બાળદિન…ઢીંગલી મેં તો બનાવી મજાની…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી નવેમ્બર એટલે ઘણા દિવસોનો સંગમ. આજે છે વિશ્વ બ્લડપ્રેશર દિનWorld Blood pressure Day”.અને વિશ્વ ડાયાબીટીસ દિન. તથા બાળકોનો દિવસ એટલેકે ચાચા નહેરું નો જન્મદિન જેને આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ.તો સૌ બાળકોને બાલદિનની ખુબ ખુબ શુભકામનાઓ.વળી ગઈકાલે હતો કવિ શ્રી મકરંદ દવેનો જન્મદિન પણ અને આવતીકાલે છે બાળવાર્તાના નિષ્ણાત અને બાળકોના પ્રખ્યાત એવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ તો તેમને પણ જન્મદિનની ભાવભીની શુભકામનાઓ.

અને હા મિત્રો, હમણાંથી બ્લોગ પર મળાતું નહોતું કારણકે હમણા કોલેજમાં ખુબ જ વ્યસ્તતા રહે છે, વળી ગયા અઠવાડીયે મારા પપ્પાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હતા.જેથી મનનો વિશ્વાસ અપડેટ ન થઈ શક્યો તથા આપ મિત્રો/વડીલોના બ્લોગની મુલાકાત પણ નથી લઈ શક્યો અને આપના અમૂલ્ય પ્રતિભાવોનો પ્રત્યુત્તર પણ નથી આપી શક્યો તો તે બદલ દિલગીર છું.જો કે હવે તેમની તબિયત સુધારા પર છે.તો ચિંતા ન કરતાં.આજે પણ માત્ર મારા નાના બાળમિત્રો માટે જ સમય નિકાળીને આ બાળગીત રજું કરું છું આશા છે આપ સર્વને ગમશે.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. વળી અહીં મૂકેલ ચિત્ર પણ ફુલમાંથી બનાવેલી ઢીંગલીઓનું છે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઈશ…

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,

દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,

લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,

સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,

મોતીની માળા ને બંગડી ઘડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,

મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,

લાલ લાલ મખમલની મોજડી સીવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,

મમ્મી મમ્મી પાવડર લગાવી દો,

આંખે આંજળ, ગાલે લાલી લગાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,

માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,

મોગરા ગુલાબનો ગજરો બનાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,

બેન ઓ બેન એને લખતાં શિખવાડી દો,

એક બે ત્રણ ચાર ગણતા શિખવાડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…

Advertisements

4 Responses to “બાળદિન…ઢીંગલી મેં તો બનાવી મજાની…..”

 1. Vital Patel Says:

  જન્મ દિવસની વધામણીઓ .આપના પુ .પિતાશ્રીને સુસ્વાસ્થ માટે અંતરથી સુભેચ્છા.

  વ્યસ્ત છતાં બ્લોગને વહેતો રાખવા માટે અભિનંદન.

  વિતલ પટેલ

 2. Dr. Chandravadan Mistry Says:

  ઢીંગલી મેં તો બનાવી મજાની,
  તૈયાર એને હવે કરવાની,

  ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨
  Nice one !
  Hitesh, may your Father have a complete recovery ! My prayers for him !
  Chandravadan (Kaka)
  http://www.chandrapukar.wordpress.com

 3. Ramesh Patel Says:

  આપના પ્.પૂ પિતાશ્રીની તબિયત સુધારા પર છે જાણી આનંદ થયો.
  પ્રભુ તેમનું સ્વાસ્થ્ય અને મન પ્રફુલ્લિત રાખે એવી પ્રાર્થના.આપના
  બ્લોગમાં આત્મિયતા છલકેછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Chandrakant Lodhavia Says:

  બાળદિન…ઢીંગલી મેં તો બનાવી મજાની…..by Vishvas
  જય શ્રીકૃષ્ણ, વિશ્વાસભાઈ તમારી આ સાઈટ ગમી. આપે વિષમ પરિસ્થિતિમાં પણ સમય કાઢી આ ગીત મુક્યું ને સાથે વિશેષ માહિતિ આપી તે માટે ગમે તેટલા ધન્ય્વાદ આપને આપીએ તેટ્લા ઓછા પડશે. ગીતના કવિ, અને શ્રી, ગીજુભાઈ બધેકાની વધુ માહિતિ આપશો તો સારૂં. આપની ઓળખ શ્રી કૃંતેશભાઈ ના બ્લોઅ ‘અભિષેક’ થી મળી છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: