માતા-પિતાની છત્રછાયા…..

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૨૬મી મે.આજે છે મારા મમ્મી-પપ્પાના ૩૦મી લગ્નતિથિ.બરાબર ૩૦ વર્ષ પહેલા ૨૬-૦૫-૧૯૭૯ના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાયેલા.અને બસ જૂની યાદોને ફંફોસતા તેમની આ લગ્ન સમયની જૂની તસ્વીર મળી ગઈ અને થયું કે આ તસ્વીર જ આજે યોગ્ય રહેશે. તો મમ્મી-પપ્પાને લગ્નતિથિની ખુબખુબ શુભકામનાઓ અને બસ તેમનું જીવન હંમેશા ખુશનુમા રહે અને હું તેમની દરેક આશાઓ પુરી કરી શકું એવી ભગવાનને અભ્યર્થના. 

 કેટલાક સમય પહેલા ખબર નહી ક્યાંકથી એક ચિત્ર મળેલ.જેમાં નીચેની રચના હતી.મને ખૂબ જ ગમેલી આથી તે મારા સંગ્રહમાં રાખી દીધેલી.પણ સંજોગોવશાત તે ક્યાંથી મળેલ તે મને યાદ નથી અને આ રચના કોની છે તે પણ જાણ નથી પણ સંત પુનિતની રચના મા-બાપને ભૂલશો નહીં ની જેવી જ આ રચના આજે અજ્ઞાત કવિઓની યાદીમાં મૂકું છૂં પણ જો આપને જાણ હોય અથવા જો આપની રચના હોય તો મને જાણ કરશો તો આ રચનાને આપના સંદર્ભ સાથે અપડેટ જરૂર કરીશ.તો આપ આપનો અમૂલ્ય પ્રતિભાવની સાથે મને મદદ કરશો ને…અને આ રચના મમ્મી-પપ્પા ખાસ તમારા માટે તમને અર્પણ આ બ્લોગ પર…  

 

(ઉપરોક્ત તસ્વીર મારા મમ્મી-પપ્પાના લગ્ન સમયની છે.)

 

હયાત માતાપિતાની છત્રછાયામાં,

વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,

હોઠ અડધા બિડાય ગયા પછી,

ગંગાજળ મૂકીને શું કરશો 

 

અંતરના આશીર્વાદ આપનારને,

સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,

હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,

છબીને નમન કરીને શું કરશો

 

 

કાળની થપાટ વાગશે, અલવિદા થઈ જશે,

પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,

લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,

પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો

 

 

માતાપિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,

અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,

સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,

પછી કિનારે છીપલાં વીણીને શું કરશો

 

 

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,

પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,

પંચભૂતમાં ભળી ગયા પછી દેહના,

અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો

 

 

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,

હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,

પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો

 

 

પૈસા ખર્ચતા સઘળું મળશે, માબાપ નહીં મળે,

ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,

પ્રેમથી હાથ ફેરવીને બેટાકહેનાર નહીં મળે,

પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

અને ગત વર્ષે આ જ દિન પર રજુ કરેલ રચના ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ તો જરૂરથી માણજો એક વયસ્ક દંપતિનું આટલું પ્રેમ સભર દાંપત્ય જોઈ કોઈ પણ લગ્નગ્રંથિમાં બંધાવા તૈયાર થઈ જાશે.

Advertisements

7 Responses to “માતા-પિતાની છત્રછાયા…..”

 1. razia Says:

  પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,

  ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,

  પ્રેમથી હાથ ફેરવીને ‘બેટા‘ કહેનાર નહીં મળે,

  પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…
  સચું કહ્યું છે આ લખનાર કવિએ…આભાર આટલી સુંદર રચના મુકવા બદલ…

  Like

 2. Bina Says:

  Happy Anniversary to your parents, Hiteshbhai!
  સંત પુનિતની રચના “મા-બાપને ભૂલશો નહીં ”
  @ http://binatrivedi.wordpress.com/2008/10/09/

  Like

 3. jayeshupadhyaya Says:

  Happy Anniversary to your parents, Hiteshbhai
  jayesh-geeta

  Like

 4. Ramesh Patel Says:

  May God bless you and your parrents and wish you Happy anniversary
  to your loving parents.
  Nice picture and poem also.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 5. DR. CHANDRAVADAN MISTRY Says:

  26th May of 2009 & its the 30th Wedding Anniversary of your Parents..A Day of HAPPINESS & CELEBRATIONS…Congatulations to them & wishing many more Anniverasaries toghether.
  Chandravadan (kaka ) …Chandrapukar !

  Like

 6. યશવંત ઠક્કર Says:

  આપના મમ્મી -પપ્પાને 30 મી લગ્નતિથિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. ફોટો અને કવિતા ગમ્યાં.

  Like

 7. asit shah Says:

  above kavita was written by shri. dilipkumar shah & posted on following link.
  http://www.gujaratikavita.com/2008/05/24/mata-pita/

  thanks

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: