Archive for the ‘વિડીયો’ Category

વિશ્વ માતૃભાષા દિન ૨૦૧૭….. ભાષા મારી ગુજરાતી છે…..

ફેબ્રુવારી 21, 2017

જય શ્રીકૃષ્ણ મિત્રો / વડીલો,

        આજે છે ૨૧મી ફેબ્રુઆરી. આજનો દિવસ તો ખરેખર બહુ જ રૂડો છે. કારણકે આજનો દિન વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવાય છે. અને એનો ઈતિહાસ પણ એટલો જ અનેરો છે… એ વાત છે ૧૯પ૨ની કે જ્યારે પાકિસ્તાને તેના તાબા હેઠળના પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં ઉર્દૂ ભાષાને ફરજીયાત બનાવી તેમને ઉર્દૂને માતૃભાષા તરીકે અપનાવવા ફરજ પાડી, ત્યારે તેના વિરોધમાં ત્યાંના બાંગ્લાદેશવાસીઓએ પોતાની માતૃભાષા બંગાળીના ગૌરવને જાળવવા લોક આંદોલન કર્યું. જેમાં તા.૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.  

        વળી આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ તો પણ એની સમૃદ્ધિની વાત જ ન્યારી છે, કેટ કેટલો શબ્દભંડૉળ છે એમાં, અને નીતનવાં શબ્દોથી એ સભર છે. અને આપણે ગુજરાતીઓ તો દેશના ખૂણેખૂણે ફેલાયેલા છીએ. અને તે સાથે આપણી ગુજરાતીને પણ ફેલાવીએ છીએ. કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને આટલું બધું ફરવા અને વસવાને કારણે ગુજરાતીમાં પણ નવા નવા શબ્દો બીજી ભાષાઓના સંપર્કમાં આવતા ઉમેરાય છે, અને માટે જ આપણા શબ્દકોષ ભગવદગોમંડલ ને આપણે વધુ સદ્ધર કરવા પ્રયાસ કરવો જોઈએ, જેથી આપણી ભાવી પેઢી માટે વધુ સારી ભાષાનો વારસો છોડી શકીએ.

        અને એક વાત મારા અનુભવે કહુ તો ભલે હું એક મેડીકલ અભ્યાસક્રમમાં છું અને જે પૂર્ણ પણે અંગ્રેજીમાં છે તેમ છતાં જ્યારે તેને સરળ રીતે અને એક ગુજરાતી લહેકા સાથે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવું છું ત્યારે તેની મજા કંઈક અનેરી જ હોય છે. જે કદાચ બીજી ભાષામાં એ અસરકારકતા આવી જ ના શકે. અને આ વાત મારા એ વિદ્યાર્થી મિત્રોએ જ મને કરી છે.

        તો આજના આ અવસરે ચાલો માણીએ આ રચના જે આપણી ગુજરાતી ભાષાના ગૌરવને વર્ણવે છે. તથા આ ગીતને વિડીયો સ્વરૂપે સાંભળવા માટે નીચે જુઓ.  અને આપ પણ આપના અમૂલ્ય  પ્રતિભાવો આપશો ને…      

images

માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે.

એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ,

ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

હાં મીઠા બોલા ગુજરાતી અમે, થોડામાં કહી દઈએ ઘણું,

ભૂલચૂક છે લેવી દેવી, ભૂલું ત્યાંથી ફરી ગણું,

અરે આવે કોઈ તો આવો કહીએ,  આવો, આવો આવો…

આવજો જ્યારે થાય વિદાય,

નામની પાછળ ભાઈ ને બહેન, માન દઈને બોલાવાય…

સંબોધનમાં સ્નેહ છલકતો, હેતભર્યું હરખાતી એ,

આપણા ગાંધીબાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

અ લે લે કાં ફાય્ટા નંઈ કાંય ? મગ ભર્યા છે મુંઢામાંય ?

મું પુસું અલ્યા ચ્યોંના દિયોર ? ચ્યોંથી આયા ને ચ્યોં હેંડ્યાં ?

ના હમજો ટો હુરટીમાં કેહું… હહરીના ટમે છો કંઈના ?

અચો અચો અપા કચ્છી માડુ… મીઠા માડુ…

રંગ ગજબ છે બોલીના,

બાર ગાઉએ બોલી બદલે..રૂપ અનોખા ધરતી એ,

કોને પડે એના કાળજા માથે, કામણ રૂડા કરતી એ,

હરખઘેલા ગુજરાતીના, હૈયામાં હરખાતી એ,

મીઠડા માડુ મીઠડી ભાષા, મધમીઠુ મલકાતી એ,

અષાઢી ધન ગરજે કદી.. હાં … ઝીણું ઝીણું ઝરમરતી એ,

ગરવા આ ગુજરાતની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે….

ભાષા મારી ગુજરાતી છે….

Advertisements

વિશ્વ માતૃભાષા દિન…મળે સુર જો મારો તારો…..

ફેબ્રુવારી 21, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી ફેબ્રુઆરી.આજે છે વિશ્વ માતૃભાષા દિન.સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા આ દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.દરેક ભાષાની સાથે એક આખો સમાજ,એક આખી અનોખી સંસ્કૃતિ તો ધબકતી હોય છે.આ ઉપરાંત એક અજોડ માનવવિશ્વ-અનુભવવિશ્વ પણ અસ્તિત્વ ધરાવતું હોય છે.અરે આપણા ગુજરાતમાં પણ જોઈલોને આમ તો ગુજરાતી જ પણ છતા પણ જુદા જુદા જિલ્લા પ્રમાણૅ ભાષા પણ બદલાય અને તેનો લહેકો પણ.જેમકે અમદાવાદની હોય કે પછી મહેસાણા કે સુરતી કે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષા.

આજે આ દિન નિમિત્તે યુનેસ્કોએ લુપ્ત થવાનો ભય છે તેવી ભાષાઓની યાદી તૈયાર કરી છે જેમાં સૌથી વધુ ૧૯૬ ભારતીય ભાષાઓ લુપ્ત થવાના આરે હોઈ પ્રથમ ક્રમે છે.આ માટૅ આપણૅ આપણી સંસ્કૃતિ ભાષાનું જતન કરવું જોઈએ અને આજકાલ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની જાણે ઘેલછા લાગી છે.હું એ નથી કહેતો કે સમાજમાં સ્પર્ધાના આ યુગમાં આપણૂં સંતાન પાછળ રહી જાય પણ એ પોતાની માતૃભાષાથી પણ આ મા ના પ્રેમથી વંચિત રહી જાય એ કેમ ચાલે.કમ સે કમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં હોવું જ જોઈએ.

ચલો એક વાત જ લઈ લો ને આપણી ગુજરાતી ભાષામાં કૌટુંબિક સંબંધોનું એક અનોખું માળખું છે.મમીની બેન માસી, અને પપ્પાની બેન તે ફોઈ, કાકાની પત્ની તે કાકી, અને મામાની વહું મામી.હવે આ ચારેય સંબંધો કેટલા જુદા જુદા છે અને આ ચારેય સંબંધોમાં લાગણીના તાણાવાણા,પ્રેમ અને ઉષ્માની સંવેદના એકબીજાથી સાવ જુદી જુદી.માસી કહેતા જે ઉષ્મા અનુભવાય તે મામી કહેતા અનુભવાય તેના કરતા સાવ જુદી જ હોય.હવે વિચારો આપણું સંતાન ૩ વર્ષની ઉંમરથી જ અંગ્રેજી માધ્યમમાં ભણે તે આ ચારેય સંબંધ માટે એક જ શબ્દ વાપરશે આન્ટી.હવે આપ જ કહો કે જન્મ થયો ત્યારથી જેના લાડ-દુલાર પ્રેમ પામેલા તે માસી અને ફોઈ પણ આન્ટી અને કાકાની જાનમાં જઈને અથવા મામાના વરઘોડામાં નાચીને લાવેલ કાકી કે મામી પણ આન્ટી.આ કહીને અંગ્રેજી ભાષાનું અપમાન નથી કરવા માંગતો પણ આપણી ગુજરાતી ભાષાના સંબોધનમાં પણ કેટલો પ્રેમ રહેલો છે તે જણાવવું હતું.જે સંવેદના તે બાળક ન સમજી શકે.

આવો જ કંઈક કિસ્સો ક્યાંક વાંચેલો કે જોયેલો જેમાં એક કાકા નાના બાળકોને વાર્તા કહેતા હતા.જેમાં બે ત્રણ બાળકો અંગ્રેજી માધ્યમના પણ હતા.હવે વાર્તામાં વશરામ કાકા છાનામાના રસોડામાં પહોંચી તપેલીમાં ચોંટેલો શ્રીખંડ ઉસેડી ઉસેડીને ટેસથી ચાટતા હતા એવી વાત આવેલી.હવે આ વાત તે અંગ્રેજીમાં ભણતા બાળકને કઈ રીતે સમજાવવી..? ચાટવાની ક્રિયાને તો  Suck અથવા lick એમ કહી સમજાવ્યા પણ તેમાં આ વાર્તામાં શું કહેવું Suck કે lick.તો પાછો સવાલ હતો કે ઉસેડી ઉસેડી એટલે.તો આ માટે તેમને ઉસેડવું એટલે To collect એમ સમજાવ્યું તો વળી સવાલ કે તો પછી બે વખત ઉસેડી ઉસેડી શા માટે.?અને આનો જવાબ આપવા તે કાકા અંગ્રેજીના શિક્ષક હોવા છ્તા પણ મૂંઝાઈ ગયા, તો એક બાળકે તો પૂછ્યું પણ ખરું કે બે વખત કલેક્ટ કરીને સક કરી ગયા.?.ત્યારે તેમણે હા કહી વારંવાર ક્રિયા થાય છે તેમ કહી વાર્તા આગળ ચલાવેલી.પણ મિત્રો વાત કેટલી સરળ હતી કે  શ્રીખંડ નામ માત્ર ચોંટેલો હોવા છતાં એ આંગળીની મદદથી વારંવાર એનો ટેસ કરતા હતા તે બીજા બાળકોને આસાનીથી સમજાઈ ગયું હતું.કહેવાનો આશય એટલો જ કે આપણી માતૃભાષાની તોલે તો બીજી કોઈ ના આવે અને આ દરેક વ્યક્તિ માટે લાગું પડે જ છે ફરક છે સમજવાની.

આજે આ પ્રસંગે આ ગીત નો વિડીયો દૂરદર્શન પર હું નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું અને આ ગીતમાં શબ્દો તો બહુ જ ઓછા છે પણ ગીત બહુ જ સુમધુર છે કે મળે સુર જો મારો તારો, બને આપણૉ સુર નિરાળો, પણ તેને ભારતની વિવિધ ભાષા અને પ્રાકૃતિક સૌંદર્ય અને ભારતના સારા કલાકારો પર ફિલ્માવવામાં આવેલ છે અને આજે જ્યારે ૧૯૬ જેટલી ભારતીય ભાષા લુપ્ત થવાના આરે છે ત્યારે આ રચના મૂકવાનું મન થયું.આશા છે આપને ગમશે અને આપ આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.

 


मिले सुर जो मेरा तुम्हारा,तो सुर बने हमारा,

सुर की नदीयां हर दिशा से बहते सागरमें मिले,

बादलों का रुप लेकर बरसे हलके हलके

मिले सुर जो मेरा तुम्हारा,तो सुर बने हमारा.

 

 

માફ કરશો કાલે આ પોસ્ટ મુકતો હતો ત્યારે વીજળી ચાલી ગઈ અને પછી આવી ત્યારે ફોન બંધ થઈ જતા ઈન્ટરનેટ ચાલું ન થતા આ પોસ્ટ તૈયાર હોવા છતા થોડી મોડી રજું થઈ.

માડી ધુપના ધુમાડે વહેલા આવજો …..અશ્વિન ગોહિલ

ફેબ્રુવારી 3, 2009

જય ખોડિયાર મિત્રો,

આજે છે મહા સુદ આઠમ.આજે આઈ શ્રી ખોડિયાર માતાની જન્મજયંતિ છે.તો આજે ખોડિયારમાના એક સ્થાનક વરાણા જે અમારા માદરે વતન સમીની પાસે જ ૫ થી ૬ કિમી દૂર આવેલ છે તેની વાત કરવી છે.અહીં પણ મહા સુદ આઠમનો મોટો મેળો ભરાય છે.અને આસપાસના ગામોમાંથી લોકો ચાલતા પણ માતાના દર્શનાર્થે આવે છે.હું પોતે પણ કેટલીયે વાર ચાલતા ગયેલ છું.અહીં માતાજીના મંદિરમાં જે ઘરમાં છોકરો આવે તે પ્રથમ બાળકની એક વિશિષ્ટ પ્રસાદી સ્હાની ( અસલમાં તો જો કે તેનું નામ બોલતા ફાવે પણ લખવું કેવી રીતે તે તો મને નથી આવડતું ) જે તલ અને ગોળ અથવા ખાંડ બંનેમાંથી બને છે.જેનો સ્વાદ ખરેખર અનેરો હોય છે અને એમાં પણ પ્રસાદ હોવાથી વધુ મીઠાશ ઉમેરાઈ જાય છે.લ્યો આ પોસ્ટ લખીને મૂકવાની તૈયારી કરતો જ હતો ત્યાં જ તેમની આ પ્રસાદી પણ આવી ગઈ ખરેખર માતાની કૃપા અનેરી છે અને કલ્પનાઓની દુનિયામાં હું ત્યાં જ પહોંચી ગયો માતાના ધામમાં.તો ચાલો એ બહાને આજે મા ખોડલનું આ એક ભજન પણ સંભળાવી દઉં.જેને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લઈ આપનો અભિપ્રાય કે અનુભવમાં અમને પણ સહભાગી કરશો તેવી આશા.

અહીં આ ફોટૉ વરાણાના મંદિરનો છે તથા બીજો ખોડિયાર માતાનો ફોટો ચોટિલા પાસે આવેલા માટેલ ગામનો છે.જેમાં એક માન્યતા પ્રમાણે ત્યાં નીચે પડેલા જારના પાનથી ગમે તેવા દર્દ દૂર થાય છે પણ તે ઝાડ પરથી પાન તોડવાની મનાઈ છેમાત્ર નીચે પડેલ પાનનો જ ઔષધ તરીકે ઉપયોગ થઈ શકે.

varana-mandir khodiyarma-matel

 

સ્વર :- ચંદ્રિકા ગોહિલ

સંગીત :- મનોજ વિમલ

 

ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.     ……(૨)

 

હે સોમલદેને માડી તમે બાળ એવો દીધો,

રા નવઘડ દીધો,કુળદીપક દીધો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

હે નવઘડના ભાલે માડી ચકલીરૂપે બેઠા,

ચકલીરૂપ લઈને,વરુડી થઈને,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

જાહલની મા તમે લજીયા રે રાખી,

સિંદમાં સુમરો રોળ્યો,તમે પલમાં માર્યો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

હે દલ ને દરિયામાં માડી છે રે અંધારું,

રુદિયે નામ તારું,’અશ્વિનને પ્યારું,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો.

 

ખોડલ ખબરૂ લેજો,અરધી ઉરમાં ધરજો,માવલડી,

હે માવલડી,તમે ધુપના ધુમાડે વહેલા આવજો,

હે માડી ધુપના ધુમાડે વહેલા આવજો…

……………………………………………………………………………………..

અને હા મિત્રો આ સાથે અહિં એક વિડીયોમાં પણ ખોડિયારમાનું ભજન છે.જે પણ આપ માણી શકશો.અને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો.


વિશ્વ એઈડસ દિવસ…हाथ से हाथ मिला…..જાવેદ અખ્તર

ડિસેમ્બર 1, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧લી ડિસેમ્બર.વિશ્વ એઈડસ દિવસ.આજથી ૨૦ વર્ષ પહેલા ૧૯૮૮માં વિશ્વના દેશોએ ગોળમેજી પરિષદ યોજેલી જેમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસને કારણે એઈડસ સંબંધિત જાગૃતિ માટૅ પહેલી ડિસેમ્બરે વિશ્વ એઈડસ દિવસ ઉજવવાનું નક્કિ થયેલ.અને આ રોગથી બચી શકાય છે.જરૂર છે સાવધાની અને સમજદારીની.અને એક દસને સમજાવે.

આ રોગ ફેલાયે છે મુખ્યત્વે નીચેના કારણોથી…

૧.અસુરક્ષિત જાતિય સંબંધથી

૨.ચેપી લોહી ચડાવવાથી

૩.ઈન્જેક્શન કે અન્ય ચેપી વસ્તુનો ઉપયોગ

૪.ઈન્જેક્શન દ્વારા નશીલી દવાઓના સેવનથી

૫.માતા દ્વારા ગર્ભસ્થ શિશુને.

એઈડસ જાગૃતિના પ્રતિકરૂપે રેડ રિબન વપરાય છે.અમેરિકામાં વિઝ્યુઅલ એઈડસ આર્ટિસ્ટના જુથ દ્વારા સૌ પ્રથમ એઈડસ જાગૃતિ માટે ઈ.સ.૧૯૯૧માં રેડ રિબનનો ઉદભવ થયો.અને આ રેડ રિબન દર્શાવે છે…

સંભાળ અને પ્રતિબદ્ગતા

આશા

વળી લાલ શુભ રંગ છે જે શુભપ્રસંગોમાં વપરાય છે

તો વળી ચેતવણી અને ભયસુચક પણ લાલ રંગ જ છે.

વળી લાલ રંગ લોહીનું પ્રતિક છે જે તેના ફેલાવાનું એક કારણ ઉપરાંત દર્શાવે છે કે તમે એની સાથે લોહીનો રંગ એક જ છે તો તેની સાથે ભેદભાવ રાખવાની જગ્યાએ તેમને પણ તમારો પુરતો સાથ અને પ્રેમ આપો.

આજે રજુ કરો છું એક ગીત જે નાકો દ્વારા હિન્દી ફિલ્મજગતના મોટાભાગના સિતારાએ ભેગા મળિ આ વિડિયોમાં કામ કરેલ છે અને મનના વિશ્વાસ પર સૌ પ્રથમ વખત વિડિયો રજું કરું છું આશા છે કે આપને આ ગમશે.તો આજના દિવસે આપ સર્વેને મારા તરફથી રેડ રિબન આપું છું.અને આપ પણ આ રોગ વિશેની માહિતી જેટલા લોકો સુધી પહોંચાડી શકો એટલી પહોંચાડશો તેવી આશા.

 

world-aids-day

 

સ્વર :- સોનુ નિગમ, શ્રેયા ઘોસાલ

સંગીત :- શંકર એહસાન & લોય

 

 

सुन हमसे क्या कहेता मन है,

ये जो धरती है, एक आंगन है,

सब लोग है अपने यहां,

कोई पराया है कहां,

तुं कौन है, पहेचान तु,

ईन्सान से मिल ईन्सान है तु,

हाथ से हाथ मिला, हाथ से हाथ मिला,

प्यार के फूल खिला, हाथ से हाथ मिला.

 

सुन कहेता क्या ये जिवन है,

ये जो धागा है, ये जो बंधन है,

धागा न तूटे प्यारका,

बंधन रहे ईकरारका,

हर मन यहां है चाहता,

कुछ दोस्ती, कुछ आस्था,

हाथ से हाथ मिला, हाथ से हाथ मिला,

प्यार के फूल खिला, हाथ से हाथ मिला.

 

जो भी मुस्किल है आसान हो,

सबके होठोंपे मुस्कान हो,

आंसु न हो और गम न हो,

कोई खुशी भी कम न हो,

मिट जाए सब मजबूरियां,

जो तु मिटादे दूरियां,

हाथ से हाथ मिला, हाथ से हाथ मिला,

प्यार के फूल खिला, हाथ से हाथ मिला……


%d bloggers like this: