નવરોઝ મુબારક…છબી દોરશો ના…..મુહમ્મદઅલી વફા

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે તો બે સુખદ પળો છે.એક તો આજે છે પતેતી, પારસી ભાઈ-બહેનોનું આજે નવું વર્ષ.તો સૌ પારસી મિત્રોને નવરોઝ મુબારક.અને પતેતી વિશે વધુ માહિતી વાંચવી હોય તો ગત વર્ષે પતેતીના દિવસે જ રજુ કરેલ પોસ્ટ નવરોઝ મુબારક ગુણવંતી ગુજરાત ……અરદેશર ફ. ખબરદારઅદલ

વાંચવાની ચૂકતા નહીં.અને વળી બીજું કે આજે છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.અને સાથે જણાવવાનું કે આજના દિને મને પ્રથમ વાર મૃત શરીરને સાચવાવાની પદ્ધતિ કે જેને એમ્બાલ્મિંગ [Embalming] કહે છે તે કરવા મળી.જેનો આનંદ તો વર્ણવી ન શકાય.કદાચ આપને આ વાત નાની સૂની કે ન ગમતી પણ લાગે પણ કહે છે ને કે પ્રથમ વાર કરેલ કાર્ય હંમેશા યાદગાર હોય છે.અને જો થઈ શકશે તો જે દેહદાતાના શરીર પર આ પ્રક્રિયા કરવામાં આવેલ છે તેની છબી પણ રજું કરીશ.તો ચાલો આજે આ પ્રસંગે માણીએ મુહમ્મ્દઅલી વફાની આ રચનાઆને તેમના બ્લોગ બાગે-વફા પર જઈ તેમની અન્ય રચનાઓ આપ માણી શકો છો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ્…

 

 

 

સબંધો કદી સાકી  થી તોડશો ના

મળીછે ગુલાબી સુરા ઢોળશો ના 

 

બચેલું પહેરણ થશે ચીંથરાઓ

હવે કંટકોથી સબંધ  જોડશો ના

 

જશે એ જરી વારમાં પીગળી બસ

બરફના હ્રદયપર છબી દોરશો ના  

 

ઉડી એ જવાનુ  કબૂતર બનીને

કદી ભેદ પિંજર બધે ખોલશો ના

 

વફાનો અહીં છે  એક ભેદ છાનો

લઈ સોય શંકા તણી ભોંકશો ના 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર બાગે-વફા

Advertisements

3 Responses to “નવરોઝ મુબારક…છબી દોરશો ના…..મુહમ્મદઅલી વફા”

 1. Ramesh Patel Says:

  પારસી મિત્રોને નવરોઝ મુબારક

  and

  ઉડી એ જવાનુ કબૂતર બનીને

  કદી ભેદ પિંજર બધે ખોલશો ના

  વફાનો અહીં છે એક ભેદ છાનો

  લઈ સોય શંકા તણી ભોંકશો ના

  બાગે-વફા

  wonderfully expressed moments of our life.

  Thanks for sharing nice gazal.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 2. ગોવીંદ મારુ Says:

  ‘વફાનો અહીં છે એક ભેદ છાનો

  લઈ સોય શંકા તણી ભોંકશો ના’

  મુહમ્મ્દઅલી વફાની સરસ રચના માણવા મળી..

  મૃત શરીરને સાચવાવાની પદ્ધતી Embalming વીષે જાણકારી આપવા વીનંતી છે.

  Like

 3. DR. CHANDRAVADAN MISTRY Says:

  Late but NAVROZ MUBARAK to ALL>>Chandravadan (Kaka)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: