આપણા દુ:ખનું કેટલું જોર ? …..રાજેન્દ્ર કેશવલાલ શાહ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                   નવા વર્ષની પોસ્ટ રમેશભાઈની રચના તો શિડ્યુલ કરી રાખેલ હતી પણ કેટલીક તકનીકી ખરાબીના કારણે રજૂ ન થઈ શકી અને આજ આ નવા વર્ષ ૨૦૧૦ની શરૂઆત એક દુખદ સમાચાર સાથે કરવી પડે છે.ગઈ કાલે મુંબઈમાં “જ્ઞાનપીઠ” એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર કેશવલાલ શાહનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે.એમના વિશે કહુ તો ૨૧મી જાન્યુઆરી ૧૯૧૩ના રોજ કપડવંજ ખાતે જન્મેલા રાજેન્દ્ર શાહે ઘણા પુરસ્કાર મેળવેલ છે વળી ખુબ જ લોકપ્રિય થયેલ અને ફાલ્ગુની પાઠક દ્વારા ગવાયેલ ગરબો “ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર…” પણ તેમની રચના છે.વ્રજ્ગીતો, રાજસ્થાની અને બંગાળી લયનો પણ પ્રયોગ કરનાર, લય અને ઊર્મિશીલ કવિના જવાથી ગુજરાતી સાહિત્યને ઘણી ખોટ પડશે, તો આજે તેમની જ એક રચના આજે રજું કરું છું કે જે આપણને જાણે કહેતા હોય કે “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? આપના અમૂલ્ય પ્રતિભાવોની અપેક્ષા સહ… 

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

Advertisements

2 Responses to “આપણા દુ:ખનું કેટલું જોર ? …..રાજેન્દ્ર કેશવલાલ શાહ”

 1. rupen007 Says:

  જ્ઞાનપીઠ એવાર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ નું નિધન.
  કવિશ્રી રાજેન્દ્ર શાહ નું ૯૭ વર્ષે નિધન થયું છે ,જેમની ખોટ સાહિત્ય સમાજ માટે પૂરી થઇ સકે તેમ નથી.
  કવિશ્રી ના પરિચય ની લીંક http://sureshbjani.wordpress.com/2006/11/05/rajendra_shah/
  આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક
  http://rupen007.wordpress.com/

  Like

 2. Ramesh Patel Says:

  ગુજરાતી સાહિત્યને માધુર્ય ભરી રચનાઓથી મ્હેંકતી

  રાખનાર કવિને શ્રધ્ધાંજલિ.તેમના ગીતો હૃદય અને

  હોઠે રમતા,આવા જ આ મધુર ગીતથી મનના

  વિશ્વાસની મુલાકાતથી સંવેદનાઓ જાગી ઊઠી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: