પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચૌદમો અધ્યાય અને તાવડી તપેલીની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની ચૌદસ તો આ સુદ ૧૪ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચૌદમો અધ્યાય અને તાવડી તપેલીની વાર્તા…..

 

અધ્યાય ચૌદમો : દ્દઢધન્વાના પુનર્જન્મની કથા

dradhdsudev

શ્રી નારાયણ બોલ્યા : “ નારદ ! એ રાજા એમ ચિંતાતુર બની ઉદાસીમાં ડૂબી ગયો હતો. એક વખત તેને ઘેર વાલ્મીકિ ઋષિ પધાર્યા. રાજા ભક્તિ સહિત તેમનાં ચરણોમાં નમી પડ્યો. તેણે ઋષિને પ્રણામ કર્યાં, તેમના ચરણકમળ ધોઈ પૂજા કરી, તેમને ઉચ્ચ આસને બેસાડ્યા અને સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું.

દ્રઢધન્વા બોલ્યો :  “હે ભગવન ! આજે આપના દર્શનથી  મારો જન્મ સફળ થયો છે. ખરેખર, મારાં ભાગ્ય મોટાં છે કે આપ જેવા મુનિનો સત્સંગ મને પ્રાપ્ત થયો.”

શ્રી નારાયણ બોલ્યા : “ મુનિશ્રેષ્ઠ વાલ્મીકિને એમ કહી રાજા બોલતો બંધ થયો. પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકિ પણ તેની આગતા-સ્વાગતાથી ખૂબ પ્રસન્ન થયા. પણ રાજાને ચિંતામગ્ન જોઈને તે બોલ્યા : “હે શ્રેષ્ઠ રાજા ! ધન્ય છે. તારાં વાણી, વિવેકથી હું પ્રસન્ન થયો છું. પણ મને લાગે છે કે તું કોઈ મોટી ચિંતામાં છે. તારા મનમાં જે કાંઈ હોય તો હે મહાબુદ્ધિમાન ! તે તું મને વિના સંકોચે કહે.”

દ્રઢધન્વા બોલ્યો :  “આપનાં ચરણકમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે. રાજપાટ, હાથી, ઘોડા, સેના, ચાર પરાઅક્રમી પુત્રો, સર્વ લક્ષણા સુંદર પત્ની બધું જ છે. પરંતુ એક જંગલી પોપટના મુખેથી નીકળેલા વચનો મને સાલ્યાં કરે છે. તે વિષેનો સંશય આપ દૂર કરો. એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં એ મારી સામે મોઢું કરી, એક શ્ર્લોક બોલ્યો.

 “વિદ્યમાનતુલ સુખ મા ભોક્યાતીવ ભૂષમલેન I

ચિનાયસિ તત્યં ત્વં તન કથાં પારમેશ્યસિ II

                 હે મુનિ ! મને જોઈને એ પોપટે આવી શ્ર્લોકવાણી શા માટે કરી ? તે હું એ સમજી શકતો નથી. એ પોપટની વાણીથી મારું મન બેચેન બની ગયું છે અને એ જ ચિંતા મને કોરી ખાય છે. વળી, મને  એ વાતનું પણ આશ્ચર્ય થાય છે કે મારા એવા ક્ય પુણ્યબળનાલીધે હું આ સુખ-વૈભવ પામ્યો છું. આપ મારો સંશય દૂર કરવા શક્તિ માન છો, તો મને બધું જણાવો.”

રાજાનું એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકિએ ધ્યાનમગ્ન બની ભૂત, ભવિષ્ય, વર્તમાન જે કંઈ છે એ બધું હાથમાં રહેલા આમળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું ને પછી હૃદયમાં નિશ્ચય કરી રાજાને કહ્યું :” હે શ્રેષ્ઠ રાજા ! તારા પૂર્વજન્મનું ચરિત્ર સાંભળ. હે રાજેન્દ્ર ! પૂર્વજન્મમાં તું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામે બ્રાહ્મણ હતો.ને તામ્રવર્ણી નદીના કિનારે રહેતો હતો. તું ધાર્મિક, સત્યવાદી અને ધાર્મિક વૃતિવાળો વેદપારંગત અને જે મળે તેમાં જ સંતુષ્ટ રહેનારો હતો. તેં અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રીહરિ વિષ્ણુને પણ સંતુષ્ટ કર્યા હતા.

તારી પત્ની પણ ઉત્તમગુણોવાળી અને સુંદર હતી. તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ ગૌતમી હતું. ગૌતમી પ્રેમથી પતિ સેવા કરતી હતી. તે જ પ્રમાણે ધર્મપૂર્વક તું વર્તતો હતો. એ રીતે ઘણો લાંબો કાળ વીતી ગયો છતાં તને કંઈ સંતાન થયું નહિ.

એક વખતે તું આસન પર બેઠો હતો. તારી પત્ની સેવા કરી રહી હતી. ત્યારે તેં પત્ની પ્રત્યે આ વચન કહ્યું : “ઓ સુંદરી ! સંસારમાં પુત્રથી અધિકબીજું કોઈ સુખ નથી. તપ-દાનથી ઉત્પન્ન થયેલ પુત્ર જ પરલોકમાં સુખ આપે છે. સંતાન વગરનોસંસાર સ્મશાનવત છે. પણ હું સંતાન પ્રાપ્ત ન કરી શક્યો એટલેમને હવે જીવવાનું નકામું લાગે છે. એટલે હવે હું મૃત્યુંની ઈચ્છા રાખું છું.”

પતિનાં આવાં નિરાશાજનક વચનો સાંભળી ગૌતમીને ઘણું દુ:ખ થયું. તે ઘણી જ જ્ઞાનીઅને પતિ ઉપરના પ્રેમથી તરબોળ હતી. તે ધીરજવાળી હતી તેથી પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી.

ગૌતમીએ કહ્યું : “હે પ્રાણેશ્વર ! આવા તુચ્છ વાક્યો તમે ન બોલો. તમે જ્ઞાની અને વિદ્વાનછો. તમારા જેવા વૈષ્ણવ શૂરવીરના મુખમાં આવાં વચનો શોભતાં નથી. તમે હંમેશા સત્યધર્મમાં તત્પર રહી, એના બળે સ્વર્ગ જીત્યા છો, જો તમને પુત્રની ઈચ્છા હોય તો શ્રી જગન્નાથની ભક્તિપૂર્વક આરાધના કરો. તે તમારા કષ્ટોને દૂર કરશે. જે ભગવાનનું આરાધન કરી પૂર્વે કર્દમઋષિએ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય યોગીઓમાં શ્રેષ્ઠ તેવા પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા.”

ધર્મપત્નીનું એવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણિ સુદેવે એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રવર્ણી નદીના કિનારા પર તે ગયો. ત્યાં જઈ તેણે સૂકાં પાંદડાં અને જળૅનો આશરો લઈ મહાભયંકર તપ આદર્યું. આરીતે તપ કરતાં તેને ચાર હજાર વર્ષ વીતી ગયાં.

તપના ભંડાર એ સુદેવના તપથી ત્રણે લોક કંપવા લાગ્યા. ત્યારે ભક્તવત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યં પ્રગટ થયા.

નવા મેઘ જેવા શ્યામ, પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી ચાર ભુજાઓથી યુક્ત જણાતા એ મુરારિના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યાં.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“દ્દઢધન્વાના પુનર્જન્મની કથા” નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

તાવડી તપેલીની વાર્તા

tavdi ntapeli

એક નગરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી વસે. બંને ઘણાં ધર્મિષ્ઠ અને સંતોષી જીવ. સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા. દીકરીઓતો પરણીને સાસરે ચાલી ગઈ. દીકરા નાના હતા. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી તેથી કામ કરતાં થાક લાગે. રાંધવા-છંધવાની કડાકુટમાં કથા-વાર્તામાં જવાય નહી.

એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી વિચારવા લાગી કે પ્રભુએ રાંધવાની ચિંતા નઆપી હોત તો નિરાંતે પ્રભુભક્તિ કરત. આ રાંધવાની લપમાં અર્ધો દિ’ બગડે છે. દેવ-દર્શને જવાતું નથી. પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ.

બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતે સપનામાં દર્શન દઈને કહ્યું કે “સવારે તને દેવતાઈ તાવડી-તપેલી મળશે. તાવડીમાં તાવેથો ફેરવીશએટલે ઉના ઉના રોટલા મળશે અને તપેલીમાં કડછી હલાવીશ એટલે મેવા-મીઠાઈ મળશે, પણ આ વાત તું કોઈને ન કહેતી.”

સવારે દેવતાઈ તાવડી-તપેલી મળતાં બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. રાંધવાની લપ ગઈ. પ્રાત:કાળે ઊઠીને નદીએ નહાવા જાય. વાર્તા સાંભળે, દેવદર્શન કરે, કથા સાંભળેને છેક બપોરે ઘેર આવે. તાવડીમાં તાવેથો ફેરવે, એટલે ઉના ઉના રોટલા મળે અને તપેલીમાં કડછી ફેરવે એટલે મેવા મીઠાઈ મળે.

બ્રાહ્મણ-બ્રાહ્મણી નિરાંત જીવે પ્રભુભજન કરે છે, પણ છોકરાઓને નવાઈ લાગી કે મા આટલી જલદી રસોઈ કેવી રીતે બનાવી નાંખે છે ?  નથી એ ચૂલો સળગાવતી કે નથી એ લોટ બાંધતી અને રોજ રોજ મેવા-મીઠાઈ મળે છે. આનું રહસ્ય શું હશે ? એ જાણવા એક દિવસ છોકરાઓએ તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું.છોકરા તો ભોળા જીવ. એમણે એમના મિત્રોને વાત કરી. એકે બીજાને, બીજાએ ત્રીજાને એમ કરતાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ઊડતી ઊડતી વાત રાજાના મહેલે આવી. રાણીએ જાણ્યું એટલે રાજા આગળ હઠ પકડી. કહે : “આવાં દેવતાઈ તાવડી-તપેલી તો મહેલમાં જ શોભે. મને એ લાવી આપો.”

રાજાએ પ્રધાનને સો સોનામહોર આપીને તાવડી-તપેલી લેવા મોકલ્યા. પ્રધાને બ્રાહ્મણ પાસે જઈને સોનામહોરો ધરી અને તાવડી-તપેલી માંગ્યાં. પણ બ્રાહ્મણે તાવડી-તપેલી આપવાની ના પાડી દીધી. બ્રાહ્મણ હાથ જોડી બોલ્યો : “મંત્રીશ્રી ! આ તાવડી-તપેલી તો મારા પુરૂષોત્તમ પ્રભુની પ્રસાદી છે. તેમણે મારા ઉપર પ્રસન્ન થઈને આપી છે, તે હું કેવી રીતે આપી શકું ?”

પ્રધાને જઈને રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો તાવડી-તપેલી આપવાની ના પાડે છે. આથી રાજાએ વધારે ધનની લાલચ આપી, પણ બ્રાહ્મણે તો ચોખ્ખી ના પાડી દીધી કે લેવું હોય તો મારું માથું લઈ લો, પણ તાવડી-તપેલી તો કોઈ કાળે નહીં મળે.

આથી રાજા રોષે ભરાયો અને સેનાપતિને હુકમ કર્યો કે “જાઓ, જઈને એ બ્રાહ્મણના ઘરેથી તાવડી-તપેલી લઈ આવો. બ્રાહ્મણ ન માનેતો ઝૂંટવીને લઈ આવો.” સેનાપ્તિ તો આવ્યો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણે બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં. જ્યાં તપેલીને હાથ લગાવ્યો ત્યાં તો એના હાથ તપેલી સાથે અને પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે હાથ ઉખાડવાની અને પગ હલાવી જમીનથી છૂટવાની ઘણી કોશિશ કરી પણ ન હલી શકે ન ચાલી શકે.

સિપાહીઓએ જઈને રાજાને સમાચાર આપ્યા. ક્રોધથી ધુંઆપુંવા થતો રાજા જાતે આવ્યો. સેનાપતિને છોડાવવા ગયો તો એ પણ ચોંટી ગયો.

તમાશાને તેડું ન હોય. લોકો ભેગા થવા લાગ્યા. રાજાની ભોંઠપનો પાર નથી. રાણી સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે. એ તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગવા લાગી.

તત્કાળ આકાશવાણી થઈ : “હે રાજા ! તું તારો ધર્મ ચૂક્યો. પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ-બ્રાહ્મણીને હજાર સોનામહોર આપ. આ પવિત્ર માસમાં જે સુવર્ણદાન કરે છે એ સર્વ પાપમાંથી મુક્ત બને છે.” આકાશવાણી સાંભળીને રાણીએ તરત મહેલમાંથી સોનામહોર મંગાવીને દાન કર્યું. રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરૂષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રીકૃષ્ણ ચાલીસા

(દોહા)

બંશી શોભિત કર મધુર, નીલ જલદ તન શ્યામ;

અરુણ અધર જનુ બિમ્બ ફલ, નયન કમલ અભિરામ.

પૂર્ણ ઈન્દ્ર, અરવિંદ મુખ, પિતાંબર શુભ સાજ;

જય મનમોહન મદન છવિ, કૃષ્ણચંદ્ર મહારાજ.

(ચોપાઈ)

જય તદુનંદન જય જગવંદન, જય વસુદેવ દેવકીનંદન.

જય યશોદા સુત નંદ દુલારે, જય પ્રભુ ભક્ત કે રખવાલે.

જય નટ-નાગર, નાગ નથઈયા, કૃષ્ણ કન્હૈયા ધેનુ ચરઈયા.

પુનિ નખ પર પ્રભુ ગિરિવર ધારો, આઓ દીનન કષ્ટ નિવારો.

બંશી મધુર અધર ધરિ ટેરી, હોવે પૂર્ણ વિનય યહ મેરી.

આઓ હરિ પુનિ માખ્ન ચાખો, આજ લાજ હમારી રાખો.

ગોલ કપોલ, ચિબુક અરુણા રે, મૃદુ મુસ્કાન મોહિની ડારે.

રંજિત રાજિવા નયન વિશાલા, મોર મુકુટ વૈજંતી માલા.

કુંડલ શ્રવણ પીત પટ આછે, કટિ કિંકણી કાછન કાછે.

નીલ જલજ સુંદર તનુ સોહે, છબિ લખિ સુર નર મુનિ મન મોહે.

મસ્તક તિલક, અલક ઘુંઘરાલે, આઓ કૃષ્ણ બાંસુરી વાલે.

કરિ પય પાન. પૂતનહિતાર્યો, અકા બકા કાગા સુર માર્યો.

મધુવન જલત અગ્નિ જબ જ્વાલા, ભયે શીતલ, લખતહિં નંદલાલા.

સુરપતિ જબ બ્રજ ચઢ્યો રિસાઈ, મૂસર ધાર વારિ વર્ષાઈ.

લખત લખત વ્રજ ચહન બહાયો, ગોવર્ધન નખ ધારિ બચાયો.

લખિ યશોદા મન ભ્રમ અધિકાઈ, મુખ મંહ ચૌદહ ભુવન દિખાઈ.

દુષ્ટ કંસ અતિ ઉધમ મચાયો, કોટિ કમલ જબ ફૂલ મંગાયો.

નાથિ કાલિયહિં તબ તુમ લીન્હે, ચરણ ચિહ્ન દૈ નિર્ભય કીન્હે.

કરિ ગોપિન સંગ રાસ વિલાસા, સબકી પૂરણ કરી અભિલાષા.

કેતિક મહા અસુર સંહાર્યો, કંસહિ કેસ પકડિ દૈ માર્યો.

માતા-પિતા કી બંદિ છુડાઈ, ઉગ્રસેન કહં રાજ દિલાઈ.

મહિ સે મૃતક છહોં સુત લાયો, માતુ દેવકી શોક મિટાયો.

ભૌમાસુર મુર દૈત્ય સંહારી, લાયે ષટ દશ સહસકુમારી.

દૈ ભીમહિં તૃણ ચીર ઈશારા, જરાસંઘ રાક્ષસ કહં મારા.

અસુર બકાસુર આદિક માર્યો, ભક્તન કે તબ કષ્ટ નિવાર્યો.

દીન સુદામા કે દુ:ખ ટાર્યો, તંદુલ તીન મૂઠિ મુખ ડાર્યો.

પ્રેમ કે સાગ વિદુર ઘર માંગે, દુર્યોધન કે મેવા ત્યાગે.

લખી પ્રેમ કી  મહિમા ભારી, ઐસે શ્યામદીન હિતકારી.

ભારત કે પારથ રથ હાંકે, લિયે ચક્ર કર નહિં બલ થાંકે.

નિજ ગીતા કે જ્ઞાન સુનાયે, ભક્તન હૃદય સુધા વર્ષાયે.

મીરાં થી ઐસી મતવાલી, વિષ પી ગઈ બજાકર તાલી.

રાણા ભેજા સાંપ પિટારી, શાલીગ્રામ બને બનવારી.

નિજ માયા તુમ વિધિહિં દિખાયો, ઉર તે સંશય સકલ મિટાયો.

તબ શત નિન્દા કરિ તત્કાલા,જીવન મુક્ત ભયો શિશુપાલા.

જબહિં દ્રૌપદી ટેર લગાઈ, દીનાનાથ લાજ અબ જાઈ.

તુરતહિ વસન બને નંદલાલા, બઢે ચીર ભયે અરિ મુંહ કાલા.

અસ અનાથ કે નાથ કન્હઈયા, ડૂબત ભંવર બચાવત નઈયા.

“સુંદરદાસ”આસ ઉર ધારી, દયા દ્રષ્ટિ કિજૈ બનવારી.

નાથ સકલ મમ કુમતિ નિવારો, ક્ષમહુ બેગિ અપરાધ હમારો.

ખોલો પટ અબ દર્શન દીજૈ, બોલો કૃષ્ણ કન્હૈયા કી જૈ.

(દોહા)

યહ ચાલીસા કૃષ્ણ કા, પાઠ કરે ઉર ધારિ,

અષ્ટ સિદ્ધિ નવનિધિ ફલ, લહૈ પદારથ ચારિ.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચૌદમો અધ્યાય અને તાવડી તપેલીની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: