નવલે નોરતે…….રમેશ પટેલ ‘આકાશદીપ’

by

અરે હા મિત્રો ગરબો જ શોધી રહ્યા છો ને તો ફરી આપણા મિત્ર રમેશભાઈ પટેલ આકાશદીપવ્હારે આવ્યા છે.હા ઉંમરમાં તો તેઓ મારાથી મોટા છે પણ અહીં મિત્રતાનો સંબંધ બંધાયો અને તેમણૅ મારી મૂંઝવણ સમજી અને મારી મિત્ર મનની જેમ તેમણે પણ એક ગરબો આ બ્લોગ પર પ્રદર્શિત કરવા આપ્યો છે તો ચાલો માણીએ આ ગરબાને.

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો
ઝીલીએ.  
 

નવલે નોરતે


ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી  રો જ
 
આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર
 
સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ
 
ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત
 
અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ
 
હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ
 
ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ
 …………………………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)

One Response to “નવલે નોરતે…….રમેશ પટેલ ‘આકાશદીપ’”

  1. Chandra Patel Says:

    ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
    ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

    Enjoyed .very nice….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: