“હાસ્ય દિન”…અખંડ ખાંસીકાવ્ય…..સ્નેહલ મઝમુદાર

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

મે મહિનાનાં પ્રથમ રવિવારને હાસ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે.પણ આજે એક અનોખા હાસ્ય કાવ્ય સાથે એક ગંભીર સમસ્યાની ચર્ચા કરવી છે.આમ તો ઘણી વ્યસ્તતાને કારણે પોસ્ટ રજૂ કરવા બાબત ઘણો મોડો છું પણ કહે છે ને કે LATE IS BETTER THEN NEVER. અને આમ પણ આજે જે માહિતી રજૂ કરી રહ્યો છું તે આજકાલ સંપૂર્ણ વિશ્વને ભરડામાં લઈ રહેલો એવો સ્વાઈન ફ્લૂ નામક PANDEMIC એટલે કે સર્વ વ્યાપી રોગ વિશે થોડી માહિતી આપવાનો એક પ્રયાસ છે.જે આપ સર્વેને યોગ્ય જાણકારી અને માર્ગદર્શન આપશે તથા ઉપરાંત આપ પણ વિશે કોઈ માહિતી આપવા માંગતા હોય તો નીચે કોમેન્ટમાં પ્રતિભાવરૂપે અથવા મેલ દ્વારા જરૂરથી આપશો. તો ચાલો પહેલા જાણીએ રોગ સ્વાઈન ફ્લૂ વિશે તેના ચિહનો અને તેનાથી બચવા શું શું કરી શકાય અને જો તેની અસર જણાય તો કેવા પગલાં ભરવા તેની જાણકારી મેળવી લઈએ.

સ્વાઈન ફ્લૂ શું છે ?

માનવીને થતાં ફ્લૂ (ઈન્ફ્લૂએન્ઝા) સાથે ભૂંડને થતા ફ્લૂ અને બર્ડ ફ્લૂના વાયરસ ભેળસેળ થઈને બનેલા વધુ ચેપી વાયરસથી થતો રોગ એટલે સ્વાઈન ફ્લૂ. જે વાયરસની જાતિ વખતે વિશ્વ આરોગ્ય સંસ્થાને એચ એન [H1N1] પ્રકારની છે તેમ જાણવા મળેલ છે.

 

સ્વાઈન ફ્લૂથી બચવા શું કરવું ?

. આસપાસમાં સ્વાઈન ફ્લૂનો કેસ હોય તો નાકમોં ઢાંકી રાખવા.

. હાથ વારંવાર પાણી અને સાબુથી ધોવા.

. આલ્કોહોલથી હાથ પલળતા રહેવાથી ચેપથી બચી શકાય.

. ઘરની બહાર હોવ તો નાક,મોં અને આંખોને સ્પર્શ કરો.

. કોઈ પણ માંદા માનવીની ખૂબ નજીક જાવ.

. સ્વાસ્થ્ય જાળવી રાખોઃ પૂરતી ઊંઘ લો.

. શારિરિક રીતે મહેનતનું કામ કરતાં રહો.

 

સ્વાઈન ફ્લૂનાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય.

 

૦૧. તાવ આવે છે.

૦૨. નાક સતત વહેતું રહે છે.

૦૩. બેચેની થયા કરે.

૦૪. ગળું સૂકાઈ જાય અને છોલાવા લાગે.

૦૫. શરીરમાં દુખાવો થયા કરે.

૦૬. કારણ વિના સતત માથું દુખ્યા કરે.

૦૭. ઠંડી અનુભવાય અને ધ્રુજારી આવ્યા કરે.

૦૮. થાક અને હતાશા લાગ્યા કરે.

૦૯. ઊબકા આવે છે કેટલાકને ઝાડા અને ઊલટી થઈ જાય છે.

૧૦. શ્વાસ લેવામાં મુશ્કેલી વર્તાયા કરે.

૧૧. શ્વાસની મુશ્કેલી થાય અને તરત સારવાર મળે તો મૃત્યુ થઈ શકે.

 

ફ્લૂ થયા પછી શું કરવું ?

ફ્લૂ થયાની શંકા જાગતા ડોક્ટરી તપાસ કરાવી લેવી.

જો ફ્લૂ થયો હોય તો ઓસેલ્ટામિવિર અને ઝાનામિવિર દવાઓ અપાય છે. અને ભારતમાં ટેમીફ્લૂની પણ અપાય છે.

પ્રવાહી,ગોળી કે ઈન્હેલર સ્વરૂપે એન્ટિવાયરલ દવાઓથી ફ્લૂના વાયરસની શરીરમાં વસ્તીવધારો અટકી જવાથી ઝડપથી સાજા થવાય છે.

બહાર નીકળવું પડે તો મોં અને નાક પર રૂમાલ બાંધી રાખવો.

છીંક અને ઉધરસ વખતે પેપર નેપકીન વાપરવા.વાપર્યા પછી નાશ કરવો.

ઉધરસ અને છીંક ખાધા પછી બને તો હાથ ધોઈ લેવા.

અહીં દર્શાવેલ માહિતી જાણકારી માટે છે.જો આપને કે આપના સંબંધીને રોગના ઉપર જણાવ્યા મુજબના ચિહનો જણાય તો દાક્તરને બતાવ્યા બાદ તેમની સલાહ અનુસાર દવાઓ લેવી જાતે અખતરા કરવા સલાહ છે.

 

તો આશા છે કે આપને આમાંથી ઉપયોગી માહિતી મળી હશે.તથા વધુમાં કહું તો આજનું કાવ્ય એક હાસ્ય રચના છે જે સ્નેહલ મઝમુદાર દ્વારા રચિત છે જે ગમ્મતની સાથે છંદોબદ્ધ રચના પણ છે તથા ઉનાળાના દિવસોમાં બરફ ખાવાનો શોખ તો દરેકને હોય છે. અને તેનાથી ઘણાને શરદી કે ઉધરસ પણ થઈ હશે તેથી ઘણા માતાપિતા પોતાના બાળકોને બરફગોળો ખાવાની ના પણ પાડતા હશે તો દ્રષ્ટીથી ઉનાળાને માણવાની મજા આવશે .તો ચાલો માણીએ રચનાને મનનો વિશ્વાસ પર.અને હા ગત વર્ષે હાસ્ય દિન પર રજૂ કરેલ રચના

દાળ સાથે બિસ્કુંટ……રઈશ મનીઆર પણ આપને માણવી ગમશે.

 

 

 

શાર્દૂલવિક્રીડિત

ખાતોતો કુલ્ફી અને શરબતી પીણાં અને ફાલુદા
માંહી નાખત ટુકડાં બરફના કૉફી તણાં ગ્લાસમાં
એસી ચાલત, કાળઝાળ ગરમી, પંખો ફરે જોરમાં
ઠંડુગાર ગમે મને, પરવા, ના છોડવીતી મજા

 

વસંતતિલકા

આજે અચાનક મને શરદી થઈ છે
કંઠે ભર્યો કફ અને મુજ સાદ બેઠો
ખાધી નિમેષનયને ભરપૂર છીંકો
ખાંસી વધી ગઈ રહ્યો પટકી હું માથું

 

શિખરિણી

ભમે છે માથું ને સકળ તાવે ધગધગે
દુઃખે વાંસો આખો શિથિલ પગલાં શા ડગમગ
નથી સૂતો રાત્રે સજળ નયને નાક ગળતું
રહું બેચેનથી નહિ ગમતું કો કામ કરવું

 

શાર્દૂલવિક્રીડિત

ખોં ખોં ખોં કરતા નિશા ગુજરતી, ના કાંઈ સૂઝે મને
વીતી કેમ કરી જાણું રજની, ચાંદો ભલે ચોકમાં
ડાબેથી જમણે ફર્યાં મેં પડખાં, થાકી ગયો હાંફતા
થાઓ ના મુજ શત્રુને શરદી, ત્રાસી ગયો બલમા

 

મંદાક્રાંતા

સૂણો સૂણો ઉધરસ અને છીંકની શી દવાછે?
ઠંડા પીણાં બરફ કુલ્ફી માણવાની સજા છે
ધ્રૂજે આખુ6 તનબદન જે કંપતું થૈ બુખારી
લેવી ગોળી, કફસીરપ કે ઔષધો સોય ભોંકી ?

 

વસંતતિલકા

બેઠેલ કંઠે કરતો નવલાં લવારા
છીંકો અને ઉધરસો નિત સાથ વહાલાં
છોડે કદી મુજ સંગ બની પરાયા
જીયો ભયો તમ સખી, ધન ભાગ્યા મારાં

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર મેઘધનુષ

Advertisements

8 Responses to ““હાસ્ય દિન”…અખંડ ખાંસીકાવ્ય…..સ્નેહલ મઝમુદાર”

 1. વિવેક ટેલર Says:

  હાહાહા… આ ખૂબ ગમ્યું…

  Like

 2. harshil Says:

  good one….

  Like

 3. રોહિત વણપરીયા Says:

  સ્વાઈન ફ્લૂ વિષે સારી માહિતી જાણવા મળી.

  Like

 4. ઊર્મિ Says:

  hahahaha… very funny….!

  I am sure DOCTORS would enjoyed it even more…. :-))

  Like

 5. Neela Says:

  Enjoyed.

  Like

 6. Bina Says:

  Very funny verses! Good!

  Like

 7. યશવંત ઠક્કર Says:

  ઘણું સરસ. જ્ઞાન સાથે ગમ્મત. મજા આવી.

  Like

 8. Anuja trivedi Says:

  it`s nice.and funny!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: