Author Archive

ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ….. અદિતી સોની

માર્ચ 13, 2017

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજ ફાગણ વદ એકમ એટલે કે ધુળેટી. આમ તો આજનો તહેવાર એટલે રંગોનો તહેવાર. મેઘધનુષ્ય ના સાતેય રંગો પણ તો વરસાદના આગમન બાદ કેવુ સરસ રૂપ આકાશને અર્પી જાય છે. તેમ સંબંધોમાં પણ અવનવી યાદો, સ્મરણોના રંગો ઉમેરી એને પણ રંગીન બનાવી દઈએ. અને આજે બધા મતભેદ-મનભેદો ભુલાવી ચાલો ફરીથી એ સંબંધોને રંગીન યાદોથી ભરી દઈએ. રંગોતો માત્ર બહાનું જ છે ને ખરેખર એ તો એકબીજાને સાથે વીતાવવા. અને એટલે જ તો કહે છે ને કે “बूरा ना मानो होली है “ તો ચાલો આજે માણીએ આજના આ પાવન પર્વે આ સુંદર રચના…  

ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કાનો કાન પણ પડે ના ખબર કોઈને ના તો કહિએ.
વિસરી ને જગતની જંજાળ છાનામાના જઈએ,
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કેસુડાં પાસેથી લઈએ રંગ મજાનો કેસરી,
વાતો એટલી મીઠી કરીએ કે મોરી લાગે મીસરી.

પાન પાસેથી લઈએ રંગ મજાનો લીલો,
મોહક તો એટલા થઈએ કે ચાંદ પણ લાગે ફીકો.

સૂરજ પાસેથી લઈએ રંગ મજાનો સોનેરી,
મંજીલો ને પામતાં પામતાં યાદો લાગે અનેરી.

વાદળો પાસેથી લઈએ રંગ મજાનો વાદળી,
એક્મેકમાં ગુમ થતાં આજે જીંદગી લાગે ખાનગી.
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

તારાં જોડે વિહાર કરતાં ગગનમાં કાંઈ ભમીએ.
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૭….. शक्ति का नाम ही नारी है….. ઈન્દિવર

માર્ચ 8, 2017

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,

            આજ તો સૌથી પહેલા તો હુ એમ કહીશ કે કેટલા સમય પછી ફરી લખી રહી છું, અને એ પણ આજના આંતરરાષ્ટ્રીય મહીલા દિન ના પાવન પ્રસંગે. કહે છે કે નર અને નારી બંને એકબીજા વિના અધૂરા છે. અરે આજના યુગમાં સ્ત્રીને પુરૂષ સમોવડી બનાવવાની હોડ પણ ચાલે છે, પણ શું નારીને પુરૂષ સમોવડી બનાવવાની જરૂર છે ખરી ? સ્ત્રીને કોઈને સમકક્ષ ન બનતા એનું પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ હોવું જોઈએ. એક વાત જે કાજલ ઓઝા વૈદ્યએ કહેલ કે શું તમને પુરૂષ જેવી સ્ત્રી ગમશે? ચોક્ક્સ નહી જ કારણકે જે સ્ત્રી પાસે છે એની પૂર્તિ પુરૂષ ક્યારેય ના જ કરી શકે, અને એવી જ રીતે પુરૂષની પણ એક આગવી ઓળખ છે. પુરાણોથી સ્ત્રીને ખુદ ભગવાને પણ આગળ સ્થાન આપેલ છે અને તેથી જ તો આપણે સૌ રાધાકૃષ્ણ કે સીતારામ કહીએ છીએ. અરે ખુદ શંકર ભગવાને પણ અર્ધનારેશ્વરનું રૂપ ધરેલ છે, તો વળી મહાકાલીને શાંત પાડવા ખુદ તેઓ એમના પગમાં પડેલ છે. અરે કેટલીયે રાક્ષસી શક્તિનો અંત સ્ત્રીશક્તિએ જ કરેલ છે.  કદાચ દરેક સંવેદના, લાગણી એમાં ભરપુર ભરેલ છે, તો વળી સમય આવ્યે એ એટલી કઠોર બની આખા વિશ્વની સામે લડી શકે છે. અને એમ કહું તો અતિશયોક્તિ નહી કહેવાય કે નારી ક્યારેય અબળા રહી જ નથી તે તો સબળાથી પણ બે ગજ ચડે તેવી છે. અને કદાચ શબ્દો પણ  તેને વર્ણવવા અધૂરા લાગે. તો વધુ ના કહેતા આજના આ દિવસ પર હુ એક ગીત મુકી રહી છુ જેમા નારીની શક્તિને ઉજાગર કરી છે. અને જે આપ સૌને હિંમત અર્પે અને સ્થાપિત કરે છે કે નારી સર્વશક્તિમાન છે. તો આશા છે કે આપ સર્વેને ગમશે… આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ.

कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I

जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II २ II

कोमल है कमज़ोर नहीं तू I

 

सतियों के नाम पे तुझे जलाया I

मीरा के नाम पे ज़हर पिलाया II २ II

सीता जैसी अग्नि परीक्षा, जग में अब तक जारी है I

कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I

जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

 

फिल्म हुनर में दिल दिमाग में किसी बात में कम तो नहीं II २ II

पुरुषों वाले सारे ही अधिकारों की अधिकारी है I

कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I

जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

 

बहुत हो चुका अब मत सहना तुझे इतिहास बदलना है II २ II

नारी को कोई कह ना पाये अबला है बेचारी है I

कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I

जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

 

कोमल है कमज़ोर नहीं तू,  शक्ति का नाम ही नारी है I

जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है II

कोमल है कमज़ोर नहीं तू I

નૂતનવર્ષાભિનંદન ૨૦૭૧. હરિ, દિવાળી કરી ?…… રવિન્દ્ર પારેખ

ઓક્ટોબર 24, 2014

રાધેકૃષ્ણ મિત્રો,

          આજે શરૂ થઈ ગયું નવું વિ.સં ૨૦૭૧. આજના આ શુભ દિવસ પર ઘરે ઘરે દીવા પ્રગટ્યાં હશે. અને ઘરમાં રોનક રોનક હશે. છતાં પણ આજની દિપાવલીમાં કાંઈક ખૂટે છે, પહેલા કરતાં હવે દિવાળીમાં એટલી મજા નથી આવતી. આ વાત લગભગ ઘણા બધાના મનમાં સતાવતી હશે, ખરું ને ! હા What’s App, Facebook, Email કે Internetની મદદથી આપણે સૌ એકબીજાની નજીક આવ્યા હોય એવું જરૂર લાગે છે પણ કદાચ એ વખતની જે લાગણીઓની સરવાણી વહેતી હતી કદાચ તે ખૂટે છે. પહેલા ખાસ આ દિવાળી કે નવા વર્ષમાં એકબીજાને મળવા એમના ઘરે જતાં, કેટલીયે વાતો વાગોળતા અને સાચે જ તહેવાર મનાવ્યાની લાગણી અનુભવાતી. આજે કદાચ ઉપરના માધ્યમોથી બધાને શુભેચ્છાઓ તો પાઠવી દઈએ છીએ પણ કદાચએ અંતરના ઉમળકા કરતા માત્ર વ્યવહાર સચવાતો હોય એવું લાગે છે. હમણાં જ મને એક સંદેશો મળેલો કે

          એક મિત્રએ તેના મિત્રને મેસેજ કર્યો કે મને અકસ્માત થયો છે અને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. તો વળતા જવાબમાં મિત્રે વાંચ્યા પણ વગર જવાબ મોકલી દીધો કે તમને અને તમારા પરીવારને પણ મારા તરફથી નૂતનવર્ષાભિનંદન.  

          આ તે કેવી ઉતાવળતા કે પછી જે સંદેશાવ્યવહારના સાધન છે તે સંદેશાઓથી પણ માનવ કંટાળી માત્ર ફોર્માલીટી નિભાવે છે. ચાલો આ વર્ષે આપણાં ફોનમાં રહેલાં નંબર તપાસીએ અને એમાંથી જેની સાથે ઘણા સમયથી વાત પણ નથી થઈ એ સર્વેને યાદ કરીએ. બસ એમ જ કાંઈ પણ કારણ કે સ્વાર્થ વીના. અને આપને જે અનુભવ થાય કે લાગણી અનુભવાય એ અમારી સાથે પણ આ મનનો વિશ્વાસમાં પણ વ્યક્ત કરશો ને ! ચાલો આ સાથે આજના પાવન પર્વે માણીએ કવિશ્રી રવિન્દ્ર પારેખની આ રચના. અને અમારી બનાવેલી આ રંગોળી અને પૂછીએ શ્રી હરિને કે હરિ, દિવાળી કરી ? …. અને આપનો અમૂલ્ય પ્રતિભાવ પણ જરૂરથી આપશો.      

 

 Rangoli

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

કેવો રે પતંગ !…

જાન્યુઆરી 14, 2013

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે ૧૪મી જાન્યુઆરી. અને આજ નો દિવસ એટલે મકરસંક્રાતિ અને વળી આજના દિવસે સુરજ દાદાનો પણ મકરરાશિમા પ્રવેશ થાય છે એટલે કે ઉત્તરાયણ. આજનો  દિવસ સૌ કોઇ નાના મોટા સાથે મળી અનેરા ઉમંગથી મનાવે છે. અને આજે તો જાણે આકાશ રંગબેરંગી પતંગથી છવાઈ જાય છે.

        લઇ ફીરકી દોર પતંગ,

        ચડી અગાસી ઉડાઈ પતંગ

        મન મે ભરી કઇ ઉમંગ,

        ખાયે ઉંધિયું જલેબી સંગ,

        ચિક્કી, તીલ કે લાડુ ભી હો સંગ,

        ના હો જાય કોઈ દોર તંગ,

        મનમિત મિલ જાયે સબ સંગ,

                તો આ નાની એવી મારી રચનાની સાથે સાથે આપણે માણીએ આ એક બાળગીતને પણ. જે ‘બાલમૂર્તિ’ સામાયિક જાન્યુઆરી-૨૦૧૨ માંથી સાભાર લેવામાં આવ્યું છે.તો આશા છે કે આપ સૌને આ ગમશે, આપના પ્રતિભાવની અપેક્ષા સહ.

 

735025_389166304510978_251624186_n

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

વિશ્વાસનો ધબકાર…અનાયાસ ઝિંઝુવાડીયા “આંશિક”

જૂન 21, 2011

રાધેકૃષ્ણ મિત્રો / વડીલો,

                         આમ તો આજે બહુ વહેલી છુ પણ આ રચના પૂર્વસૂચિત કરેલ છે એટલે જ્યારે આપ આ વાંચી રહ્યા હશો ત્યારે હશે ૨૧મી જૂન. એટલે કે વિશ્વ સંગીત દિવસ અને સાથે સાથે આ બ્લોગના રચયિતા અને આપ સૌના હિતેશ “વિશ્વાસ”નો પણ જન્મદિન છે. તો આજે આ ખાસ પોસ્ટ વિશના જન્મદિવસની ભેટરૂપે અર્પણ થઈ શકે તે માટે ખાસ આજે સમય લઈને આજના દિવસે રજૂ થાય એવી ગોઠવણ કરેલ છે.બસ અનાયાસે  જ અનાયાસ ઝિંઝુવાડિયાના બ્લોગ સમન્વય પર એકવાર જઈ ચડ્યા અને તેમની આ રચના ખૂબ પસંદ આવી તો આજના દિને આ રચના ખાસ વિશ અને આપ સૌને માટે… આશા છે કે આપ સૌને ગમશે અને આપના અભિનંદન અને અમૂલ્ય અભિપ્રાયોની આશા સાથે….

 

આંખોના પલકારે આજે આંસુ વેદના બની છલકાય છે,

પળ-પળના ધબકારે આજે તો સ્નેહના સ્પંદન વિખરાય છે.

શ્વા્ચ્છોશ્વાસે હવે આજે એક જ ઝંખના ઉત્પન્ન થાય છે,

મુકું તારા હોઠોએ સ્મીત એવા રમતા કે મનડું હવે તો તારૂં  સ્નેહમાંજ મલકાય છે.

 

વિરહના કાળજા તારા-મારા આજે તો જોઇ ,

ક્યારેક તો હદય પણ ધબકાર ચૂકી જાય છે.

હાથમાં હાથ નાખી આજે જીદંગીની નવી રાહે નીકળતા,

સમયના સાત સમુદ્રની રેખા આજે વચ્ચે ખેંચાય છે.

 

જુએ છે દુનિયા આજે અનંત પ્રેમ તારો-મારો,

તોયે પળે-પળે સંબંધોના આજે પારખા થાય છે.

કોમળ હદય આજે તો તારૂં-મારૂં ખાલી ભૂખ્યું છે પ્રેમનું,

ન જાણે કેમ તોયે આજે લાગણીઓ મૂંઝ્વણ બની છલકાય છે.

 

મળવાને હદય તારા આજે,

હદયતો મારૂં પણ થનગન થાય છે,

દૂરીના દરીયાને પ્રેમની નાવડીમાં ઓળંગવા જતા મનડું આજે,

ક્યાંક જીદંગીના વમળમાં ગોથા ખાય છે.

 

ભલે સક્ષમ નથી આજે લાગણીઓ સમક્ષ તારી રજૂં કરવા હું,

પણ કહું શું તને કે આજે તો મારી ઊર્મીઓ પણ જુદા આકારે પ્રગટ થાય છે.

વિશ્વાસ મારો કહે છે આજે ખબરતો તને પણ હશે કે,

ધબકાર  જ્યારે ત્યાં થાય છે ત્યારે અવાજ તો અહીં પણ સંભળાય  છે.

ડો.હિતેશ “ વિશ” નો જન્મદિન….. जाता मैं जाता कहा…..

જૂન 21, 2010

રાધેકૃષ્ણ મિત્રો,

 

આજે તો ઘણા સમય બાદ આપ સૌને મળવા આવી છું. ઓળખી મને. હા મનનો વિશ્વાસ ની મન‘. પણ આજે ખાસ તો હું મારા મિત્ર વિશ અને આપના ડો.હિતેશ માટે આવી છું. જાણો છો મિત્રો આજ છે ૨૧મી જૂન. એટલેકે મારા વિશનો જન્મદિન. અને દર વર્ષે હું તેને મારી એક રચના અર્પણ કરતી જ હોઉં છું. વળી આ સમયગાળામાં જ તે ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે અને અત્યારે તો તે ૧૨માં પછીના મેડિકલ અને પેરામેડિકલ ના પ્રોફેશનલ એજ્યુકેશન કોર્સની એડમિશન પ્રક્રિયાની વધારાની કામગીરીમાં પણ ગૂંથાયેલા છે જેથી કદાચ આપ સૌને નથી મળી શકતા તો તેમના વતી હું ક્ષમા પ્રાર્થી છું.અને તેમને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે જ આ રચના લઈને આવી છું, જે આમ તો વિશને ક્યારનીયે આપી હતી પણ તેણે આ પ્રદર્શિત નહોતી કરી અને વળી આ રચના મારી નથી પણ હા તેના ભાવ જરૂર અનુભવી શકાય તથા આ રચનાનું આધ્યાત્મિક મૂલ્ય પણ છે તથા કોઈના પ્રત્યેના પ્રેમ ના બંધનનું પણ છે, આશા છે કે આપને પણ આ પસંદ આવશે. 

વળી આજે છે વિશ્વ સંગીત દિન પણ, તો આ રચના આપ સૌને સાંભળવા પણ મળૅ તેવી વ્યવસ્થા કરી છે તો સુલભગુર્જરીની મુલાકાત લેવાનું ચૂકતા નહી.વળી આજે તો વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ પણ છે.આજે સાડા તેર કલાકનો દિવસ અને સાડા દસ કલાકની રાત્રી છે. તો આ લાંબા દિનનો લાભ લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન  અને વિશનું ગમતું ગીત तेरा मुजसे है पेहले का नाता कोई પણ જરૂરથી માણજો, અને આપના આશિર્વાદ અને શુભકામનાના બે શબ્દો વિશને જરૂરથી આપશો. તો ફરી વિશને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

 

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

तेरे सिवा ना कोई मेरा यहां

तेरे सिवा ना कोई मेरा यहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

भटका हुआ था, खोया हुआ था,

अंधेरी दुनियामें सोया हुआ था,

भटका हुआ था, खोया हुआ था,

अंधेरी दुनियामें सोया हुआ था,

अनाथ था तुने बेटा कहा,

बांहे बरसाऍ जहां आजा यहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

तेरे सिवा ना कोई मेरा यहां

तेरे सिवा ना कोई मेरा यहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

आंसुं ये मेरे बोंछे ना कोई,

दर्दो को मेरे सोचे ना कोई,

आंसुं ये मेरे बोंछे ना कोई,

दर्दो को मेरे सोचे ना कोई I

मेरे सब दर्दो को सहता रहां,

मेरे सब दर्दो को सहता रहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

तेरे सिवा ना कोई मेरा यहां

तेरे सिवा ना कोई मेरा यहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

दुनिया में मैने ठोकर है खाई,

करूणा ये तेरी मैने है पाई I

दुनिया में मैने ठोकर है खाई,

करूणा ये तेरी मैने है पाई I

साथ में तु हर दम रहता रहां

साथ में तु हर दम रहता रहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

 

तेरे सिवा ना कोई मेरा यहां

तेरे सिवा ना कोई मेरा यहां I

जाता मैं जाता कहा ?

तूं ही है मेरा जहॉं II

સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ…સુલભગુર્જરી…..”મન”

જુલાઇ 28, 2009

રાધેકૃષ્ણ મિત્રો,

કેમ છો મિત્રો અને વડીલો? આજે બહું ખાસ દિન છે આજે છે મનના વિશ્વાસની સુરમય આવૃતિ સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ.આમ તો કોમ્પ્યુટર અમારા ગામમાં ઈન્ટરનેટની સુવિધા સાથે સુલભ નથી જ.પણ આજના ખાસ દિવસ માટે આગોતરા પ્લાન સાથે બહાર જઈને પણ આજના દિવસની પોસ્ટ રજુ કરી વિશને સરપ્રાઈઝ ભેટ સ્વરૂપે મારી આ સ્વરચિત કૃતિ અર્પણ કરું છું, હા તેમાં ઘણી ભૂલો હશે અને છંદોબદ્ધ તો નથી પણ દિલથી શુભેચ્છા સાથે આ રજું કરું છું, અને આગળ પણ સુલભગુર્જરી નવી નવી માહિતી સુર સંગીત સાથે આપણને પુરી પાડતી રહે. આશા છે આપને આ સ્વરચિત કૃતિ ગમશે,અને આપનો અનુભવ સુલભગુર્જરી સાથે કેવો રહ્યો તે પણ જરૂરથી જણાવશો,આપના મંતવ્યની હંમેશા પ્રતિક્ષા રહેશે…

સુલભ તણી મળી ગુર્જરતા,મળ્યો સુલભ માર્ગ અમોને સુલભગુર્જરી તણો,

કરાવ્યો પરિચય કવિ તણી કવિતાઓનો સુલભગુર્જરીએ,

કરી ઉજવણી એ કવિવરના જ્ન્મદિન અને પુણ્યતિથિની સુલભગુર્જરીએ,

કર્યો શુભેચ્છાઓ તણો વરસાદ સરળતાથી સુલભગુર્જરીએ,

કરાવી વીર તણી વીરોની સ્વતંત્રતાની યાદો સુલભ સુલભગુર્જરીએ,

સાથે કર્યા માહિતગાર અને બની વિવિધ આરોગ્યદિનોની માહિતી સુલભ સુલભગુર્જરીએ,

શબ્દને સુર સાથે મઢીને શણગારી ગુર્જર ગીત કર્યા સુલભ સુલભગુર્જરીએ,

આણી જેણે સુલભતા અને બન્યું સુલભ એવી આ સુલભગુર્જરી,

પા પા પગલી કરતા બની એક વર્ષની સુલભગુર્જરી,

આવી સુલભ્ય સુલભગુર્જરીના જન્મદિન પર “મન-વિશ”ની દિલથી શુભેચ્છાઓ સુલભ.