ગુજરાત સ્થાપના દિન…વ્હાલું રતન મારું ગુર્જર વતન…..રમેશભાઈ પટેલ ‘આકાશદીપ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧લી મે.આપણા ગુજરાતનો સ્થાપના દિન.અને સાથે સાથે આજે છે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન પણ અને વળી સંગીતના ચાહકો એક નામ તો કેવી રીતે ભૂલે કારણ આજે છે સુર સરતાજ એવાં મન્ના ડે નો જન્મદિવસ પણ.૧લી મે ૧૯૬૦ના રોજ મુંબઈમાંથી ગુજરાત અલગ પડેલ અને મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમમાં ગુજરાતની સ્થાપનાની ઉજવણી કરવામાં આવેલ તો ચાલો આજે આપણા રમેશભાઈ રચિત આ કૃતિ કંઈક એ જ પ્રસંગને આપણી નજર સમક્ષ જીવંત કરી રહ્યા છે.

વળી ગઈકાલે ૩૦મી એપ્રિલ હતી આપણા ગુજરાતમાં લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ.તો આશા છે આપ સર્વે મિત્રો/વડીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારને મત આપ્યો હશે. વળી ગઈકાલે ફિલ્મજગતના પ્રણેતા એવા દાદાસાહેબ ફાળકે નો જન્મદિન પણ હતો પણ સામાજિક કારણસર વ્યસ્ત હોવાથી કાલે કોઈ પોસ્ટ રજૂ ન કરી શક્યો પણ હા ગત વર્ષે આ જ દિન પર તેમના વિષે મુકેલ માહિતી ફરીથી મમળાવવા માટે

દાદાસાહેબ ફાળકેનો જન્મદિવસ જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ….કલાપી

ની મુલાકાત જરૂરથી લેશો.અને અત્યારે માણીએ રમેશભાઈ પટેલ આકાશદીપની આ રચના ગુજરાત સ્થાપના દિન પર. અને આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો.

જય જય ગરવી ગુજરાત.

વ્હાલું રતન મારું ગુર્જર વતન

પહેલી મે પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા

બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન

સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું શૂરાતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન

નવયુગના ઝૂમે આજ સ્વપ્નો ગગન
અહીંસા આદરથી રેલાવીએ અમન
ગાંધી સરદાર અમારી વિભૂતીઓ મહાન
માત ગુર્જરીને કરીએ ભાવે વંદન.

વતન અમારું પ્યારું ન્યારું, અમે બહૂરંગી ફૂલ
પ્રેમ ધરમે રમાડે હૈયાં માનવતાનાં મૂલ

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજના દિન પર રજૂ થયેલ રચના સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતનીરમેશ ગુપ્તા, મન્ના ડે પણ માણવી આપ સૌ ને ગમશે.

Advertisements

3 Responses to “ગુજરાત સ્થાપના દિન…વ્હાલું રતન મારું ગુર્જર વતન…..રમેશભાઈ પટેલ ‘આકાશદીપ”

 1. C Kaneria Says:

  « અક્ષયતૃતિયા…હાલો ને કીડીભાઈની જાનમાં…..ગુજરાત સ્થાપના દિન…વ્હાલું રતન મારું ગુર્જર વતન…..રમેશભાઈ પટેલ ‘આકાશદીપ
  By Vishvas
  જય શ્રીકૃષ્ણ મિત્રો,

  આજે છે ૧લી મે.આપણા ગુજરાતનો સ્થાપના દિન.અને સાથે સાથે આજે છે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન પણ અને વળી સંગીતના ચાહકો એક નામ તો કેવી રીતે ભૂલે કારણ આજે છે સુર સરતાજ એવાં મન્ના ડે નો જન્મદિવસ પણ.૧લી મે ૧૯૬૦ના રોજ મુંબઈમાંથી ગુજરાત અલગ પડેલ અને મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમમાં ગુજરાતની સ્થાપનાની ઉજવણી કરવામાં આવેલ તો ચાલો આજે આપણા રમેશભાઈ રચિત આ કૃતિ કંઈક એ જ પ્રસંગને આપણી નજર સમક્ષ જીવંત કરી રહ્યા છે.

  વળી ગઈકાલે ૩૦મી એપ્રિલ હતી આપણા ગુજરાતમાં લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ.તો આશા છે આપ સર્વે મિત્રો/વડીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારને મત આપ્યો હશે. વળી ગઈકાલે ફિલ્મજગતના પ્રણેતા એવા દાદાસાહેબ ફાળકે નો જન્મદિન પણ હતો પણ સામાજિક કારણસર વ્યસ્ત હોવાથી કાલે કોઈ પોસ્ટ રજૂ ન કરી શક્યો પણ હા ગત વર્ષે આ જ દિન પર તેમના વિષે મુકેલ માહિતી ફરીથી મમળાવવા માટે
  દાદાસાહેબ ફાળકેનો જન્મદિવસ જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ….કલાપી
  ની મુલાકાત જરૂરથી લેશો.અને અત્યારે માણીએ રમેશભાઈ પટેલ ‘આકાશદીપ‘ની આ રચના ગુજરાત સ્થાપના દિન પર. અને આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો.

  જય જય ગરવી ગુજરાત.

  વ્હાલું રતન મારું ગુર્જર વતન

  પહેલી મે એ પથરાયા અજવાળા
  પધાર્યા રવિ આકાશે કંકુવરણા

  બાંધતી ગુર્જરી પાવન બંધન
  ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન

  A poem really we want to read.
  you have given satisfaction, on this special Day.
  Thank you Hiteshbhai.

  C B Kaneria

  Like

 2. Vital Patel Says:

  Can anybody forget this lovely poem of Aakashdeep?
  Pl allow me to share on this great First May Day,Hiteshbhai.

  Vital Patel
  યશવંતી ગુજરાત – રમેશ પટેલ ‘આકાશદીપ’
  યશવંતી ગુજરાત

  ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
  સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
  રાજવી સાક્ષર સંત મહાજન, ધરે રસવંતા થાળ
  જય જય યશવંતી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

  જનમ્યા ગુર્જર દેશ, સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
  તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
  વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
  ધન્ય ધન્ય ગુર્જરી માત, તવ ચરણે મલ્યો અવતાર

  રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
  ગરબે ઝગમગે જીવનદીપને, જગત જનનીનો સાથ
  ધરતી મારી કુબેર ભંડારી, ભરશું પ્રગતિ સોપાન
  જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

  રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
  મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
  માત મહીસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
  જય જય રસવંતી ગુજરાત, ધન્ય ધન્ય ગુર્જરી માત

  પાવન તીર્થ, તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન અમાપ
  અનુપમ તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત
  સહજાનંદ યોગેશ્વર વસે અંતરે, સુખદાતા મીરાં દાતાર
  વહાલો વલ્લભ સરદાર, ગજવે ગગને જય સોમનાથ
  ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ

  ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
  સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
  ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
  ‘આકાશદીપ’ વંદે ગીરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
  તારે ચરણે નમીએ માત, આશિષ માગે તારાં બાળ
  ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  Thanks to Kavilok/Dr Dilipbhai

  Like

 3. Chirag Patel Says:

  વહાલું રતન મારું ગુર્જર વતન
  and

  જય જય યશવંતી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

  Really both poems are nice.
  I enjoyed these two lines as something special.
  Congratulation

  Chirag Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: