સાલ મુબારક…સાંઈરામ દવે

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો

          આજે છે આસો વદ અમાસ એટલે કે આપળી રૂડી દિવાળી.અને આવતીકાલે થશે વિક્રમ સંવત ૨૦૬૮નો શુભારંભ.તો આપ સૌ મિત્રો વડીલો, બ્લોગર મિત્રો તથા આપના સમગ્ર પરિવારને મારા તથા મન અને અમારા સમસ્ત પરિવાર તરફથી શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન. આવનારું આ વર્ષ આપના જીવનમાં ઘણી યાદગાર પળોને લઈને આવે અને આપની સર્વ મનોકામના પુર્ણ થાય તેવી પ્રભુને અભ્યર્થના.વળી આ વર્ષે ઘણું ઓછું મળવાનું થયુ છે તેમ છતા આપ સર્વે મિત્રોએ સંપર્ક જાળવી રાખ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. આજે રજું કરું છું સાઈરામ દવેની આ રમૂજી રચના આશા છે આ આપ સર્વેને ગમશે અને આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…

 

(આ તસવીર ચંદ્રવદન કાકાના ઈ-મેલ પરથી મેળવેલ છે.)

તબિયત રહેજો હટ્ટીકટ્ટી સાલ મુબારક,

તૂટે નહી સ્લીપરની પટ્ટી સાલ મુબારક,

બને તો ભાગવત સપ્તાહ કરજો સાલ મુબારક,

નહીતર જૂના હપ્તા ભરજો સાલ મુબારક,

સ્કૂટરમાં ન પંકચર પડજો સાલ મુબારક,

ના ખોટા એડવેન્ચર કરજો સાલ મુબારક,

IT રિટર્ન NIL જ ભરવું સાલ મુબારક,

વીજળીના ચેકીંગથી ડરવું સાલ મુબારક,

બસમાં તમને સીટ મળી જાય સાલ મુબારક,

માનતા સઘળી તરત ફળી જાય સાલ મુબારક,

બેકારોને મળે નોકરીઓ સાલ મુબારક,

વાંઢાઓને મળે છોકરીઓ સાલ મુબારક,

આવે નહીં એકેય બિમારી સાલ મુબારક,

લોન થઈ જજો પાસ તમારી સાલ મુબારક,

નેતાગણ ના કરે કબાડા સાલ મુબારક,

ગુટખા પર લાગે ટાડા સાલ મુબારક,

કોઈ ન નકલી નોટો છાપે સાલ મુબારક,

કોઈ કોઈનું ખિસ્સું ન કાપે સાલ મુબારક,

શેર બજારના ભાવ ના તૂટે સાલ મુબારક,

ન એકેય બેંક ઊઠે સાલ મુબારક,

Advertisements

7 Responses to “સાલ મુબારક…સાંઈરામ દવે”

 1. Pradip Parekh Says:

  ગુટખા પર લાગે ટાડા…શેર બજારના ભાવ ના તૂટે…ન એકેય બેંક ઊઠે સાલ મુબારક,…હાસ્ય રચના…saral..sadi bhasha ma lot of thing…good

  Like

 2. આપણુ ગુજરાત Says:

  સરસ ગમી જાય એવી રમુજી કવિતા
  સાલ મુબારક 🙂
  પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
  એ પણ નવા વર્ષ ના પહેલા દિવસે
  આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને નૂતન વર્ષાભિનંદન

  Like

 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ Says:

  આદરણીય સાહેબશ્રી

  સરસ રચના, મજા પડે છે.

  આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને

  આનંદમય નીવડે તેવી શુભકામનાઓ

  Like

 4. બીના Says:

  Saal Mubarak 🙂

  Like

 5. પરાર્થે સમર્પણ Says:

  કોઈ ન નકલી નોટો છાપે સાલ મુબારક,

  કોઈ કોઈનું ખિસ્સું ન કાપે સાલ મુબારક,

  શેર બજારના ભાવ ના તૂટે સાલ મુબારક,

  ન એકેય બેંક ઊઠે સાલ મુબારક,

  બસ આવું નાં બને તેવો મનમાં વિશ્વાસ રાખીને

  વિશ્વાસ અતુટ બનાવીએ….સરસ રચના

  Like

 6. nabhakashdeep Says:

  મજા પડે એવી આપની આ સાલ મુબારક.
  આવી જ મજા આપને તથા પરિવાર અને મિત્રોને મળે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. Gopal Parekh Says:

  મજા પડી ગઇ ભૈલા,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: