રાધાકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૨મી જૂન.આજે પણ બે ખાસ પ્રસંગો છે.આજે છે હિતેશ”વિશ”ની પિતરાઈ બહેન દક્ષાની દીકરી પ્રિયાંશી જેને અમે “પરી” કહીએ છીએ તેની પ્રથમ વર્ષગાંઠ.અને આ બાબતે વિશે મને કહેલ તે એક એક પળ યાદ છે કે ગત વર્ષે દક્ષાની બપોરથી શરૂ થયેલ પ્રસવપીડાથી લઈને તેનો જન્મ થયો ત્યાં સુધી દરેક પળ તે હાજર હતો અને તેને પહેલી હાથમાં લેનાર પણ વિશ હતો.અને જે અનુભવ એને વર્ણવેલો એ તો હું કહી જ નથી શકતી પણ સાચું કહું તો ત્યારે મેં અનુભવેલું કે હિતેશ”વિશ“, મિત્રો હિતેશને હવેથી હું વિશ જ કહીશ કારણકે હું તેને પહેલાથી એ નામે જ બોલાવું છું પણ આપની ખાતર બંને નામ લખું છું, હા તો એ વખતે જ્યારે રાત્રે ૮:૪૫ વાગે જ્યારે તેનો જન્મ થયા બાદ રાત્રે તેને મને આ ખુશખબર આપતા આ વાત કહેલ ત્યારે મને સાચે લાગેલું કે વિશે પણ એ બધી પ્રસવની વેદના જોઈ નહી જાતે અનુભવી પણ છે ભલે તે એક પુરૂષ છે પણ તેણે એ બધી વેદના અને ખુશીનો અનુભવ કર્યો હોય એવું મેં અનુભવ્યું.સાચે મને તે દિવસે મારા પર એક ગુમાન થયેલું કે આ વિશ મારો સૌથી ખાસ મિત્ર છે અને તે આટલી હદે બીજાની લાગણીઓ સમજે છે મે ત્યારે જ જાણ્યું,અને એક સુકોમળ હૃદય વ્યક્તિની સાથે એક સારો ડોક્ટર છે અને સંબંધ પણ જાળવી જાણે છે.હા તે થોડો ઓછાબોલો અને શરમાળ છે પણ તેને દૂરથી જાણનારા કદાચ તેના દિલની આવી લાગણીને ક્યારેય નહી જોઈ શક્યા હોય મને ખુશી છે કે હું તેની મિત્ર છું અને તે પોતાની દરેક વાત મારી પાસે વ્યક્ત કરે છે.
અને બીજી ખાસ વાત એ છે કે આજે છે આપણા લોકલાડીલા ટહુકાનો પણ જન્મદિવસ.જયશ્રીબેન ભક્તે જે રીતે ટહુકાને મધમધતો રાખી ગુજરાતી ભાષાની અનન્ય રચનાઓ સાથે ગીતોને લોકમુખે ગુંજતા કર્યા છે તે ખૂબ જ અનમોલ છે.તો ટહુકાને અને નાની પરીને જન્મદિવસની શુભકામનાઓ.આજે આમ તો એક બાળગીત મુકવું જોઈએ પણ જ્યારે વિશની વાત કરી અને ટહુકા પરથી વાંચેલી જયશ્રીબેનની આ નીચેની રચના યાદ આવી તો વિચાર્યું કે આજે જયશ્રીબેનને તેમની જ રચના ટહુકોના જન્મદિને ભેટ આપું વળી વિશ વિશે વિચારતા પણ લાગ્યું કે જાણૅ તે પણ આ કવિતા સાર્થક કરી રહ્યો છે તો આજે આ રચના અહીં રજું કરું છું અને નાની પરી તારા માટે તો તારા મામાએ ગત વર્ષે જ એક હાલરડું મુક્યું હતું તો એ તારા માટે જ છે તો એ હાલરડું …….સુન્દરમ્ પણ ફરીથી જરૂર માણજો. મિત્રો અને વડીલો આપ પણ આપના મહામુલા મંતવ્ય આપી કોઈ ખાસ પળૉને મારી સાથે વ્યક્ત કરશો ને…!!!
હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.
લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.
અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.
સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.
જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
આભાર ટહુકો
જૂન 12, 2009 પર 6:35 પી એમ(pm) |
Nice Rachana of Jaishree…..Happy Birthday to Priyashi ! Blessings to her !
Tahuko is a Jewel in Gujarati WebJagat…Nice to know that June 12th is also the Birthday of Tahuko …
ટહુકાને અને નાની પરીને જન્મદિવસની શુભકામનાઓ.
LikeLike
જૂન 13, 2009 પર 2:32 એ એમ (am) |
ટહુકાને અને નાની પરીને જન્મદિવસની શુભકામનાઓ.
your words are showering with feelings and fragrance.
Enjoyed
LikeLike
જૂન 13, 2009 પર 8:37 એ એમ (am) |
સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.
Nice and thoughtful.
Vital Patel
LikeLike