નૂતનવર્ષાભિનંદન ૨૦૭૧. હરિ, દિવાળી કરી ?…… રવિન્દ્ર પારેખ

by

રાધેકૃષ્ણ મિત્રો,

          આજે શરૂ થઈ ગયું નવું વિ.સં ૨૦૭૧. આજના આ શુભ દિવસ પર ઘરે ઘરે દીવા પ્રગટ્યાં હશે. અને ઘરમાં રોનક રોનક હશે. છતાં પણ આજની દિપાવલીમાં કાંઈક ખૂટે છે, પહેલા કરતાં હવે દિવાળીમાં એટલી મજા નથી આવતી. આ વાત લગભગ ઘણા બધાના મનમાં સતાવતી હશે, ખરું ને ! હા What’s App, Facebook, Email કે Internetની મદદથી આપણે સૌ એકબીજાની નજીક આવ્યા હોય એવું જરૂર લાગે છે પણ કદાચ એ વખતની જે લાગણીઓની સરવાણી વહેતી હતી કદાચ તે ખૂટે છે. પહેલા ખાસ આ દિવાળી કે નવા વર્ષમાં એકબીજાને મળવા એમના ઘરે જતાં, કેટલીયે વાતો વાગોળતા અને સાચે જ તહેવાર મનાવ્યાની લાગણી અનુભવાતી. આજે કદાચ ઉપરના માધ્યમોથી બધાને શુભેચ્છાઓ તો પાઠવી દઈએ છીએ પણ કદાચએ અંતરના ઉમળકા કરતા માત્ર વ્યવહાર સચવાતો હોય એવું લાગે છે. હમણાં જ મને એક સંદેશો મળેલો કે

          એક મિત્રએ તેના મિત્રને મેસેજ કર્યો કે મને અકસ્માત થયો છે અને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. તો વળતા જવાબમાં મિત્રે વાંચ્યા પણ વગર જવાબ મોકલી દીધો કે તમને અને તમારા પરીવારને પણ મારા તરફથી નૂતનવર્ષાભિનંદન.  

          આ તે કેવી ઉતાવળતા કે પછી જે સંદેશાવ્યવહારના સાધન છે તે સંદેશાઓથી પણ માનવ કંટાળી માત્ર ફોર્માલીટી નિભાવે છે. ચાલો આ વર્ષે આપણાં ફોનમાં રહેલાં નંબર તપાસીએ અને એમાંથી જેની સાથે ઘણા સમયથી વાત પણ નથી થઈ એ સર્વેને યાદ કરીએ. બસ એમ જ કાંઈ પણ કારણ કે સ્વાર્થ વીના. અને આપને જે અનુભવ થાય કે લાગણી અનુભવાય એ અમારી સાથે પણ આ મનનો વિશ્વાસમાં પણ વ્યક્ત કરશો ને ! ચાલો આ સાથે આજના પાવન પર્વે માણીએ કવિશ્રી રવિન્દ્ર પારેખની આ રચના. અને અમારી બનાવેલી આ રંગોળી અને પૂછીએ શ્રી હરિને કે હરિ, દિવાળી કરી ? …. અને આપનો અમૂલ્ય પ્રતિભાવ પણ જરૂરથી આપશો.      

 

 Rangoli

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

Advertisements

One Response to “નૂતનવર્ષાભિનંદન ૨૦૭૧. હરિ, દિવાળી કરી ?…… રવિન્દ્ર પારેખ”

  1. nabhakashdeep Says:

    ડૉશ્રી હિતેશભાઈ અને મન

    આપને તથા પરિવારને નવું વર્ષ રિધ્ધી-સિધ્ધી અર્પે એવી શુભેચ્છા. આપના સમાજને તંદુરસ્ત રાખવાના યજ્ઞકાર્યને , પ્રભુ પરમ શક્તિ અર્પે એવી પ્રાર્થના. સુંદર સંસ્કારી બ્લોગ પોષ્ટો એ પુષ્પો સમાન છે,

    આપની જુગલ જોડી ખૂબ સુખી થાય ,એ અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: