અમદાવાદનો ૬૦૦મો જન્મદિવસ…અમે અમદાવાદી….. અવિનાશ વ્યાસ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૨૬મી ફેબ્રુઆરી એટલે કે આપણા અમદાવાદનો ૬૦૦મો જન્મદિવસ.તો આપણા બધા તરફથી અમદાવાદને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.ગત વર્ષે આપને વાયદો કરેલ કે અવિનાશ વ્યાસનું ગીત અમે અમદાવાદી સંભળાવીશ તો આજે બસ ગીત લઈને આવ્યો છું, અને ગીત સાંભળીને સૌ અમદાવાદી ગર્વથી કહેશે અમે અમદાવાદીઅમદાવાદ વિશે તો કહીએ એટલું ઓછું અને ગુજરાત નહી સમગ્ર વિશ્વમાં પણ અમદાવાદનું સ્થાન અનેરું છે.અને આજે માટૅ સાબરમતીના રિવરફ્રન્ટ પર ભવ્ય પ્રોગ્રામ આયોજવામાં આવેલ છે અને વળી એક દોડનું પણ આયોજન કરવામાં આવેલ છે.તો ચાલો વધું સમય લેતા માણીએ અમદાવાદની ભવ્યતા.. રચનાને સુર સાથે માણવ સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો અને આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.અને ગત વર્ષે રજૂ કરેલ રચના હું અમદાવાદનો રિક્ષાવાળો જરૂરથી માણશો.

 

અમે અમદાવાદીઅમે અમદાવાદી
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

સમાજવાદીકોંગ્રેસવાદીશાહીવાદીમુડીવાદી….
નહિ સમિતિનહિ કમિટિનહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાનીઆતો કહિ નાખી એકાદી

ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી
ભાઇ, અમે અમદાવાદીઅમે અમદાવાદી

Advertisements

2 Responses to “અમદાવાદનો ૬૦૦મો જન્મદિવસ…અમે અમદાવાદી….. અવિનાશ વ્યાસ”

 1. PRIYESH GANDHI Says:

  pahelu gujarati ane biju amdavadi hovu ae GAURAV ni vaat chhe..

  congrates… keep it up…

  but Ahmedad nu karnavati kyare thashe?!?

  Like

 2. B Y SONI Says:

  Superb….

  proud of being Amdavadi…

  really appreciatable

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: