રક્ષાબંધન…આ લાલ-પીળો દોરો…અવિનાશ વ્યાસ

by
જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
          આજે છે શ્રાવણ સુદ પુનમ નો દિવસ.અને આજનો દિવસ તો જુદા જુદા નામે ઓળખાય છે. ભાઈ-બહેનના પ્રેમના આ તહેવારને રક્ષાબંધન પણ કહે છે તો બળેવ પણ કહેવામાં આવે છે. વળી આજે બ્રાહ્મણોપોતાની જનોઈ બદલે છે, અનેદરિયાઈ ભાંડુઓ આજના દિવસનેનાળિયેરીપૂનમતરીકે ઉજવે છે.તો સૌ ને શુભ રક્ષાબંધન.તો ચાલો આજે માણિએઆ રક્ષાબંધન પરનું અવિનાશ વ્યાસનું ગુજરાતી ફિલ્મ રમત રમાડે રામ (૧૯૬૪)નું આ ગીત. આ ગીત માટેટહુકોનો ખુબ ખુબઆભાર.આશા છે આપની પણ યાદ તાજી થઈ હશે. આપનાપ્રતિભાવની આશા સહ… 
 
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
હો જી હોરેહો ,
જગની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .
આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો
ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ

દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર
કરેબાંધવ કેરોબેડોપાર,
થઇ રક્ષાબંધન અમરતાર ,
વરસે બહેનીને દ્વાર દ્વાર ,
ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજેતુંસૌનો , ભાઇ રહેજે મારો
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
હો જી હોરે હો ,
જગની વાત ,
આયો શ્રાવણ માસ ,
પૂરી કરે રે આસ , હોજી હો રે હો .

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.