વેલેન્ટાઈન ડે…આવો માંડીએ પ્રેમની રે વાત…..રમેશભાઈ પટેલ’ આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.

 

અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.

 

૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી{ સુર સાથે}

૨) આવો માંડીએ પ્રેમની રે વાત…રમેશભાઈ પટેલઆકાશદીપ

૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી…મુકુલ ચોક્સી  { સુર સાથે}

૪) એ પ્રેમ છે…”મન”

૫) પ્રેમ ઉર્ફે ત્યાગ…”મન”

૬) તો બેધડક તું મારી પાસે આવજે…ઊર્મિબેન

૭) એમ પૂછીને થાય નહી પ્રેમ…તુષાર શુક્લ  { સુર સાથે}

 

 

અને હંમેશની જેમ પ્રસંગને અનુરૂપ કવિતાની રચના કરીને મને મોકલતા રમેશભાઈ એ આ વખતે પણ એ શિરસ્તો જાળવી રાખ્યો છે.અને પ્રેમ ની વાત માંડી રહ્યાં છે હવે પ્રેમ વિશે તો એટલું બધું લખાયું છે કે હવે વધું નહી કહું માણો તેમની આ રચના…

 

 premra

આજ પ્રેમ તને પૂછું, કે કેવા તારા રુપ રંગ

તો કહે જા પૂછ ફૂલને, કેમ મ્હેંકે લઈ ઉમંગ

 

પ્રેમ તું તો આતમનું નૂર, જાણવા મારે તારા સરનામાને પંથ

સાંભળ તું બંસરીના નાદ, બતાવશે તને રાધાને ગોકુળનો નંદ

 

આવો માંડીએ પ્રેમની રે વાત

પ્રેમ    તો  ઉગતું    પ્રભાત

 

ભીંજે   તો  ઝરમર  વરસાદ

તરસે   તો   છોડે   મરજાદ

 

સ્નેહ એ તો  તપતું    કુંદન

પીસાયે  તો  મ્હેંકતું   ચંદન

 

ઉડે   પ્રેમ   પંખી    ગગન

ના  ગમે   કોઈનું    બંધન

 

પ્રેમ  ઝૂરે  તો  અંધારી   રાત

પ્રેમ ઝૂમે  તો  સાગરની  જાત

 

ચાંદ ચમકેને સાગર રેલાય

પ્રેમ કદી  પીંજરે ના પૂરાય

 

પ્રેમ તું  તો વહાલો  વંટોળ

જગ  જાણે  તારા  રે  મોલ

 

ચાહ એ  તો જીવનની  આશ

છીપે ના છીપાયે એવી પ્યાસ

……………………………

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

4 Responses to “વેલેન્ટાઈન ડે…આવો માંડીએ પ્રેમની રે વાત…..રમેશભાઈ પટેલ’ આકાશદીપ’”

 1. વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો પણ જન્મદિવસ…પૂછુ રાધાને મીરાને એક વા Says:

  […] […]

  Like

 2. Sweta Patel Says:

  આવો માંડીએ પ્રેમની રે વાત

  પ્રેમ એ તો ઉગતું પ્રભાત

  ચાહ એ તો જીવનની આશ

  છીપે ના છીપાયે એવી પ્યાસ

  ……………………………

  રમેશ પટેલ(આકાશદીપ)

  thank you for sharing great love.

  Happy birth day and all good wishes.

  Sweta Patel

  Like

 3. Ramesh Patel Says:

  આજના પ્રેમ ભીંના દિવસે મનના વિશ્વાસનો જન્મ દિવસ,આપે તો મને કવિ મિત્ર બનાવી પ્રેમથી ભીંજવી જ દીધો છે.

  આપે કુટુમ્બ ઘર ગામ વતન દેશ પરદેશના વાચકોને સુંદર રીતે મનના વિશ્વાસથી લહેરાવ્યો છે.

  આપને પ્રેરણા આપતા સૌ સહૃદયી ને પણ દિલથી અભિનંદન.

  રમેશચન્દ્ર પટેલ્આકાશદીપ)

  Like

 4. Vital Patel Says:

  આવો માંડીએ પ્રેમની રે વાત

  પ્રેમ એ તો ઉગતું પ્રભાત

  પ્રેમ તું તો આતમનું નૂર

  સ્નેહ એ તો તપતું કુંદન

  પીસાયે તો મ્હેંકતું ચંદન
  પ્રેમ તું તો વહાલો વંટોળ

  Good presentations Aakashdeep
  lovely lovely on loving day.

  congratulaton and best wishes to you ,your sister and our Manano vishvas.

  Vital Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: