એપ્રિલ ફૂલ !….. સરયુબેન પરીખ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો, મજામાં ને.આજે છે ૧લી એપ્રિલ.એટલે કે એપ્રિલફૂલ દિન.તો આપ સૌ એ કોઈને કોઈ તરકીબ વિચારી રાખી હશે કે આપના મિત્ર,સ્વજન કે પ્રિયજનની સાથે કેવી મજાક કરવી.સાચી વાત છે આજનો દિન જ છે બે ઘડી ગમ્મત મોજમસ્તી કરવાનો.પણ હા મિત્રો એટલું ધ્યાન રાખજો કે આ મજાક મજાકમાં જ આપણે કોઈનું અપમાન ન કરી બેસીએ,કોઈની લાગણી ન ઘવાય કારણકે આ દિન ખુશીઓનો છે કોઈને હાનિ પહોંચાડી તો ક્યારેય ખુશી ન મળે ને.માટે મોજ મસ્તી થોડી મીઠી છેડછાડ કરવી પણ સામેની વ્યક્તિને માઠું ન લાગે તેનું પણ ધ્યાન રાખવાનું આખરે એક મસ્તી માટે આપણૅ આપણાં અંગતને તો ન જ ગુમાવાય ને.

અને મિત્રો બની શકે કે હવે હિતેશ બહું મજાક મસ્તી આ પોસ્ટ અપડેટ ન કરી શકે,ચિંતા ન કરશો  આપની સાથે આ હિતેશ કોઈ મજાક નથી કરતો આ ૯મીએ આગળ તબીબી અનુસ્નાતકમાં પ્રવેશ મલશે ત્યારે કદાચ એકાદ્ વર્ષ માટે આપ સૌનાં પ્રેમથી વંચિત રહેવું પડશે પણ હા એ મારા દિલમાં હંમેશા રહેશે અને હા તેમાં પણ જો સમય મળ્યે અહિં ફરી ફરી મલવાની કોશિશ જરૂર કરીશ અને વહેલી તકે લેપટોપ વસાવી રાત્રીના સમયગાળામાં મલીશું.ત્યાં સુધી મને ભૂલી તો નહી જાઓને… ચાલો ગંભીર વાત બહું થઈ આજે માણીએ ગંગોત્રીના આપણા સરયુબેન પરીખની ગયા વર્ષે તેમના જ બ્લોગ પર રજું થયેલી એપ્રિલફૂલ પરની આ રચના,  જુઓને અહીંયા પણ પ્રેમી તેની પ્રેમિકા સંગ કેવી મજાક કરે છે…આપે આ દિને શું કર્યું ? કોને મુર્ખ બનાવ્યા,કેવી રીતે બનાવ્યા મને જણાવશોને..,!

 

 april-fool

 

 

પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યૉ
લાવ્યો મજનું ધૉળુ ફૂલ
આંખ નમાવી આજે કહેતૉ
માફ કરી દે મારી ભૂલ

 

રખડું મુજને રૉજ સતાવે
વાતમાં વાતમાં મને વતાવે
હસતાં રમતાં નેણ નચાવે

ખેંચી  લાંબા  કેશ   રડાવે

 

હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ
ખડખડ હસતૉં ટીખળી બોલ્યૉ
થયું મનાવુ, એપ્રિલ ફૂલ!

Advertisements

One Response to “એપ્રિલ ફૂલ !….. સરયુબેન પરીખ”

 1. chandravadan Says:

  રીઝવવા લાવ્યો ફૂલ
  ખડખડ હસતૉં ટીખળી બોલ્યૉ
  ‘થયું મનાવુ, એપ્રિલ ફૂલ!’
  Nice Rachana for April Fool’s Day ! Kaka

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: