વેલેન્ટાઈન ડે…એ પ્રેમ છે…..”મન”

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.

 

અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.

 

૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી{ સુર સાથે}

૨) આવો માંડીએ પ્રેમની રે વાત…રમેશભાઈ પટેલઆકાશદીપ

૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી…મુકુલ ચોક્સી  { સુર સાથે}

૪) એ પ્રેમ છે…”મન”

૫) પ્રેમ ઉર્ફે ત્યાગ…”મન”

૬) તો બેધડક તું મારી પાસે આવજે…ઊર્મિબેન

૭) એમ પૂછીને થાય નહી પ્રેમ…તુષાર શુક્લ  { સુર સાથે}

 

 

અને હંમેશની જેમ મને મદદ કરતી મારી મિત્ર “મન”ની મુકુલ ચોક્સીની રચનાથી પ્રેરિત થઈ પ્રેમ પર જે રચના બનાવી છે તે પણ ખરેખર અદભૂત છે અને સાચું કહેજો મિત્રો જીવનમાં ક્યારેક તો આપને પણ આ રચનામાં લખી છે તેવી લાગણી થઈ હશે ખરુંને…

 orange-rose

સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા,

કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય,

એ પ્રેમ છે.

 

મંદિરમાં દર્શન કરતી વખતે,

કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,

એ પ્રેમ છે.

 

આખા દિવસનો થાક,

જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,

એ પ્રેમ છે.

 

માથું કોઈના ખોળામાં મૂકીને,

લાગે કે મન હળવું થઈ ગયું,

એ પ્રેમ છે.

 

લાખ પ્રયત્નો છતાં,

જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,

એ પ્રેમ છે.

 

આ વાંચતી વખતે,

જેનો ચહેરો આપની સામે તરવરે,

એ તમારો પ્રેમ છે.

3 Responses to “વેલેન્ટાઈન ડે…એ પ્રેમ છે…..”મન””

  1. વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો પણ જન્મદિવસ…પૂછુ રાધાને મીરાને એક વા Says:

    […] ૪) એ પ્રેમ છે…”મન” […]

    Like

  2. દક્ષેશ Says:

    very well said … પ્રેમ એવી અનુભૂતિ છે જેને જેટલા જુદા જુદા સ્વરૂપે વ્યક્ત કરો તોય સંપૂર્ણ રીતે ન વ્યક્ત કરી શકો. એમાંના થોડાક રૂપ તમે પણ વ્યક્ત કર્યા. સુંદર.
    મનના વિશ્વાસ બ્લોગને એક વર્ષ પૂરું થયું તે નિમિત્તે અભિનંદન.
    બ્લોગિંગ એક રીતે તો સ્વની યાત્રા છે, નિજાનંદનું માધ્યમ છે અને આપણા એ આનંદમાં બીજા સહભાગી બને તો સોનામાં સુગંધ. તમારી સાહિત્યયાત્રા તમને એ નિજાનંદની અનુભૂતિ કરાવે એવી હાર્દિક શુભેચ્છા.
    વળી તમે ઉલ્લેખ કર્યો છે તે મુજબ જો તમને મીતિક્ષા.કોમ પર મૂકેલી મારી કોઈ રચનાઓ તમારા બ્લોગ પર મુકવાની ઇચ્છા હોય તો most welcome. હું તો ગમતાંનો ગુલાલ કરવામાં માનું છું.
    મળતાં રહીશું.

    Like

  3. વિનય ખત્રી Says:

    આપની આ રચના ‘ગુજરાતી’ ગ્રૂપમાં કોઈ બીજાના નામે ચડી ગઈ છે!

    http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:334585

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.