શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૫મી સપ્ટેમ્બર.શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન એટલેકે શિક્ષકદિન.તો આજના દિન પર મારા જીવનમાં આવેલ દરેક નાની-મોટી વ્યક્તિ કે જેને મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે સર્વને મારા વંદન.વળી મારી મિત્ર મન તો શિક્ષક હતી જ અને હવે તો હું પણ મેડિકલ ક્ષેત્રે એક શિક્ષક બની ગયો છું.તો શુભ શિક્ષકદિન.પણ આજે શિક્ષક નહી શિષ્ય પણ કેવા બની ગયા છે તે બાબત પર કટાક્ષ કરતી રમેશભાઈની આ રચના ખરેખર આપને માણવી ગમશે.વળી અહિં ચિત્રમાં લખેલ અંગ્રેજીની કવિતા પણ ધ્યાન આકર્ષિત જરૂર કરશે. 

 વળી બીજું એ કે આજે છે No Horn Day.તો આજે દરેક વ્યક્તિ બની શકે તો હોર્ન નો ઉપયોગ ટાળી ધ્વનિ પ્રદૂષણનો ફેલાવો અટકાવવાની કોશિશ કરશે તેવી મારી નમ્ર અરજ છે.વળી આજથી શ્રાદ્ધ પક્ષની પણ શરૂઆત થઈ ગઈ છે તો ચાલો આપણા પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ કરતા માણીએ આ રચના… 

 

હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છુંભાઈ નવા યુગનો.. 

ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છુંભાઈ નવા..

જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..

છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..

એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..

મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.

Advertisements

5 Responses to “શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Vital Patel Says:

  Shri Hiteshbhai .Now your topic of teacher Day is flashing.
  Your are making aware of many things.

  Pl learn એ ગુરુ મંત્ર of Aakashdeep.

  Vital Patel

  Like

 2. Chirag Patel Says:

  હું ભાઈ નવા યુગનો ચેલો છું
  પવન પ્રમાણે શઢ ફેરવી,
  લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..

  ભવ્ય આશ્રમ નજરે પડતાં
  તુરત જ ડેરા ડાલું છું
  ગુરુની પાસે કંઠી બંધાવી
  મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા
  Wow! delighted…The great Aakashdeep
  Thanks Dr for relieving from tension.

  Chirag Patel

  Like

 3. Paresh Patel Says:

  નવા યુગનો ચેલો

  vaaha..chelabhai maja aavi tamane maline.

  Paresh Patel

  Like

 4. DR. CHANDRAVADAN MISTRY Says:

  છપ્પન ભોગના થાળ દેખીને
  દંડવતે ભગવંત શરણું શોધું છું
  ભજન ધૂનો ગાઈ માઈકમાં
  ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..
  NICE ONE by Rameshbhai……I just returned home after so many days away from the Computers & Blogs….Nice to visit your Blog, Hitesh>>Kaka

  Like

 5. શિક્ષક દિન … ओम् जय शिक्षा दाता …… ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રી | મન નો વિશ્વાસ Says:

  […] આ અગાઉ શિક્ષક દિન પર રજૂ થયેલ રચના શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ …  પણ આપ સૌ જરૂરથી માણશો. અને આપ સૌના […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: