Archive for જૂન, 2012

આવા વ્હાલા પપ્પા છે મારા…..વિશ્વદીપ બારડ

જૂન 17, 2012

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો

      આજે છે ૧૭મી જૂન પિતૃ દિન, એટલે કે ફાધર્સ ડે… પહેલી નજરે પિતા એક કઠોર વ્યક્તિ લાગે પણ એની ભીતર મહીં ડોકીયું કરીને જોઈએ તો કદાચ નાળીયેરની ઉપમા પણ ખોટી ઠરે એટલું કોમળ હૃદય એમના મહીં ધડકતુ હોય. પણ આ દુનિયાના બાહ્ય આડંબરમાં આપણે આપણા માહ્યલામાં જ જોવાનું ભૂલી જઈએ છીએ તો પિતાના અઁદરના ઉઁડાણમાં ક્યાંથી ઉતરી શકીએ. આવી જ કંઈકપપ્પાની વેદના વ્યક્ત કરતી એક રચના ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ અગાઉ અહી રજુ કરી હતી જે કદાચ આપે માણી હશે. તો વળી પિતાનું આ દુનિયાના સર્જનહારે કેવી રીતે સઘળું એકઠું કરી સર્જન કર્યું હશે તેની સુંદર કલ્પના આપે રમેશભાઈ ના શબ્દોમાં અગાઉ પિતા દિન…..પિતૃસર્જન…રમેશ પટેલ ‘આકાશદીપ’ રચનામા માણી છે. તો ચાલો એક બાળસહજમનથી વિશ્વદીપ બારડની આ રચના આજે માણીએ.અને હા આપના અમૂલ્ય અભિપ્રાયની હઁમેશની જેમ પ્રતિક્ષા રહેશે….

 

ફુગ્ગો ફુલાવી આપે, રમકડા રમવા આપે,
ઘોડો બની પીઠ પર સવારી કરવા આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા

ચોકલેટ લાવી રોજ રોજ મને પપ્પી આપે,
હું એને હગ આપુ, એ મને બિસ્કીટ આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા

બાળમંદીર જાવ જ્યારે એ મને સ્મિત આપે,
બેકપેક સાથે ભાવતું-ગમતું લંચ મને આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા

ઝૂ માં જઈએ ત્યારે કોટન કેન્ડી મને આપે,
મુવીમાંતો કાયમ પૉપકોર્ન લઈ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા

પ્યારા પપ્પા,ખોબો ભરી મને પ્રેમ આપે,
વંદન કરું ત્યારે કાયમ આશિષ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા

Advertisements

अबके हम बिछडे तो शायद…..अहमद फ़राज़

જૂન 14, 2012

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો

આજે એક દુખદ સમાચાર એ છે કે જાણીતા ગીતકાર મહેઁદી હસનનું ગઈકાલે અવસાન થયું છે. તેમને ગઝલોને એક નવો જ જન્મ આપ્યો હતો. તેમના ગળામાંથી રેલાતુ દર્દ સાચેજ આપણને રોવડાવી જતું હતું. આજે એજ ગળાના કેન્સરને લીધે એમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી છે તો તેમણે ગાયેલી આ ગઝલ તેમને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરી અહીઁ જ વિરમું છું.વળી માણો આ રચના સ્વર સાથે સુલભગુર્જરીના દ્વાર પર…

अबके हम बिछडे तो शायद कभी ख्वाबों में मिलें,
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें

ढूंढ उजडे हुए लोगों में वफ़ा के मोती,
ये खज़ाने तुझे मुमकिन है खराबों में मिलें

तू खुदा है ना मेरा इश्क फ़रिश्तों जैसा,
दोनो इन्सां हैं तो क्यो इतने हिजाबों में मिलें

गम-ए-दुनिया भी गम-ए-यार में शामिल कर लो,
नशा बढता है शराबें जो शराबों में मिलें

आज हम दार पे खैंचे गए जिन बातों पर,
क्या अजब कल वो ज़माने को निसाबों में मिलें

अब न वो मैं हूं न तू है न वो माज़ी है “फ़राज़”,
जैसे दो शक्स तमन्ना के सराबों में मिलें


%d bloggers like this: