માનવ ના થઈ શક્યો તો એ ઇશ્વર બની ગયો……આદિલ મન્સૂરી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે ઘણા દિવસો બાદ મુલાકાત થઈ રહી છે,જો કે હજી ઘરમાં કામ ચાલું જ છે પણ છતા કામચલાઉ ધોરણે આ કોમ્પ્યુટરને ચાલું કરી આપ સર્વે મિત્રોને મળવાની લાલસા રોકી ન શક્યો.અને હજી પણ બસ આદીલજીની રચનાઓ જ મનમાં રમ્યા કરે છે ત્યાં જ મારા મિત્ર હર્ષિલ ભટ્ટનો ઈ-મેલ આવ્યો કે માનવ ના થઈ શક્યો મૂકને.અને બસ કહે છે ને ચંચળ મનને આખરે કેવી રીતે રોકી શકાય તો બસ બધી આઘી-પાછી વ્યવસ્થા કરીને પણ આ રચના રજૂ કરું છું, અને હાં મને ગઈકાલે આપણા ચંદ્રપુકારના ડૉ.ચંદ્રવદન કાકાએ મને તેમના પુસ્તકોરૂપી ભાવભીની પ્રસાદીરૂપે અમૂલ્ય ભેટ મોકલેલ છે તો તેમાંથી પણ સમયાંતરે રચનાઓ પ્રસ્તુત કરતો રહીશ.તો ચાલો માણીએ આદીલ મન્સુરીની આ રચના. અને સ્વર સાથે માણૉ સુલભગુર્જરીમાં.

angel

માનવ ના થઈ શક્યો તો એ ઇશ્વર બની ગયો,()
જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો………………………..

એ મુજ ને રડતો જોઈ ને ખુદ પણ રડી પડયા,()
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો……………………..

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા,()
સુખ નો પ્રસંગ શોક નો અવસર બની ગયો……………………. 

છે આજ મારા હાથ મા મહેન્દી ભરેલ હાથ,()
મારોય હાથ આજ તો સુંદર બની ગયો……………………. 

આદિલ ના શેર સાંભળી આશ્ચર્ય થી કહયું,()
ગઈ કાલ નો આ છોકરો શાયર બની ગયો,
જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો…………….

…………………………………………………….

ફરમાઈશ કરનાર મિત્ર હર્ષિલ ભટ્ટ

Advertisements

One Response to “માનવ ના થઈ શક્યો તો એ ઇશ્વર બની ગયો……આદિલ મન્સૂરી”

  1. chandravadan Says:

    JE KAI BANI GAYO E BARABAR BANI GAYO…The last line in the Poem by Late ADILBHAI saya a lot & the Poem itself is SO NICE. Adilbhai is no more in this world BUT HE WILL BE ALWAYS WTIH ALL OF US HERE !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: