ડાકોર પગપાળા યાત્રાસંઘ…મારો લડ્ડુગોપાલ…..”મન”

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

વળી આવતીકાલે છે ફાગણ સુદ પૂનમ.એટલે કે હોળી.પણ ગુજરાતમાં આ દિવસે મેળા જેવું વાતાવરણ સર્જાય છે ડાકોરમાં. આમ તો એકાદશીથી જ ડાકોર જવા શ્રદ્ધાળુ ભક્તો પગપાળા સંઘમાં નીકળી પડે છે.અને જય રણછોડ,માખણચોરના નાદ સાથે ભક્તોની ભીડ ઉમટે છે.તો ચાલો આવા ડાકોરના રણછોડરાયને યાદ કરતાં મારી મિત્ર મન એ જ લખેલ લડ્ડુગોપાલ પરની આ કવિતા ખાસ આ પ્રસંગ માટે જ સૌ ભાવિક ભક્તજનોને.અમારા સૌના વતી જય રણછોડ.અને હા આ ડાકોરના મંદિરની ઓનલાઈન મુલાકાત લેવા માંગતા હો તો તેમની સાઈત પર જવા અહીં ક્લીક કરો.

 

 dakor

 

વાંકડિયા છે વાળ મારો લડ્ડુગોપાલ,

મોરપીંછધારી મારો લડ્ડુગોપાલ,

મુરલીધર નાથ મારો લડ્ડુગોપાલ,

ગાયોનો ગોવાળ મારો લડ્ડુગોપાલ,

ગોપીઓના ચિત્તને ચોરનાર મારો લડ્ડુગોપાલ,

અંગે છે ભીનેવાન મારો લડ્ડુગોપાલ,

એ તો માખણ મીસરી ચોરી ખાય મારો લડ્ડુગોપાલ,

રાધાજીના જીવનનો પ્રાણ મારો લડ્ડુગોપાલ,

માતા દેવકી યશોદા કેરો લાલ મારો લડ્ડુગોપાલ,

જેના હજારો છે નામ મારો લડ્ડુગોપાલ,

મનમાં છે જે વિશ્વાસ મારો લડ્ડુગોપાલ.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.