સ્વતંત્રતા દિવસ…સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જોશી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ.સને ૧૯૪૭માં સ્વતંત્ર થયેલા આપણા આ દેશને આઝાદ થયે ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઆને ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આજે પણ શું માત્ર આપણે ધ્વજવંદન કરીને જ કે માત્ર દેશભક્તિના ગીત જ સાંભળીને મનાવશું.કંઈ એવું ન કરીએ કે જેથી દેશદાઝ માત્ર આ દિવસ પૂરતું સિમિત ન રહેતા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે તેની કાળજી લઈએ.અને ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે કલ્પેલા આપણા આઝાદ દેશની આ ઝાંખી કરાવતી અને સ્વતંત્રતાના મૂલ્યો અને આદર્શો સમજાવવાની સાથે યોગ્ય રાહ ચીંધતી શ્રી ઉમાશંકર જોશીની આ રચના ખરેખર આપ સૌના દિલને પણ સ્પર્શી જશે.તો ચાલો માણીએ આ રચના.અને આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ…!!! ગત વર્ષે રજુ કરેલ जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર वन्दे मातरम्….. બંકીમચંદ્ર ચટ્ટોપાધ પણ જરૂરથી માણજો.

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન.

 

હૈયું કદીયે ન હજો હતાશ.
વાણી ન નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.

 

ન ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો ન અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.

 

તે પંગતે હો સહુથી ય છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે! ન પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

Advertisements

8 Responses to “સ્વતંત્રતા દિવસ…સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જોશી”

 1. DR. CHANDRAVADAN MISTRY Says:

  HAPPY INDEPENDENCE DAY to you & ALL…Thanks for your Visit & comment onChandrapukar, Hitesh>>>>Kaka

  Like

 2. Bina Says:

  Heartfelt Wishes on India’s Independance Day! Bina

  Like

 3. Ramesh Patel Says:

  હૈયું કદીયે ન હજો હતાશ.
  વાણી ન નિષ્કારણ હો કઠોર.
  રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
  ને આંખમાંના અમી ના સૂકાય

  Happy independance Day With salute.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 4. Ramesh Patel Says:

  સ્વતંત્રતા, દે વરદાન એટલું :
  ન હીન સંકલ્પ હજો કદી મન.

  nice and I also reciprocate heartily with motherland.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 5. Dilip Gajjar Says:

  કવિની કવિતા જેવું મન મન થઈ જાય તો ? આ સૃષ્ટી નંદનવન ના થઈ જાય ? સુંદર ભાવનાવાન કાવ્ય.

  Like

 6. ૬૪મો સ્વતંત્રતા દિન…હિંદ તણો ત્રિરંગો મારો…..મણિલાલ શ્રીમાળી - સુલભ ગુર્જરી Says:

  […] સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જ… […]

  Like

 7. Ishwarbhai Says:

  આજના રાષ્ટ્રીયપર્વે સૌ રાષ્ટ્રપ્રેમી ભાઇ બહેનો ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર વિરોધી અવાજને બુલંદ કરે.આપણે શરૂઆત આપણાથી કરીએ. માના કી અંધેરા ગના હૈ,મગર દીપ જલાના કહાં મના હૈ.. રાષ્ટ્રીયપર્વે રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને સલામી આપવા અચૂક જઇએ અને સૌને તેમ કરવા પ્રેરીએ.
  જનની અને જન્મભૂમિ ર્સ્વગથી પણ મહાન છે.
  સાચી ભક્તિ રાષ્ટ્રભક્તિ છે.આ માર્ગે સૌને પ્રેરીએ… એક ડગલું બસ થાય…મારે એક ડગલું બસ થાય.. રાષ્ટ્રપ્રેમની અલેખ જગાવો જન જનમાં…. જય મા ભારતી…
  icanguj@gmail.com

  Like

 8. bela desai Says:

  very nice poem

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: