાને ડુગડુગિયા બનાવતાં શીખવાડીએ, અને મારી બેન અને મારી મિત્ર મનની સાથે બધા બાળકોએ પણ આ પ્રસ્તાવને વધાવી લીધો, પણ ખરી મુસીબત તો હવે થઈ કે જ્યારે બનાવવાનું આવ્યું ત્યારે કોઈને બનાવતાં આવડતું નથી અને તેથી પણ વધું અમારી પાસે સામાનમાં માત્ર એક કાગળ,દોરી અને સળી સિવાય કોઈ જ વસ્તું નહોતી.પછી નક્કી કર્યું અને મન અને મારી બેનની બંગડી તથા બીજી બાળાઓની બંગડી લીધી અને બે બંગડી પર વચ્ચે અંતર રાખી ડુગડુગિયું બનાવવાનું વિચાર્યું તો કાગલ કઈ રીતે ચિપકાવવો તો યાદ આવ્યું કે શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભાત બનાવેલ તો તેની મદદ લઈ કાગળ ચિપકાવ્યા અને વચ્ચેથી સળી પસાર કરી અને દરેક બંગડીના છેડે બાંધેલ દોરી ના બીજા છેડે નાના પથ્થર બાંધી દીધાં અને આવું પ્રથમ ડુગડુગિયું બન્યું અને વગાડ્યું ત્યારે બધા બાળકોએ તાળીઓથી વધાવી લીધું અને પછી તો દરેક બાળકોએ પણ બનાવવા માંડ્યું અને જ્યારે નિશાળ છુટી ત્યારે દરેક બાળકના હાથમાં તેમનું બનાવેલ ડુગડુગિયું હતું અને ચહેરાં પર કંઇક અનેરો આનંદ સાથે વિદાય લીધી.અને આ આનંદ જોઈ અમને પણ ખુબ જ આનંદ થયો.અને જ્યારે તે પછીના દિવસે નિશાળ ગયાં ત્યારે દરેક બાળક કહેતા હતાં કે તમે જ હવે ભણાવો ને તમે જે રીતે ભણાવો છો અમને બહું ગમે છે તમે અમને ભણાવશોને… પણ તે તો શક્ય ન હતું અને અમે ત્યાંથી નિકળ્યાં ત્યારે તેમની આંખોમાં પણ આંસુ હતા. માટે જ એ બાળકોનું આ સ્મિત અને વિદાય અમને ત્રણેયને હંમેશા યાદ રહેશે અને તેથી જ જ્યારે મારી મિત્ર મન ને આ કવિતા ભણાવવાની આવી તો તેમના મનમાં પણ આ યાદો તાજી થઈ ગઈ અને મને ફોન પર આ વાત જણાવી ત્યારે હું પણ એ યાદોમાં ફરી ખોવાઈ ગયો.અને આજે જ્યારે ભાણીના જન્મદિન પર આ બાળગીત રજું કરતા આપની સાથે પણ આ પળોને માણતાં રોકી ન શક્યો. મિત્રો આપ સૌ ને પણ જો કોઈ આવો અનુભવ થયો હોય કે અન્ય કંઈ હોય તો તે મને આપના પ્રતિભાવ દ્વારા જણાવશો ને…..

 

 dug-dugiya-vali

 

નેહાબહેન,દોડો,હીનાબહેન,દોડો,

પેલી ડુગડુગિયાવાળી આવી.

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

એક રૂપિયાનું ડમરૂ આપે,

આપીને છાતીએ ચાંપે,

બળબળતા ઉનાળા તાપે,

આવીને ઊભી છે ઝાંપે,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

રંગે છે એ બહુ રૂપાળી,

રોજ મને આપે છે તાળી,

જો હું એને જાઉં ભાળી,

રમવા માંડું સાતતાળી,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

એ ડમરૂ રાખી ગાલે,

કેવી ઠુમ્મક ઠુમ્મક ચાલે,

બાબા બેબીબે બોલાવે,

ગીત મધુરાં ગાએ,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

પૂરી પાંચ હાથ એની કાયા,

બાળક ઉપર બહુ માયા,

જાણે સગી માડીના જાયા,

આપે રોજ મજાનાં ડુગડુગિયાં,

ઢરર……..ઢમ….

મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.

 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

ગત વર્ષે આ જ દિને પ્રસ્તુત કરેલ રચના જન્મદિન….દરિયાને તીર એક રેતીની ઓટલી-સુંદરમ; महेक ऊठी है फिज़ा प्रेरणा પણ જરૂરથી માણજો.

Advertisements

3 Responses to “મારી ભાણી દેવયાનીનો જન્મદિવસ…પેલી ડુગડુગિયાવાળી આવી…..”

 1. Dr.CHANDRAVADAN MISTRY Says:

  HAPPY BIRTHDAY, DEVYANI !…& tell your Mum that MAMA had sent a Poem with LOTS of LOVE !

  Like

 2. Ramesha patel Says:

  દેવ્યાની બેનને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે જન્મદિન મુબારક.

  રમેશદાદાની જાનુ ,સલોની, ખુશી આદી અને રોહનના

  સંગમાં રચાયેલું

  આ બાળગીતને માણીને કહેજો કેવું લાગ્યું?

  દેવ્યાની બેન પપ્પા મમ્મી કે હિતેશભાઈ પાસે સાંભળી

  જરુરથી કહેજો ,મજા પડી કે નહીં. …હા..હા..

  દરિયા દેવ

  પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી

  સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી

  ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી

  કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની

  માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે

  નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે

  સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે

  હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે

  રાતી પીળી લાલભૂરી ,માછલીઓના મનગમતા છે રંગ

  ખુશી કહે ખુશી ખુશી જોયા કરીએ એવા તેમના ઢંગ

  રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ

  શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ

  સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં

  અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા

  શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી

  હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. Chirag Patel Says:

  જન્મ દિવસ મુબારક.. બંને બાળગીતો ખૂબ જ ગમ્યા.

  wordpress પર ગીત કે બાળગીતમાટે ની લીન્ક પર બંન્ને મૂકશો.

  svblog ને હનુમાનજીનું હાલરડું કે રણભ્રેરી રચના સાથે બ્લોગ ગૃપનો લાભ સૌને આપવા

  યોગ્ય કરશો.આકાશદીપની કવિતાઓ મજાની છે.

  સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે

  હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે

  તમારા બ્લોગની એક અલગ મજા છે. અભિનંદન્.

  ચીરાગ પટેલ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: