ભાણીયા બિજુનનો જન્મદિન…મહોરમ…હું ને ચંદુ છાનામાના…..રમેશ પારેખ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૮મી જાન્યુઆરી.આજે છે મારી મોટી બહેનના ભાણીયા બિજુનનો જન્મદિન.વળી આજે મહોરમ પણ છે.આપને થતું હશે કે હંમેશા હિતેશ કાંઈને કાંઈ પ્રસંગ શોધી લાવે છે.પણ મિત્રો આપણી ગુજરાત અરે આપણી સમગ્ર ભારતની પ્રજા એ ઉત્સવપ્રિય છે તેથી જ સંસ્કૃતમાં કહે છે કે भारतवर्षे उत्सवप्रिय जनाः !! સમગ્ર વિશ્વમાં એક ભારતમાં જ આટલા બધા તહેવારો ઉજવાય છે.કારણ જાણો છો કારણકે રોજ એક પ્રકારની જીવનશૈલી જીવનમાં અરુચિ લાવે છે ત્યારે થોડો સમય પોતાના લોકો સાથે પાડોશી કે સ્વજનો કે સ્નેહીજનો સાથે વીતાવવાથી એક નવી તાજગી ઉમેરાય છે.અને કદાચ આપણે મોટી ખુશીઓની લ્હાયમાં જિંદગી જીવવા અને માણવાની જ ભુલી જઈએ છીએ.અને એ પળને ગુમાવી દઈએ છીએ જે ફરી ક્યારેયા પાછી આવવાની નથી તો માણીલો એ દરેક પળને.

tajiya

હાં મહોરમ એક શહાદતનો તહેવાર છે.મુસ્લિમ બિરાદરો તેમના શહીદોની યાદમાં તાજીયા જુલુસ નિકાળે છે અને તેનો માતમ મનાવે છે.અમારા વતનમાં એક શિરસ્તો આજે પણ અકબંધ છે કે જ્યારે આ તાજિયા નિકળે છે ત્યારે તેની પરિક્રમા કરી તેના નીચેથી પસાર થાય છે અને કહેવાય છે કે આમ કરવાથી એક દુઆ મળે છે અને સર્વ રોગો જળમૂળથી નાશ પામે છે આના તથ્ય મુજબ તો એટલું જ કહીશ કે જ્યારે હું ખુબ જ નાનો હતો ત્યારે મારી મોટી બહેન અલકાબેન બહુ જ માંદી હતી અને ડૉક્ટરોએ પણ આશા છોડી દિધી હતી ત્યારે આ પ્રમાણે કરવાથી તે અઠવાડિયામાં સાજી થઈ ગઈ હતી અને જુઓ આજે એ એક હોનહાર શિક્ષક છે અને બે બાળકોની માતા પણ છે અને તેમાંના મોટા બિજુનનો આજે જન્મદિવસ છે.કદાચ આને આપ ગમે તે કહો હું પોતે અત્યારે દાક્તર હોવા છતા આજે પણ તેમાં વિશ્વાસ છે કારણકે વિજ્ઞાનથી પર પણ કંઈક તો છે જેમાં આસ્થા છે. આમ તો આ તહેવાર માતમનો છે પણ મારા માટૅ તો એ પણ આનંદનો છે.

અને હા આ બિજુન છે ને એટલો બધો તોફાની છે ને કે એના જન્મદિન પર રમેશ પારેખનું આ ગીત યાદ આવી ગયું જે અહીં રજુ કરું છું આપના પ્રતિભાવની રાહમાં.વળી આમતો રવિવારે પરીક્ષા છે પરંતુ આ પ્રસંગ આપની સાથે વાગોળવા મારી જાતને રોકી ના શક્યો.તો માણો આ બાળગીત… અને આ બાળગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત પણ જરૂરથી લેજો.bijunpriyanshi

(ફોટામાં બિજુન અને તેની નાની બેન પ્રિયાંશી છે.)હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ

કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

Advertisements

2 Responses to “ભાણીયા બિજુનનો જન્મદિન…મહોરમ…હું ને ચંદુ છાનામાના…..રમેશ પારેખ”

 1. Ramesh Patel Says:

  બિજુન
  Happy birth day with blessings.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 2. DR. CHANDRAVADAN MISTRY Says:

  HAAPY BIRTHDAY to BIJUN !…..ASHIRVAAD from Kaka.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: