આ તો ચૈતર વૈશાખનાં વાયરા…..વેણીભાઈ પુરોહિત

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો ? ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે મળિએ છીએ, આશા છે આપ મને ભૂલી નહી ગયા હોવ. અરે કેટલાક મિત્રોએ તો એમ પણ કહી દીધું કે હિતેશ તે મનનો વિશ્વાસ બ્લોગ અપડેટ કરવાનું સદા માટૅ બંધ કરી દીધું છે કે શું ? તો ના મિત્રો, આ વાત માત્ર એપ્રિલફૂલ જ છે, પણ હમણા વ્યસ્તતા રહે છે પણ હવે બસ આ મહિનાના અંત સુધીમાં એમ.બી.બી.એસ. ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય છે તથા મારી ખાતાકીય પરીક્ષા પણ પૂર્ણ થઈ જશે તો બસ હવે થોડોક જ ઈંતજાર, પછી વેકેશનના ગાળામાં ફરી ગુજરાતી ગીત-સાહિત્ય માં રસ તરબોળ થઈ જાશું….

અરે હાં આજે છે ૧૪મી એપ્રિલ. એટલે કે ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ અને સાથે સાથે વિશ્વ અગ્નિશામક દિન. તો આજના દિન પર એ પ્રણ લઈએ કે આપણા દિલમાં પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની આગ એટલે કે ગુસ્સો, મતભેદ, ઈર્ષા,ભેદભાવ વગેરે ભૂલાવી તે આગનું શમન કરી પ્રેમભાવના પ્રગટાવીએ. અને અત્યારે તો જો કે આપણા સૂરજદાદા પણ આગ વરસાવી રહ્યા છે અને ઉનાળો ધોમધખી રહ્યો છે અને આજે તો ચૈત્રમાસની અમાસ છે અને આવતીકાલથી તો વૈશાખ માસ શરૂઆત થઈ જાશે. તો ચાલો વેણીભાઈ પુરોહિતની આ રચનાથી આપણે આ ચૈત્ર-વૈશાખના વાયરાની માહિતી લઈ થોડી ઢાઢક મેળવીએ. તો આશા છે આપને આ રચના ગમશે, અને બસ હવે ટૂંક સમયમાં જ મળિશું… અને આ રચનાને સુર સાથે માણવા માટે સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. અને આપ સર્વે પણ આપનો અમૂલ્ય અભિપ્રાય આપશોજી, અને મારી રાહ જોશો ને ??? !!!!!

 

 

ગરમ હવાની લહેરખીયે, નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
તો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
તો ચૈતર વૈશાખનાં વાયરા

Advertisements

2 Responses to “આ તો ચૈતર વૈશાખનાં વાયરા…..વેણીભાઈ પુરોહિત”

 1. chandravadan Says:

  Nice to see a post on the Blog after a LONG time.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hitesh…Please visit Chandrapukar & READ the Posts on HEALTH !

  Like

 2. Ramesh Patel Says:

  ઊનાયે વાયરા ને પાલવડે
  પુરનાં ઓછરતાં ઓરતા ઉના
  તારા હૈયા પર હાથ તો રાખને જરા
  આ તો ચૈતર વૈશાખનાં વાયરા

  jabaraa vaayaa….

  Very nice.

  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: