વેલેન્ટાઈન ડે…પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી…..મુકુલ ચોક્સી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.

 

અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.

 

૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી{ સુર સાથે}

૨) આવો માંડીએ પ્રેમની રે વાત…રમેશભાઈ પટેલઆકાશદીપ

૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી…મુકુલ ચોક્સી  { સુર સાથે}

૪) એ પ્રેમ છે…”મન”

૫) પ્રેમ ઉર્ફે ત્યાગ…”મન”

૬) તો બેધડક તું મારી પાસે આવજે…ઊર્મિબેન

૭) એમ પૂછીને થાય નહી પ્રેમ…તુષાર શુક્લ  { સુર સાથે}

 

 

અને મુકુલ ચોક્સીની રચના તો પ્રેમ વિશે બહું ગૂઢ સમજ આપે છે અને તેનો કંઈક અર્થ મને ટહુકામાંથી મળેલ તો તે પણ જયશ્રીબેનના શબ્દોમાં રજું કરું છું. આ રચનાને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે.

 

prem-mc

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો


પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

 

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
પ્રેમ છે.


દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
પ્રેમ છે.

 

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો

 

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય

અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો

પ્રેમ એટલે કે
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

“( આ ગીતમાં આવતી તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો… ‘ કે કડી સાંભળવાની મને ઘણી જ મજા આવે.. પણ આ ચોર્યાશી લાખ વહાણોની વાત શું છે, એ પ્રશ્ન દિમાગમાં જરૂર આવ્યો હતોએટલે એક દિવસ મમ્મીને પૂછ્યું, ત્યારે ખબર પડી, કે પહેલાના જમાનામાં જ્યારે સુરત એક ધમધમતું બંદર હતું, ત્યારે ચોર્યાશી અલગ અલગ બંદરોના વહાણો ત્યાં આવતા.. એટલે એવું કહેવાતું કે સુરતમાં ચોર્યાશી બંદરોના વાવટા ફરકે.. વખત જતાં એ ચોર્યાશી નું અપભ્રંશ થતા, કહેવતમાં ચોર્યાશી લાખની વાત આવતી થઇ ગઇ. )

અને મારો આ ભ્રમ દૂર થયો વિવેકભાઇની વાત પરથી :

ચોર્યાસી બંદરની વાત ભલે સાચી હોય, પણ અહીં કવિએ નથી સુરતની વાત કરી કે નથી એના કાંઠે આવતા ચોર્યાસી બંદરોના જહાજની વાત. આખી કવિતામાં બીજે ક્યાંય સુરતનો સંદર્ભ આવતો નથી. આ ચોર્યાસી લાખ જહાજ એટલે મારી દૃષ્ટિએ ચોર્યાસી લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના ખંજન પર ચોર્યાસી લાખ ભવ ઓવારી દેવાનું મન થાય એ પ્રેમ…”

One Response to “વેલેન્ટાઈન ડે…પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી…..મુકુલ ચોક્સી”

  1. વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો પણ જન્મદિવસ…પૂછુ રાધાને મીરાને એક વા Says:

    […] […]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.