વિશ્વમાનવી….. ઉમાશંકર જોશી

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૧૧મી જુલાઈ.એટલે કે વિશ્વ વસ્તી દિન.આજના દિન પર વધું નહી કહું કારણકે આપણે સૌ આ સમસ્યા વિશે જાણીએ છીએ જ અને ગત વર્ષે મેં મારું એક આ સમસ્યા પરનું સપનું કહ્યું હતું તે પણ યાદ હશે જ અને ન હોય તો ફરી મમળાવી લેશો.અને હવે પી.જી. શરૂ થવાથી બહુ જ વ્યસ્ત રહેવાય છે વળી મન પાસે પણ કોમ્પ્યુટર ન હોવાથી તે પણ મળી શકતી નથી.તો તે માટે માફ કરશો અને આપ સર્વે મિત્રો/વડીલોના બ્લોગ પર મુલાકાત લેવાનું ઓછું થાય છે પણ સમય મલ્યે હું મળતો રહીશ જ…આશા છે આપ સર્વે મને સાથ સહકાર આપતા રહેશો.તો ચાલો આજે માણીએ ઉમાશંકર જોશીની આ એક અમર રચના…આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. 

 

 

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

 

સન્ધ્યાઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુપંથનો.

 

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

 

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ રચના – વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દેસાઈ

One Response to “વિશ્વમાનવી….. ઉમાશંકર જોશી”

  1. Ramesh Patel Says:

    વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
    માથે ધરું ધૂળ વસુન્ધરાની
    This line I am remembering from school life.

    Enjoyed whole poem and your writeup.
    Ramesh Patel(Aakashdeep)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: