શુભ દિપાવલી… ક્યાં છે દિવાળી ? …..રમેશ પટેલ ‘આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                    આજે છે આસો વદ ચૌદશ/અમાસ. અરે બંને સાથે છે એટલે બંને લખ્યા છે, પણ આજે મનાવવામાં આવે છે દીપોનો તહેવાર દિપોત્સવી આપણી દિપાવલી, દિવાળી…તો ચાલો આજે ફરી એક પ્રશ્ન કે મેરાયા એટલે શું? જો જવાબ ન આવડતો હોય તો ગત વર્ષની મનનો વિશ્વાસ પર આજના દિવસે જ રજુ થયેલ રચના શુભ દિપાવલી…મા,મા, દિવાળી આવી…..વિશ્વદીપ બારડ  ની ફરી મુલાકાત લઈ લેશો.અને આપ સર્વે મિત્રો/વડીલોને કહેવાનું કે આ વર્ષમાં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈનું જાણે અજાણે પણ દિલ દુભાવ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું, અને આપણા મતભેદો ભુલાવી આપણે નવા સંબંધો પ્રસ્થાપિત કરીએ અને આપ સર્વેના આપેલા સાથ સહકાર અને માર્ગદર્શન બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.તથા દિપાવલીની શુભકામનાઓ.

 

 


“ અગિયારશ બારશ ને  તેરશ ચૌદશ
ખોળું દિવાળી  તને વિસ્મયે ચોદિશ
થઈ    અણજાણી   કેમ  તું  લપાણી
ઓ  અમારી   મનગમતી   દિવાળી ”
 
                        “ દીપ જલ્યા છે  દ્વારે દ્વારે
                         
ને સંતાડ્યા સ્નેહ અંધારે
                         
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
                         
ને   લટકાવ્યાં  છે  તાળાં દ્વારે
                         
ને પૂછો મને ક્યાં લપાણી?
                         
ઓલી અમારી ઘરઘરની દિવાળી

સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ   ભમું   હું   લઈ   પરેશાની
નિર્મળ  મનથી  નથી  આવકારા
ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી

                          મેવા મીઠાઈના  થાળ છે  મોટા
                         
ને  દીઠા સબરસ  અંતરે  છેટા
                         
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
                         
કરતા  રહેતા  સ્નેહ   સરવાળા
                         
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી? ”
 
“સાચે  જ તને  અંતરથી  ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી  દિવાળી ”

Advertisements

6 Responses to “શુભ દિપાવલી… ક્યાં છે દિવાળી ? …..રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Patel Paresh Says:

  રાહ જુએ તારી ફટાકડા ઝોલી
  આવને મારી વહાલી દિવાળી

  અરે લો આજે આવી ગઈ દિવાળી.

  શ્રી હિતેશભાઈની વધામણી અને શ્રી રમેશભાઈ(આકાશદીપ)ની સાચી દિવાળીના સ્વાગતનો

  ઉમંગ મનમાં મલકાવી ગયો.આપ ખૂબ જ વ્યસ્ત છતાં સાંપ્રત પ્રવાહથી સૌને જોડતા રહ્યા છો.

  આપને નૂતન વર્ષના સ્નેહ અભિનંદન..

  પરેશ પટેલ(ટેક્ષાસ)

  Like

 2. Vital Patel Says:

  મથું શોધવા એ કુટુમ્બ કબિલા
  કરતા રહેતા સ્નેહ સરવાળા

  You are one of this,global indian always ready to share best.
  Wish you evergreen life to you and Man and family on this auspicious Day .
  Vital Patel

  Like

 3. Dilip Gajjar Says:

  Dr. Hiteshbhai, Happy New Year to you and also Shri Rameshbhai for this wonderful Diwalis Poem..this blog will is shining !!!

  Like

 4. Dr. Chandravadan Mistry Says:

  HAPPY DIWALI….& HAPPY NEW YEAR to YOU & your Family….& also to all the VISITORS to this Blog …….Nice to read yet another Rachana of Rameshbhai>>>>CHANDRAVADAN (Kaka)
  Inviting ALL to Chandrapukar to read a New Post on this Diwali Day !
  http://www.chandrapukar.wordpress.com

  Like

 5. Chirag Patel Says:

  દીપ જલ્યા છે દ્વારે દ્વારે
  ને સંતાડ્યા સ્નેહ અંધારે
  શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
  ને લટકાવ્યાં છે તાળાં દ્વારે
  ને પૂછો મને ક્યાં લપાણી?
  ઓલી અમારી ઘરઘરની દિવાળી

  Let us find with love.
  Thanks,very nice.

  Chirag Patel

  Like

 6. દક્ષેશ કોન્ટ્રાકટર Says:

  શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: