શરણાઈ ના સૂર….. વિતલબેન પટેલ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી ઓક્ટોબર.અને આમ કહું તો નવા વર્ષની આ પ્રથમ જ પોસ્ટ છે પણ ખબર જ નહોતી કે નવા વર્ષની શરૂઆત આવી સુંદર સરપ્રાઈઝથી થશે.આજે છે આપણા વિતલબેન એટલેકે રમેશભાઈ પટેલ આકાશદીપના દીકરીનો આજે જન્મદિવસ છે, જેમણે હમણાં જ દિપાવલી પર મને, મનને અને અમારા પરિવારને સ્નેહના સરવાળા કરતા કુટુંબ તરિકે સંબોધી એક અનોખો દિવ્ય સંબંધ સ્થાપિત કરી દીધો.મને ખુશી છે કે અમારા આ મનના વિશ્વાસના બ્લોગની સફર આજે મને આટલા સુંદર સંબંધો બાંધી આપ્યા.હાં આજે આ પોસ્ટ રજું કરવા અને તેમને વિતલબેનને વધાઈ આપવામાં છેલ્લો હોઈશ પણ હજું ૨૧મી તારીખ ગઈ નથી હજી રાતના ૧૧:૪૫ જ થયા છે તો તેમને જ્ન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.અને આ સાથે આજે તેમના પિતા રમેશભાઈની તરફથી અને અમારા સમગ્ર બ્લોગ પરિવાર અને આપ સર્વે વાચકમિત્રો તરફથી વિતલબેને તેમની લગ્નતિથિ પર રચેલી તેમની રચના જે તેમણે તેમના પિતાને ભેટમાં આપી હતી અને જે તેમના કાવ્યસંગ્રહ સ્પંદનમાં પણ સામેલ થયેલ છે.તો આજે વિતલબેનને આપણા સૌ તરફથી ફરીથી જન્મદિનની શુભકામનાઓ.ભગવાન તેમના મનનાં બધાં ઓરતાં પુરા કરે.વળી અહીં ફોટોમાં વિતલબેન તેમના દિકરા આદિ તથા રોહન અને પિતા રમેશભાઈ અને માતા સાથે દ્રષ્ટિગોચર થાય છે તો ચાલો માણિએ આજે વિતલબેનની રચના..અને આપ સૌ પણ તેમને શુભેચ્છાઓ આપશોને…!!! 

 

શરણાઈના રેલાતા સૂરછે,

આંગણે લીલાં તોરણ છે. 

જુઓ આજ એક,

વહાલી દીકરીના લગન છે.

 

આંગણે રમતી હતી,

વાતે વાતે રીસાતી હતી,

કાનમાં આવીને ફરિયાદો કરતી હતી.

હસતાં-રડતાં મોટી થઈ,

આવ્યું એને યૌવન છે.

જુઓ આજ એક

વ્હાલી દીકરીના લગન છે.

 

છે ઘર સજેલું આજે,

બધા કેટલા હસે છે.

વારંવાર દીકરી પાસે,

મન જવા માંગે છે.

અરે વગાડો ઢોલ,

વગાડો શરણાઈ

કે ટપકું થતું આંસું કહેછે,

હા ,આજ મારી

વહાલી વિતલનાં લગન છે.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

વિતલ પટેલ (બ્રુન્સવીક,જ્યોર્જીયા)

Advertisements

9 Responses to “શરણાઈ ના સૂર….. વિતલબેન પટેલ”

 1. Sweta Patel Says:

  માત પિતા ,ભાઈ બહેન અને લગ્ન જીવનની મંગલ ભાવના,

  નૂતન વર્ષનો આરંભ ને આવી ભાવભરી આપ દ્વારા સુંદર

  વધામણી,અમારા સૌને ઉમંગથી ભરી ગઈ.આપને પણ

  સ્નેહ ભર્યો ઉજાશ સંવારતો રહે તેવી શુભેચ્છા.

  વિતલબેનની કવિતામાં દિકરીના હૈયાના બોલ છે અસર કરી ગયા.

  જન્મ દિવસ મુબારક.

  સ્વેતા પટેલ (મોટી બહેન)

  Like

 2. Dr. Chandravadan Mistry Says:

  HAPPY BIRTHDAY to VITALBEN ! Wising you all the BEST !
  Chandravadan Mistry (kaka) …(chandrapukar)
  http://www.chandrapukar.worgpress.com

  Like

 3. Chirag Patel Says:

  અરે વગાડો ઢોલ,

  વગાડો શરણાઈ

  કે ટપકું થતું આંસું કહેછે,

  હા ,આજ મારી

  વહાલી વિતલનાં લગન છે.

  samvedana sabhara.

  Wish you happy birth Day with best wishes.

  Chirag Patel

  Like

 4. dr sudhir shah Says:

  all the best on your birthday vitalben.

  Like

 5. Paresh Patel Says:

  શ્રી રમેશભાઈની કાવ્ય સરીતા ખળખળ વહેતી અને ભાવભીંની હોય છે.

  આપને સપરિવાર નીરખી આનંદ થયો.વિતલ બહેનની કવિતા પણ

  ,તેમના જન્મ દિવસ જેટલી મધુરતાથી ભરેલી છે.જન્મ દિવસ

  મુબારક.

  સુંદર સંકલન અને માહિતી સભર બ્લોગ ,ધન્યવાદ શ્રી હિતેશભાઈ

  પરેશ પટેલ(યુએસએ)

  Like

 6. Bina Trivedi Says:

  વિતલબેન, જન્મ દિવસ મુબારક!

  Like

 7. Vital Patel Says:

  Thanks for wonderful surprize ,Hiteshbhai.
  I and my family convey sincere thanks to all.

  Vital Patel

  Like

 8. Dr. Chandravadan Mistry Says:

  I REVISITED the Blog & read your COMMENT with THANKS, Vital….& I must say “you are welcome” & you deserve all the BEST WISHES ! I have known your Dad ( Rameshbhai ) & now I seem to know you better ….
  Chandravadan Mistry ( KAKA)
  Hope to see you, Vital on Chandrapukar !
  http://www.chandrapukar.wordpress.com

  Like

 9. rajesh gajjar Says:

  haeya ni vat tamo kahi chhe.
  abhinandan…………………

  pariwar na vandan…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: