ફરી રાષ્ટ્રના કણકણથી…

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

               આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો સ્વતંત્રતા દિવસ. સન ૧૯૪૭ મા આજના દિને જ અઁગ્રેજોના શાસનમાઁથી આપણે મુક્ત થયેલા. પણ હજી પણ ઘણી એવી બદી રહી ગઈ છે કે જેમાંથી આપણે આઝાદી મેળવવાની બાકી છે પણ એ માટે આપણે સહુ એ એકમત થવુ પડશે અને પોતાનાથી જ શરૂઆત કરવી પડશે તો જ આ ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા, વ્યસનો, પાશ્ચાત્ય સઁસ્કૃતિનુ આઁધળુ અનુકરણ, વગેરે જેવા પરિબળોમાંથી મુક્ત થઈ સાચા અર્થમાં મુક્તિ મેળવી શકીશું. તો ચાલો આજે માણિએ આવી જ એક જોશ સભર રચના… આપ આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો…

 

રણઘેલા હિન્દુ યુવકોની વિજયગર્જના ગાજે,
ફરી રાષ્ટ્રના કણકણથી અભિમાન સ્વત્વનું જાગે.

પાવનક્ષણ આ માતૃભૂમિના અપમાનો ધોવાની,
આજ પ્રતિક્ષા કરતી માતા રણતત્પર યૌવનની,
સત્પુત્રોના બલિદાને અમ રાષ્ટ્ર ચેતના જાગે…
ફરી રાષ્ટ્રના…

પ્રાચીનતમ આ રાષ્ટ્રદેવ પર સંકટવાદળ છાયા,
દુષ્ટ વિદેશી કાક ગીધોના આજ પડ્યા ઓછાયા,
સઁઘશક્તિના સૂર્યકિરણથી નવચૈતન્ય પ્રકાશે…
ફરી રાષ્ટ્રના…

સ્વતઁત્રતાના રક્ષણ કાજે વહેશે શોણિતધારા,
અસુરશક્તિને મહાત કરશે સાત્વિક ચિંતનધારા,
પુન: વિશ્વના સિંહાસન પર ભારતમાત બિરાજે,
ફરી રાષ્ટ્રના..

Advertisements

3 Responses to “ફરી રાષ્ટ્રના કણકણથી…”

 1. DR. CHANDRAVADAN MISTRY Says:

  Happy Independence Day to All !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Nice to see you on Chandrapukar>>Kaka

  Like

 2. બીના Says:

  Jai Hind!

  Like

 3. Ramesh Patel Says:

  સુંદર સંદેશ જેની તાતી જરુર છે અને તેતલું જ બળુકુ કાવ્ય. ૬૬મા સ્વાતંત્ર્ય
  પર્વે આપ , મન , સર્વે પરિવારજનો અને મિત્રમંડળને ખુબખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: