પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રેવીસમો અધ્યાય અને ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની આઠમ તો આ વદ ૮ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રેવીસમો અધ્યાય અને ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા…..

 

અધ્યાય ત્રેવીસમો : ચિત્રબાહુ રાજાનું આખ્યાન

AM (25)

દ્રઢધન્વા રાજાએ વાલ્મીકિને પૂછ્યું : “હે દીન વત્સલ ! શ્રી પુરૂષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે ? આપ કૃપા કરી એ મને કહો.”

વાલ્મીકિ બોલ્યા : “હે રાજાઓમાં સિંહ સમાન રાજા ! દીપદાનના ફળને જાણવા માટે એક કથા કહું છું. પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. તેનાથી પાંચ પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે.”

સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો. બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય કામક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો. તેની પત્નીનું નામ ચિત્રકળા હતું. રાજા ચિત્રબાહુ યુવાન હોઈ એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રીકૃષ્ણ સિવાય બીજા દેવને (શ્રેષ્ઠ તરીકે) જાણતો જ ન હતો.

એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને જોયા. વિધિ પ્રમાણે પૂજા કરી બેસવા આસન આપ્યું અને પછી વિનયથી નમ્ર થઈ તેણે એ ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું :

“આજે મારો જન્મ સફળ થયો છે. રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો. મારી ઈચ્છા વનમાં જઈ પ્રભુ સ્મરણ કરી જન્મારો સુધારવાની છે. તો આપ મારા પર કૃપા કરો.”

અગસ્ત્ય બોલ્યા : “હે ચિત્રબાહુ ! તું ધન્યવાદને પાત્ર છે. તારી પ્રજા ભાગ્યશાળી છે, જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. હે રાજન ! હું તને આજ્ઞા આપું છું તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી. બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાઓ.” ઋષિએ તેની પત્ની ચંદ્રકળાને પણ આશીર્વાદ આપ્યા.”તારું સૌભાગ્ય સદા અખંડ રહો. શ્રીકૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાઓ.”

ત્યારે ચિત્રબાહુ બોલ્યો : “હે મહર્ષિ ! આપ ત્રિકાળજ્ઞાની છો. તો મને જણાવો કે આ વૈભવ, ધન-સંપત્તિ, પતિવ્રતા નારી કયા પુણ્યબળે પ્રાપ્ત થયા ?”

અગસ્ત્ય બોલ્યા : “હે રાજન ! તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર મેં જોઈ લીધું છે. તું પૂર્વ જન્મમાં મણિગ્રીવના નામે શુદ્રજાતિમાં જન્મેલ. તારી પત્ની જે અત્યારે છે તે સુંદરી મન, વચન, કર્મથી પતિ સેવામાં જ તત્પર ધર્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી. તું તો પાપકર્મો કર્યા જ કરતો હતો. તેથી તારાં સગાંસંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા પર ક્રોધે ભરાયેલા રાજાએ તારું સર્વ ધન લઈ લીધું. જેથી નિર્જન જંગલમાં જઈ ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો અને હે રાજા ! પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો.”

એક વખત તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતાં બેભાન થઈ ઢળી પડ્યા. તેં એમને જોયા એટલે તું એમને ઉપાડીને તારા આવાસે લઈ આવ્યો.તમે બંને પતિ-પત્નીએરાતભરજાગી તે મુનિની સેવા કરી.

બ્રાહ્મણ ઉગ્રદેવ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પત્ની સહિત મણિગ્રીવે એ શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરતાં વિનયપૂર્વક કહ્યું :”હે બ્રાહ્મણ ! આપનાં દર્શનથી જ મારાં પાપ નાશ પામ્યા છે. મારા પર કૃપા કરી આ ફળનો આપ સ્વીકાર કરો અને અમને પતિ-પત્નીને આપ કૃતાર્થ કરો.”

ઉગ્રદેવ બોલ્યા : “હું તને ઓળખતો નથી.”

“હું મણિગ્રીવ નામે શુદ્ર છું. કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે.” એમ કહી તેણે એ મુનિગ્રીવને વિનવીને પોતનાં કર્મોના ઉગ્ર પરિણામ રૂપ પોતાનું વૃતાંત કહેવા માંડ્યું.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“ચિત્રબાહુ રાજાનું આખ્યાન” નામનો ત્રેવીસમો અધ્યાય સંપૂર્ણ.

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ગંગાસ્નાનનું ફળ

gangasnan

ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે. કર્મકાંડ કરે અને જરૂરિયાતવાળાને વ્યાજે પૈસા પણ ધીરે. એને એક દીકરો. દીકરાનું નામ દેવશર્મા. દીકરાના લગન થઈ ગયેલાં પણ વહુ મોટે ભાગે પિયરમાં જ રહે. એમ કરતાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું : “બેટા ! હવે પુરૂષોત્તમ માસ ચાલુ થશે, આ આખો મહિનો મારે કર્મકાંડ, કથા-વાર્તા કરવા પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવું પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવુ પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરૂષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકુટ ન રહે અને નિરાંતે ધર્મધ્યાન થાય.” દીકરો તો ઊપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હતો. ઊભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઊભો પાક ચરતી એક ગાય ઉપર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ ચરી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે ?

દેવશર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતાં જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા. ડોળા ઊંચે ચડી ગયા. મરતાં પહેલાં ગાયે દેવશર્માને શ્રાપ આપ્યો કે “બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી તેથી તું ગધેડો બનીને ભટકીશ.” શ્રાપ સાંભળતાં જ દેવશર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. ત્યારે ગાય બોલી : “તારી વહુ પુરૂષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગાસ્નાન કરે એ પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય.”

આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવશર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને વાત કરી.વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એણે પુરૂષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરે. કથાવાર્તા સાંભળે પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય. ગામ આખું દાંત કાઢે. વહુની ઠઠ્ઠા-મશ્કરી કરે, પણ વહુને તો એ ભલી અને એનો ગધેડો ભલો.

લોક-લાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યુ. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો એટલે વહુએ પુરૂષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગાસ્નાનના પ્રભાવે દેવશર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો.

ત્યારબાદ પતિ-પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા.

ગંગાજળ સમાન જળ નહીં, ધુએ સર્વના પાપ,

પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ.

          હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ભગીરથીમાં સ્નાન કરનાર સૌને ફળજો.

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

કારેલામાં કૃષ્ણ જોયા

મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે, મેં તો બટાકામાં બટુક જોયા રે,

મેં તો પાપડીમાં પ્રિતમ જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

મેં તો કોબીજમાં કાનજી ને કંકોડામાં કાળિયો,

પરવળમાં પરમેશ્વર જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

મેં તો સૂરણમાં સારંગપાણ ને શક્કરિયામાં શામજી,

રતાળામાં રણછોડ જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

મેં તો તુરિયામાં ત્રિકમ ને ગલકામાં ગોવિંદ,

વટાણામાં વિઠ્ઠલ જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

મેં તો ભીંડામાં ભમતા ને ગવારમાં ઘૂમતા,

રવૈયામાં રમતા જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

મેં તો મરચામાં મોહન ને લીમડામાં લાલજી,

આદુમાં અલબેલા જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

મેં તો ધાણીમાં ધરણીધર ને મોગરીમાં મોરારી,

ભાજીમાં ભૂદર જોયા રે… દૂધીમાં દીવા બળે રે.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રેવીસમો અધ્યાય અને ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: