Archive for ઓગસ્ટ, 2012

ફરી રાષ્ટ્રના કણકણથી…

ઓગસ્ટ 15, 2012

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

               આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો સ્વતંત્રતા દિવસ. સન ૧૯૪૭ મા આજના દિને જ અઁગ્રેજોના શાસનમાઁથી આપણે મુક્ત થયેલા. પણ હજી પણ ઘણી એવી બદી રહી ગઈ છે કે જેમાંથી આપણે આઝાદી મેળવવાની બાકી છે પણ એ માટે આપણે સહુ એ એકમત થવુ પડશે અને પોતાનાથી જ શરૂઆત કરવી પડશે તો જ આ ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા, વ્યસનો, પાશ્ચાત્ય સઁસ્કૃતિનુ આઁધળુ અનુકરણ, વગેરે જેવા પરિબળોમાંથી મુક્ત થઈ સાચા અર્થમાં મુક્તિ મેળવી શકીશું. તો ચાલો આજે માણિએ આવી જ એક જોશ સભર રચના… આપ આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો…

 

રણઘેલા હિન્દુ યુવકોની વિજયગર્જના ગાજે,
ફરી રાષ્ટ્રના કણકણથી અભિમાન સ્વત્વનું જાગે.

પાવનક્ષણ આ માતૃભૂમિના અપમાનો ધોવાની,
આજ પ્રતિક્ષા કરતી માતા રણતત્પર યૌવનની,
સત્પુત્રોના બલિદાને અમ રાષ્ટ્ર ચેતના જાગે…
ફરી રાષ્ટ્રના…

પ્રાચીનતમ આ રાષ્ટ્રદેવ પર સંકટવાદળ છાયા,
દુષ્ટ વિદેશી કાક ગીધોના આજ પડ્યા ઓછાયા,
સઁઘશક્તિના સૂર્યકિરણથી નવચૈતન્ય પ્રકાશે…
ફરી રાષ્ટ્રના…

સ્વતઁત્રતાના રક્ષણ કાજે વહેશે શોણિતધારા,
અસુરશક્તિને મહાત કરશે સાત્વિક ચિંતનધારા,
પુન: વિશ્વના સિંહાસન પર ભારતમાત બિરાજે,
ફરી રાષ્ટ્રના..

Advertisements

ગોકુળ ગામના વધામણા….

ઓગસ્ટ 10, 2012

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે શ્રાવણ વદ આઠમ. એટલે કે જન્માષ્ટમી. આપણા નાના બાળ-ગોપાલ, શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તો નંદના લાલા નો જન્મોત્સવ અહીઁ પણ તો ઉજવાવો જોઈએ ને. ખરુઁને…!!! વળી આજના દિને આપ સૌ માટે બીજા પણ ખુશખબર છે કે આજના દિને મનનો વિશ્વાસ પર રજુ થયેલ રચના ના કવિ વિશેતો મહિતી નથી પરઁતુ મન મારી જીવનસાથી બન્યા બાદ પહેલી વાર તેમના સ્વરમાં આ રચના રજુ કરી રહ્યો છું.વળી સાથે જણાવવાનું કે હુઁ મારા અનુસ્નાતક  એમ.ડી. એનેટોમીમાં ગુજરાત યુનિવર્સિટીમા પ્રથમ નઁબરે આવ્યો છુ જે સમાચાર પણ આપને સૌને આપવાના હતા, અને મારી આ સફળતા બદલ ભગવાનજીની સાથે સાથે મારા પરિવાર અને આપ સૌનો પણ સાથ સહકાર રહેલો છે.તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તો વધુ સમય ન લેતા ચાલો મનાવીએ કાના ના જન્મોત્સવને… અને હા આપ અમ આઁગણિયે આવી આપના અમુલ્ય પ્રતિભાવ આપશો… અને આ રચનાને મન ના સ્વરમાં માણવા માટે સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

માફ કરશો મિત્રો કેટલીક ટેકનીકલ ખામીને લીધે સુલભગુર્જરી ઉપલબ્ધ નથી તો તે બદલ દિલગીર છુઁ. પરંતુ આપ આ ગીત બાજુમાં કાળા કલરના બોક્સ વિડ્જેટ્માં sound clip 05 નામક ગીત પર ક્લીક કરવાથી તેને મનના સ્વરમાં સાઁભળી શકશો…

આજે વધામણાં રે ગોકુળા ગામનાં,

દેવકીજી એ કાન કુંવર જાયા વધામણાં રે… ગોકુળ ગામનાં

શ્રાવણ માસ છે ને આઠમની રાત છે

દેવકીજીએ કાનકુંવર જાયા… વધામણાં રે

સુઁડલામાં લઈ વાસુદેવ ચાલ્યા

યમુનાજીએ મારગ દીધા… વધામણાં રે

ત્યાથી વાસુદેવ ગોકુળ આવ્યા

જશોદાની ગોદમાં પોઢાડ્યા રે… વધામણાં રે

વહેલી સવારે જશોદાજી જાગ્યા

કૃષ્ણ મુખ જોઈ હરખાયાં… વધામણાં રે

દાસી તે દોડતા નંદ પાસે આવ્યા

મીઠા વધામણાં સુણાવ્યાં… વધામણાં રે

ગોકુળની ગલીઓમાં દહીં દૂધનાં રેલા

નાચતા નઁદ ઘેર આવ્યા… વધામણાં રે

નંદજીના આઁગણિયે નોબત વાગે

ગાયોના દાન દેવાયા… વધામણાં રે

આહિરના ઘેર વ્હાલો આપે પધાર્યા

ગ્વાલ બાલ સાથે ધેનુ ચારી… વધામણાં રે

પ્રેમેથી વ્હાલાને પારણે પોઢાડ્યાં

ગોપીઓએ હરખેથી ઝુલાવ્યા… વધામણાં રે

શરદની રાતે વ્હાલે રાસ રમાડ્યા

સૌનાઁ મનોરથ પૂર્યા… વધામણાં રે.


%d bloggers like this: