શુભ મકરસંક્રાંતિ…પતંગ પર્વ…..રમેશ પટેલ ‘આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી જાન્યુઆરી એટલેકે મારો મનગમતો તહેવાર ઉત્તરાયણ.તો આપ સર્વે મિત્રોને શુભ મકરસંક્રાંતિ..આજે વધું સમય નહી લઉં કારણકે પતંગ ચગાવવાની છે મારે પણ આને આપને પણ.બસ આ ઉત્તરાયણ પણ મોજ મજા કરજો પતંગની સાથે સાથે નજરોના પણ પેચ જામશે.બસ જરા સાવધાની રાખજો કે ચગાવતા આપણા ભૂલકા અને પંખીઓને તથા આપના વહાલા આંગળાને ઈજા ન થાય ચાલો વાયદા મુજબ રમેશ પટેલનું આ ગીત.

 

Uttarayan

 

પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ

પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ

 

ચઢી છાપરે હિલોળા લેતું નગર દેતું સાદ

વાયા વાયરા ને હાલ્યા પતંગ,ઊંચે ઊંચે આભ

પતંગ બાજો પેચ લડાવી,લપટાવે આનંદ અંતરીયાળ

આકાશે જઈ હૈયું હરખે, જોઈ તોફાની ઢાલ.

 

નયન નખરાળાં ગોગલ્સે ઝીલે,હસતો ખૂલતો પ્પાર

ભૂલકાં મોટેરાં સાથે માણે,લાખ લાખેણો લાભ

લઈ રંગીલી દોરી ફિરકી ગગન ગજાવે મોજ

પવન પાવડી હરખ પદૂડી, ખોજે પ્રતિદ્વંદીની ઝોલ

 

પતંગ રસીયા દોરી ખેંચી મચાવે સમરાંગણના શોર

કાપ્યો કપાયાના નાદોથી ગગન ભાવ વિભોર

ઉત્તરાયણે સૌને વહાલી જલેબી ઊંધીયા ઉજાણી

સર્વધર્મનું સહિયારું પતગ પર્વ,લાગ્યું રે ગુજરાતી

……………………………………………

રમેશ પટેલ આકાશદીપ

Advertisements

One Response to “શુભ મકરસંક્રાંતિ…પતંગ પર્વ…..રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Sweta Patel Says:

  પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ

  પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ

  પતંગ રસીયા દોરી ખેંચી મચાવે સમરાંગણના શોર

  કાપ્યો કપાયાના નાદોથી ગગન ભાવ વિભોર

  Maja majaa padi..

  Sweta

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: