Archive for ઓક્ટોબર, 2014

નૂતનવર્ષાભિનંદન ૨૦૭૧. હરિ, દિવાળી કરી ?…… રવિન્દ્ર પારેખ

ઓક્ટોબર 24, 2014

રાધેકૃષ્ણ મિત્રો,

          આજે શરૂ થઈ ગયું નવું વિ.સં ૨૦૭૧. આજના આ શુભ દિવસ પર ઘરે ઘરે દીવા પ્રગટ્યાં હશે. અને ઘરમાં રોનક રોનક હશે. છતાં પણ આજની દિપાવલીમાં કાંઈક ખૂટે છે, પહેલા કરતાં હવે દિવાળીમાં એટલી મજા નથી આવતી. આ વાત લગભગ ઘણા બધાના મનમાં સતાવતી હશે, ખરું ને ! હા What’s App, Facebook, Email કે Internetની મદદથી આપણે સૌ એકબીજાની નજીક આવ્યા હોય એવું જરૂર લાગે છે પણ કદાચ એ વખતની જે લાગણીઓની સરવાણી વહેતી હતી કદાચ તે ખૂટે છે. પહેલા ખાસ આ દિવાળી કે નવા વર્ષમાં એકબીજાને મળવા એમના ઘરે જતાં, કેટલીયે વાતો વાગોળતા અને સાચે જ તહેવાર મનાવ્યાની લાગણી અનુભવાતી. આજે કદાચ ઉપરના માધ્યમોથી બધાને શુભેચ્છાઓ તો પાઠવી દઈએ છીએ પણ કદાચએ અંતરના ઉમળકા કરતા માત્ર વ્યવહાર સચવાતો હોય એવું લાગે છે. હમણાં જ મને એક સંદેશો મળેલો કે

          એક મિત્રએ તેના મિત્રને મેસેજ કર્યો કે મને અકસ્માત થયો છે અને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. તો વળતા જવાબમાં મિત્રે વાંચ્યા પણ વગર જવાબ મોકલી દીધો કે તમને અને તમારા પરીવારને પણ મારા તરફથી નૂતનવર્ષાભિનંદન.  

          આ તે કેવી ઉતાવળતા કે પછી જે સંદેશાવ્યવહારના સાધન છે તે સંદેશાઓથી પણ માનવ કંટાળી માત્ર ફોર્માલીટી નિભાવે છે. ચાલો આ વર્ષે આપણાં ફોનમાં રહેલાં નંબર તપાસીએ અને એમાંથી જેની સાથે ઘણા સમયથી વાત પણ નથી થઈ એ સર્વેને યાદ કરીએ. બસ એમ જ કાંઈ પણ કારણ કે સ્વાર્થ વીના. અને આપને જે અનુભવ થાય કે લાગણી અનુભવાય એ અમારી સાથે પણ આ મનનો વિશ્વાસમાં પણ વ્યક્ત કરશો ને ! ચાલો આ સાથે આજના પાવન પર્વે માણીએ કવિશ્રી રવિન્દ્ર પારેખની આ રચના. અને અમારી બનાવેલી આ રંગોળી અને પૂછીએ શ્રી હરિને કે હરિ, દિવાળી કરી ? …. અને આપનો અમૂલ્ય પ્રતિભાવ પણ જરૂરથી આપશો.      

 

 Rangoli

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

Advertisements

શુભ ધનતેરસ….श्री महालक्ष्मी अष्टकम् स्तोत्रम् ….

ઓક્ટોબર 21, 2014

જય શ્રીકૃષ્ણ મિત્રો,

        આજે છે આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. આજના દિન પર તો ઘરે ઘરે શ્રી લક્ષ્મીજીની પૂજા અર્ચના થશે. પણ ધનની પુજા કરવાની સાથે સાથે ચાલો આ દિવાળીએ કંઈક એવુ કરીએ કે આપણા ઘરની સાથે સાથે બીજાના ઘરમાં પણ ખુશીઓના દીપ પ્રગટે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે પૈસાનો લોભ, લાલચ કે અતિસંગ્રહ ન કરવો જોઈએ પણ તેનો સદકર્મમાં ઉપયોગ પણ થવો જોઈએ. અને આ લક્ષ્મી દીન દુખિયા લોકો કે બાળકોના ચહેરા પર ખુશી લાવે તો, તો તો સાચે જ એનો ઉપયોગ સાર્થક થાય ખરું ને ! તો ચાલો આ વખતે સંકલ્પ કરીએ કે વધારે નહી તો કાંઈ નહી પણ એકાદ આવા અનાથ કે ગરીબ બાળકને મદદ કરીએ અને એના ચહેરાની ખુશી માત્ર એની જ નહી આપની પણ  દિવાળી સુધારી દઈએ. તો આ સંકલ્પ સાથે ચાલો લક્ષ્મી માતાની આરાધના આ અષ્ટક્મ સ્તોત્રથી કરીએ.

 

  Lakshmiji

नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते।
शङ्ख चक्र गदाहस्ते महालक्ष्मि नमोऽस्तुते ते॥१॥

नमस्ते गरुड़ारूढ़े कोलासुर भयङ्करि।
सर्वपाप हरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥२॥

सर्वज्ञे सर्व वरदे सर्व दुष्ट भयञ्करि।
सर्व दुःख हरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥३॥

सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनि।
मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते॥४॥

आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तुते॥५॥

स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे।
महापाप हरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥६॥

पद्मासन स्थिते देवि परब्रह्म स्वरूपिणि।
परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते॥७॥

श्वेताम्बरधरे देवि नानालङ्कार भूषिते।
जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते॥८॥

महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेद् भक्तिमान्नरः।
सर्व सिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा॥९॥

एककाले पठेन्नित्यं महापापविनाशनम्।
द्विकालं यः पठेन्नित्यं धनधान्य समन्वितः॥१०॥

त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम्।
महालक्ष्मी भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा॥११॥


%d bloggers like this: