વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ…પ્રેમનો પમરાટ…..રમેશ પટેલ ‘ આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 

            આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ.અને આ પ્રસંગ પર રમેશભાઈ એ મોકલાવેલ રચના અને તેમની શુભેચ્છાઓ ચાલો માણીએ તેમના જ શબ્દોમાં..અને હા આપના અમૂલ્ય બે બોલથી અમને જરૂરથી પાવન કરશો. 

 

થઈ મનનો વિશ્વાસ રમશું
ઉર ને ભાવભરીને સજશું
ઘર દીવડા થઈ ઝળહળશું
ને પાવન પ્રકાશ પાથરશું
         મનના વિશ્વાસને આ શુભ દિને અંતરથી અભિનંદન. મેડિકલ લાઈનની વ્યસ્તતા છતાં સાહિત્યથી પ્રેમનાં ઝરણામાં સૌને ભીંજવતા ડો શ્રી હિતેશભાઈ અને મનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
                અને ગત વર્ષે આજના દિન પર રજું થયેલ સાત-સાત રચનાઓ ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 

 

પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ
પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ

પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ
 પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને  પ્રેમનો  માણો અહેસાસ

પ્રેમ  એતો  સ્વપ્નોની  ચાહ
માના  ખોળાની  કહે  મમતાની  વાત
પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ  દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત

પ્રેમ  પૂરે  જીવનમાં   શક્તિ  અનંત
પ્રેમની   વાતોના   નોંખા   છે   રંગ
ફૂલની  ફોરમ   લઈ  મ્હેંકે  છે પ્યાર
ચાહ  વિના જીંદગી અધૂરી  છે  યાર

Advertisements

3 Responses to “વેલેન્ટાઈન ડે…પ્રિય દીદીનો જન્મદિવસ…મનના વિશ્વાસનો બીજો જન્મદિવસ…પ્રેમનો પમરાટ…..રમેશ પટેલ ‘ આકાશદીપ’”

 1. Dilip Gajjar Says:

  પ્રેમ એતો ભીંનો વરસાદ
  ઝીલીને પ્રેમનો માણો અહેસાસ
  ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર
  ચાહ વિના જીંદગી અધૂરી છે યાર

  વાહ રમેશભાઈ, ખુબ સુંદર અભિવ્યક્તિ પ્રેમ માટેની…અને હેપી બર્થ ડે ..આપની દીદીને…સર્જનહારે આ જગત પ્રેમથી સર્જયુ … પ્રેમથી જ આપ્ણે સહુ આ જગતના પ્રાંગણમાં આવ્યા છીયે..અને પ્રેમથી જ હળી મળી રહી જવાનું છે..

  Like

 2. Vital Patel Says:

  આજના આ પ્રેમભર્યા દિને,જન્મ દિવસ મુબારક અને

  મનના વિશ્વાસના આ દ્વિતિય વર્ષે, સુખદ સંભારણા

  સાથે ખૂબ ખૂબ અભિનંદન આપને અને મનને.

  આપની વ્યવસાયિક કારર્દીક પણ વાસંતી રંગે

  ઝૂમે એવી પ્રભુ પાર્થના.

  સરસ ગીત અને મજાની કોમેન્ટ શ્રી દિલિપભાઇની.

  વિતલ પટેલ

  http://nabhakashdeep.wordpress.com/ a request to visit

  Like

 3. Dr. Chandravadan Mistry Says:

  Hope you had a HAPPY VALENTINE Day ….ABHINADAN to DIDI…& your BLOG ..>KAKA
  DR.CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hitesh..I hope all well with you & your Family. VisitChandrapukar when possible !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: