ગુરૂપુર્ણિમા…નિર્મળ બની નહી કાયા…..ચુંથાભાઈ જીજીદાસ પટેલ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે અષાઢી પૂનમ એટલે કે ગુરૂપુર્ણિમા. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. સદગુરુ શિષ્યનાં જીવનને દિશા આપે છે. માટે જ તો કહે છે કે

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર,
ગુરૂઃ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

તો ચાલો આજે માણીએ શ્રી ચુંથાભાઈ જીજીદાસ પટેલ ની આ રચના… આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા
ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર
નથી છુટતા લગાર
ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ
તોય રહ્યા અજાણ
સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવા ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ
જાણ્યો મેશ્વો નદી ગંગ
ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને’મ (નિયમ)
તોય મનમાં ગણો વ્હેમ
કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ
કરી ચરણની સેવ
ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

Advertisements

2 Responses to “ગુરૂપુર્ણિમા…નિર્મળ બની નહી કાયા…..ચુંથાભાઈ જીજીદાસ પટેલ”

 1. girishparikh Says:

  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

  Like

 2. ભરત ચૌહાણ Says:

  સુણ્યાં પોથી પુરાણ
  તોય રહ્યા અજાણ
  સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવા ને એવા જણાયા

  સરસ રચના અભિનંદન
  પ્રા.ભરત ચૌહાણ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: