વેલેન્ટાઈન ડે…પ્રેમ ઉર્ફે ત્યાગ…..”મન”

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.

 

અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.

 

૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી{ સુર સાથે}

૨) આવો માંડીએ પ્રેમની રે વાત…રમેશભાઈ પટેલઆકાશદીપ

૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી…મુકુલ ચોક્સી  { સુર સાથે}

૪) એ પ્રેમ છે…”મન”

૫) પ્રેમ ઉર્ફે ત્યાગ…”મન”

૬) તો બેધડક તું મારી પાસે આવજે…ઊર્મિબેન

૭) એમ પૂછીને થાય નહી પ્રેમ…તુષાર શુક્લ  { સુર સાથે}

 

 

આ દિવસ તો પ્રેમની લાગણીઓનો આદાન-પ્રદાન કરવાનો દિવસ.પણ પ્રેમ નો અર્થ કોઈને પામવું નહી પણ તેના થઈ જવું છે.પ્રેમમાં ક્યારેય અપેક્ષા ન હોય.તેમાં તો પોતાના પ્રિય વ્યક્તિની ખુશી હોય પછી તે પ્રેમી કે પ્રેમિકા હોય કે પછી માતા,પિતા ભાઈ બહેન,અરે કેટલીક અજાણી વ્યક્તિ સાથે પણ પ્રેમનો સંબંધ તો હોય છે.હા કદાચ તેની અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે.તો પ્રેમમાં ત્યાગ સૂચવતી મારી મિત્ર “મન”ની આ રચના માણૉ.

premman 

હું તો તને ચાહું, કેમકે પ્રેમ છે મને,

તેથી જ ત્યાગથી ઈચ્છું તને,

 

મને નથી વૈરાગ્ય તુજથી,

પણ કોઈકની લાગણી ખાતર અમથી,

 

નથી તો તોડતું કોઈ સંબધને,

તોડે તો છે માત્ર બંધનને,

 

કારણકે સંબધ તો યાદ બનીને

રહે છે મન તે હરપલ હંમેશા દિલની ધડકન બનીને

One Response to “વેલેન્ટાઈન ડે…પ્રેમ ઉર્ફે ત્યાગ…..”મન””

  1. વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો પણ જન્મદિવસ…પૂછુ રાધાને મીરાને એક વા Says:

    […] ૫) પ્રેમ ઉર્ફે ત્યાગ…”મન” […]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.