૬૪મો સ્વતંત્રતા દિન…હિંદ તણો ત્રિરંગો મારો…..મણિલાલ શ્રીમાળી

by

જય શ્રીકૃષ્ણ અને જય હિંદ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો ૬૪મો સ્વતંત્રતા દિન.સૌ પ્રથમ તો આપણે ઘણા સમય બાદ મળ્યા નહીં ? તો આપ સર્વે કેમ છો ? અને હા આપ સર્વે મિત્રો/વડીલોના આશિર્વાદ અને આપ સૌની શુભકામનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરું છું, અને ખાસ મારી મિત્ર “મન”ને પણ જે દર વખ્તની જેમ આ વર્ષે પણ મને ખૂબ સુંદર સરપ્રાઈઝ આપી. તો આપ સૌનો ખુબ ખુબ આભાર.

વળી આપણા માટે એક એ પણ નવા સમાચાર છે કે હવે આપણા રૂપિયાનું પણ એક ચિહન ` “
સર્વસ્વીકૃત થઈ ગયું છે. તો હવે આશા રાખીએ કે આવનારા આ ૬૪માં સ્વતંત્ર વર્ષમાં ભારત દેશ પોતાની આગવી ઓળખ સાથે વધુ ને વધુ બહાર આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આતંકવાદ, ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે દૂષણોમાંથી પણ આઝાદ થાય અને આ માટે બીજા પર આધારિત ન રહેતા આપણે ખુદ જ આગળ વધવું પડશે.જો દરેક વ્યક્તિ આગળ આવશે તો જ આનો અંત આવે અને સાચા અર્થમાં સ્વતંત્રતા આવે.તો ચાલો આ સંકલ્પ સાથે આપણા ત્રિરંગાને સલામી આપતા આ ગીત માણીએ…અને હાં ગત વર્ષોમાં રજૂ થયેલ રચનાઓ

जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર ;

;

સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જોશી

ની મુલાકાત પણ જરૂર લેશો અને આપના અમૂલ્ય મંતવ્યથી મને અભિભૂત કરશો.

ફરક ફરક ફરકે ગગનમાં ઉંચે,

હિંદ તણો ત્રિરંગો મારો.

કેસરી, સફેદ ને લીલો લહેરાતો,

હિંદ તણો ત્રિરંગો મારો.

કેસરિયો કુરબાન છે શહિદવીરોનો,

હિંદ તણો ત્રિરંગો મારો.

સફેદ શાંતિનો સંદેશ દેતો,

હિંદ તણો ત્રિરંગો મારો.

લીલાથી લહેરાતી હિંદની ધરા,

હિંદ તણો ત્રિરંગો મારો.

અશોકચક્રની શાન વાદળિયામાં,

હિંદ તણો ત્રિરંગો મારો.

સદાય સાચવીશું શાન આ ઝંડાની,

હિંદ તણો ત્રિરંગો મારો.

ચોમેર રેલાવીશું યશોગાન ધ્વજનાં,

હિંદ તણો ત્રિરંગો મારો.

Advertisements

2 Responses to “૬૪મો સ્વતંત્રતા દિન…હિંદ તણો ત્રિરંગો મારો…..મણિલાલ શ્રીમાળી”

 1. Ramesh Patel Says:

  ડૉ શ્રીહિતેશભાઈ
  આજના આ આઝાદી પર્વે ખૂબ ખૂબ શુભકામનાઓ.
  વિશના જન્મ મુબારક સાથે સાહિત્યગંગાની પાવન
  ધારા અને કઈંક નાવિન્ય પીરસતા રહેજો.
  સરસ બ્લોગ પોષ્ટ માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. ડો. કિશોરભાઈ એમ. પટેલ Says:

  વાહ સર

  ખુબજ મજા પડી

  મારી ગુરૂવારની સવાર સુધરી ગઈ

  કિશોરભાઈ પટેલ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: