દેવદિવાળી…માનવ જીવન જીવવાનો કક્કો…..ડો. ચંદ્રવદન મિસ્ત્રી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે કારતક સુદ પુનમ.દેવદિવાળી.કહે છે કે આજ બાદ હવે લગ્નસરાની મોસમ ચાલું થાય છે અને વિષ્ણુ ભગવાનના તુલસી સાથે વિવાહ થયા હતા. આ બાબતે એક સવાલ છે કે અગિયારસના દિને વિષ્ણુ ભગવાન નિંદ્રામાંથી ઉઠ્યા હોવાથી દેવ ઉઠી એકાદશી કહેવાય છે અને તેમના લગ્ન વૃંદા સાથે થાય છે તે દેવદિવાળી કહેવાય છે.મિત્રો આપ આ બાબતમાં જાણતા હોવ તો મને જણાવવા વિનંતી છે.અને આજે દેવો તથા સર્વે માનવો અને સમગ્ર સૃષ્ટીને દેવદીવાળીની શુભ્કામનાઓ સાથે આજે જીવન નો ચંદ્રવદન કાકાએ લખેલો એક કક્કો રજુ કરું છું. વળી આજે દેવદિવાળીના શુભ અવસરે ફરી એકવાર ગુજરાતી વેબ-જગતને અપડેટ કરી મૂકી રહ્યો છું.

gujarati_consonants

,,એટલે કમાવું, ખાવું અને ગમ્મત મોજશોખમાં ગાવું,

આવી,,ની જીંદગી ના માનવ મારે ના રે થાવું

ચાલો, માનવ જીવન જીવવાનો કક્કો શીખીયે આપણે આજે ! (ટેક)

એટલે જીવનમાં ઘસાતુંના બોલી, જાતે ઘસાઈ ઉજળા થઈએ,

એટલે ચતુરાઈ ભર્યું જીવન જીવી આગેકુચ કરીયે,

એટલે બીજાને છેતરવાની દાનત જીવનમાંથી છોડીએ,

એટલે કામ કરતા જશની અપેક્ષા વગર અન્ય સાથે સારા સંબંધો રાખી જીવીએ,

એટલે ઝટપટ પ્રત્યુતર આપી કોઈનું દિલ દુભાય એવું વર્તન ના કરીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો…. (૧)

એટલે ટાઢ તડકામાં દુન્યવી પ્રવ્રુતિઓ સાથે આધ્યાત્મિક પ્રવ્રુતિઓ પણ કરીએ,

એટલે કોઈને ઠગવુ નહી એવો વિચાર પણ ના કરીયે,

એટલે જીવનમાં ના ડરીયે, અને સાચા રસ્તે જઈએ,

એટલે ઢગલાનું પ્રતિક છોડી, કોઈના દોષ ઢાંકી, સમજાવી નવજીવન એને દઈએ,

એટલે તરત વાતનું સમજ્યા વગર રજનું ગજના કરીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો…. (૨)

એટલે થાકનું મહત્વ સમજી, આરામ લેતા આરામી જીવનના કરીએ,

એટલેદીધા કરતાં દયા ભલીસુત્રે દયાવાન થઈએ,

એટલે ધર્મકાર્યમાં હંમેશા આગળ આગળ જઈએ,

એટલે નમ્રતાના ગુણે નમ્રતાભર્યો વહેવાર જીવને કરીએ,

એટલે પ્રમાણિકતા સહિત પ્રગતિના પંથે જઈએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૩)

એટલે ફના બની, અન્યના જીવનમાં ઉપયોગી થઈએ,

એટલે બળાપો છોડી, બચત કરી જીવને બઢતી કરીએ,

એટલે ભલાઈનાં કામો કરી, અન્યને પ્રકાશ દઈએ,

એટલે મદનો ત્યાગ કરી, “મેં કર્યું, મેં કર્યુને છોડીએ

એટલે યતિના જીવનમાંથી બોધ મેળવી, જીવન મહ્ત્વને સમજીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૪)

એટલે રમકડા જેવા માનવ જીવને રતિભાર ખોટું ના કરીએ,

એટલે લાવ,લાવ કરી બીજાનું લેવાની ભાવના છોડી દઈએ,

એટલે વમળની વચ્ચે શિરતા રાખી, સંસારી જીવન જીવીએ,

એટલે શેષ યાને વધેલું અન્યને વહેંચી સંતોષ અનુભવીએ,

એટલે સારા કામો કરી સંસારે સેવા ભાવનાઓ જાગ્રુત કરીએ,

હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો (૫)

એટલે હલકી મનોવ્રુતિ છોડી, હનુમાનજી જેવા થઈએ,

એટલે બળનો ઉપયોગ સારા કામો માટે કરીએ,

ક્ષએટલે ક્ષમાવીરનું ભૂષણ અપનાવી, દંડ વ્રુત્તિને છોડીએ,

જ્ઞએટલે જ્ઞાન પ્રાપ્ત કરી, જીવનને યજ્ઞ રૂપ બનાવીએ,

એટલે ,,,ઓ માં એંતે ઑમકારનિહાળી,સર્વકાર્યે પ્રભુ સ્મરણ જ કરીએ,

 હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો (૬)

ઈન્દુભાઈ સ્વામીના બોધમાથી જીવન કક્કો ભવાનભાઈએ પ્રથમ કહી દીધો,

જેને, ચંદ્રે એક કાવ્યરૂપે પ્રગટાવી સૌને અર્પણ કીધો,

હવે, જીવનમાં માનવે શું કરવું શું ના કરવું, એ તો માનવ જાણે,

ખુશી એટલી જ કે સૌને કહેવાની તક મળી ચંદ્રને, એવું એ તો માને !

 ………………………………………….

જાન્યુઆરી ૧૧,૨૦૦૮

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

Advertisements

One Response to “દેવદિવાળી…માનવ જીવન જીવવાનો કક્કો…..ડો. ચંદ્રવદન મિસ્ત્રી”

 1. RameshPatel Says:

  હવે, જીવનમાં માનવે શું કરવું શું ના કરવું, એ તો માનવ જાણે,

  ખુશી એટલી જ કે સૌને કહેવાની તક મળી ચંદ્રને, એવું એ તો માને !

  ………………………………………….

  જાન્યુઆરી ૧૧,૨૦૦૮

  ડો. ચંદ્રવદન મિસ્ત્રી
  let us learn with new vision.
  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: