મિત્ર-દિન…તને સાંભરે રે ?….. પ્રેમાનંદ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/ વડીલો,

          આજે છે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલેકે મિત્રતા દિન. તો આજે ચાલો યાદ કરીએ બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે આ પ્રસઁગ શ્રી પ્રેમાનંદે તેમના સુદામાચરિત્રના 10માં કડવામાં ખુબ સુંદર આલેખ્યો છે.આશા છે કે આ આપ સૌને ગમશે અને આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો…

[કડવું:- 10 મું ]

પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?
હાજી નાનપણાની પેર, મને કેમ વીસરે રે ?
આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?

આપણે સૂતા એક સાથ રે, તને સાંભરે રે ?
સુખદુ:ખથી કરતા વાત, મને કેમ વીસરે રે ?

પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી કરતા વેદની ધુન્ય, મને કેમ વીસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા, તને સાંભરે રે ?
હાજી જાચવા કોઈક મુન્ય, મને કેમ વીસરે રે ?

કામ દીધું ગોરાણીએ, તને સાંભરે રે ?
કહ્યું લેઈ આવોને કાષ્ઠ, મને કેમ વીસરે રે ?

શરીર આપણાં ઊકળ્યાં, તને સાંભરે રે ?
હાજી માથે તપ્યો અરીષ્ઠ, મને કેમ વીસરે રે ?

સ્કંધે કહોવાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે રે ?

આપણે વાદ્વ વદ્યા ત્રણે બાંધવા, તને સાંભરે રે ?
હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?

શીતળ વાયુ વાયો ઘણો, તને સાંભરે રે ?
ટાઢે થરથર ધ્રુજે દેહ, મને કેમ વીસરે રે ?

નદીએ પૂર આવ્યું ઘણું, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુશળાધાર, મને કેમ વીસરે રે ?

એકે દિશા સુઝી નહીં, તને સાંભરે રે ?
થયા વીજ તણા ચમકાર, મને કેમ વીસરે રે ?

ગુરુજી ખોળવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને કીધો તેં કેર, મને કેમ વીસરે રે ?

આપણને હૃદયાંશુ ચાંપિયા, તને સાંભરે રે ?
પછી તેડીને લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?

ગોરાણી ગૌ દોતાં હતાં, તને સાંભરે રે ?
હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વીસરે રે ?

મેં નિશાળેથી કર વધારિયો, તને સાંભરે રે ?
હાજી દીધી દોણી તતખેવ, મને કેમ વીસરે રે ?

જ્ઞાન થયું ગુરુપત્નીને, તને સાંભરે રે ?
તમને જાણ્યા જગદાધાર, મને કેમ વીસરે રે ?

ગુરુદક્ષિણામાં માંગિયું, તને સાંભરે રે ?
હાજી મૃત્યુ પામ્યો જે કુમાર, મને કેમ વીસરે રે ?

મેં સાગરમાં ઝંપલાવ્યું, તને સાંભરે રે ?
તમો શોધ્યાં સપ્ત પાતાળ, મને કેમ વીસરે રે ?

હું પંચાનન શંખ લાવિયો, તને સાંભરે રે ?
હાજી દૈત્યનો આણ્યો કાળ, મને કેમ વીસરે રે ?

સંયમની પુરી હું ગયાં, તને સાંભરે રે ?
પછી આવી મળ્યો જમરાય, મને કેમ વીસરે રે ?

પુત્ર ગોરાણીને આપિયો, તને સાંભરે રે ?
હાજી પછે થયા વિદાય, મને કેમ વીસરે રે ?

આપણે તે દિનથી જુદા પડ્યા, તને સાંભરે રે ?
હાજી ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?

હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?
મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે ?

— પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક ) —

વળી અગાઉ પ્રસિદ્ધ થયેલ કૃષ્ણ-સુદામાની જોડી ની મુલાકાત પણ જરૂરથી લેશો.

Advertisements

4 Responses to “મિત્ર-દિન…તને સાંભરે રે ?….. પ્રેમાનંદ”

 1. Arvind Adalja Says:

  વર્ષો બાદ આ કાવ્ય પૂરેપૂરું વાંચવા અને માણવા મળ્યું ! ખૂબ ખૂબ આભાર !
  મારાં અંગત મિત્રો અને જેમણે મને મારાં ખરાબ દિવસોમાં સાચવી- સંભાળી લીધો હતો તેઓની યાદ આવી ગઈ ! અલબત્ત કેટલાક તો મને છોડી પ્રભુના દરબારમાં પહોંચી ગયા છે ત્યાં ઈશ્વરને પણ કદાચ આવા મિત્રોની જરૂર હશે !

  Like

 2. chandravadan Says:

  My Favourite as the post ! Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on chandrapukat when you have the time !…..Uncle

  Like

 3. બીના Says:

  જય શ્રીકૃષ્ણ ડો.હિતેશ ચૌહાણ અને મન,

  આપ સહુને દિવાળી ની શુભકામના!

  નુતન વર્ષાભિનંદન!

  Like

 4. શુભ મિત્રતા દિન…. દોસ્ત ….. જયોતિ એ.ગાંધી | મન નો વિશ્વાસ Says:

  […] અને અગાઉ આ દિન પર પ્રસિદ્ધ થયેલ રચના તને સાંભરે રે ?….. પ્રેમાનંદ અને કૃષ્ણ સુદામાની જોડી…..કાંતિ અશોક […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: