ચૈત્રી નવરાત્રીનો શુભારંભ… ગરબો, આવ્યો રે રમતો રમતો…..

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજથી થાય છે ચૈત્ર મહિનાનો શુભારંભ.ફાગણ ને વિદાય આપી અને હવે આપણે ચૈત્રમાં પ્રવેશ્યા અને શરૂ થઈ ગઈ ચૈત્રી નવરાત્રિ.તો આજે ચાલો માણીએ ચૈત્રી નવરાત્રી પર માતાજીનો એક ગરબો. પણ પહેલા આજના દિનના માહત્મયને તો સમજી લઈએ. નીચેની મરૂન રંગમાં રહેલ માહિતી માટે દિવ્યભાસ્કરનો આભાર.

 

ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સષ્ટિની રચના કરી. ભગવાન વિષ્ણુએ ચૈત્ર શુકલની પ્રતિપદાના દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. સૃષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ દિવસે થયો.તેથી, અને સૃષ્ટિ સંરક્ષક પ્રભુએ સંસારના પરિત્રાણ માટે મત્સ્યરૂપમાં પહેલો અવતાર લીધો તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ દિવસનું આગવું મહત્ત્વ છે. તે દિવસે સૂર્યોદય સમયે જે વાર હોય તે વાર વર્ષનો રાજા ગણાય તેવો ઉલ્લેખ સ્કન્દ પુરાણમાં છે.

તે દિવસે પ્રથમ બ્રહ્માજીનું પૂજન કરવાનું હોય છે. તે માટે વસ્ત્રાચ્છાદિત બાજઠ ઉપર અક્ષતોનું અષ્ટદલ બનાવી તેના ઉપર યથાવિધિ કળશ સ્થાપના કરી ગણપતિની સાથે બ્રહ્માજીનું ષોડશોપચારથી પૂજન કરવાનું. પૂજન કરી અનેક દેવદેવતાઓને નમસ્કાર કરી.વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી વિધિયુકત પૂજન કરવાની પ્રણાલિકા હજુ કેટલાંક સ્થળોમાં પ્રચલિત છે. પૂજન પછી પંચાંગનું (આજે ચૈત્રી પંચાંગ તરીકે પ્રચલિત છે.) શ્રવણ કરી નિવાસસ્થાનો ઘ્વજા પતાકાથી સુશોભિત કરી ઘ્વજારોપણ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં ગૂડી પડવાનો ઉત્સવ વધુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે દિવસે પ્રભુ રામચંદ્રે વાલીના ત્રાસમાંથી લોકોને મુકત કર્યા તેથી તેની ખુશાલીમાં પ્રજાએ ઘરે ઘરે ગૂડી (ઘ્વજારોપણ) ઊભી કરી ઉત્સવ ઊજવ્યો. તેથી ગૂડી પડવો નામ પ્રચલિત થયું.

બીજી પણ એક કિંવદંતી પ્રચલિત છે કે શકોએ હુમલો કર્યોતે સમયમાં લોકો સાવ ચેતનહીન, પરાક્રમશૂન્ય અને હતોત્સાહિત બન્યા હતા. આવી નિર્માલ્ય પ્રજા, શકોને યુદ્ધમાં કયાંથી પરાજિત કરી શકવાની હતી? ત્યારે શાલિવાહને આવા લોકોમાં ચૈતન્ય પ્રકટાવ્યું, સૈન્યમાં પ્રાણ પૂર્યા. તેમનું પૌરુષ જાગૃત કરી શકોનો પરાભવ કર્યો. તેથી આજે પણ આપણે શાલિવાહનના તે કતૃર્ત્વને યાદ કરી શક તરીકે વર્ષની ઉજવણી કરીએ છીએ અને નવા વર્ષનો પ્રારંભ કરીએ છીએ.

વળી ચૈત્ર માસથી ગરમીની શરૂઆત થતી હોવાથી ઋતુજન્ય ગડગૂમડ, અળાઇ તથા ચર્મરોગથી બચવા લીમડાના મોર એટલેકે લીમડાના ફુલ ને પલાળી તેના પાણીનું સવારે સેવન પથ્યકર ગણાયું છે અને દસ સુધી નિયમિત લીમડાનું સેવન, ઉનાળાના ઋતુજન્ય રોગોથી રક્ષણ કરે છે. જીવનમાં દરેકે કડવા ઘૂંટડા પણ પીવા પડશે. તે માટે લીમડાનું સેવન કરતી વખતે તેની પણ માનસિક તૈયારી રાખવી. એટલે દુ:ખી થતાં હસતાં હસતાં તે પી જવા હિતાવહ છે.

વળી આજે છે વિશ્વ રંગભૂમિ દિન.એ રંગભૂમિના કલાકારને શત શત વંદન.કારણકે એ લોકો પોતાની અભિનય કલા દ્વારા આ જગતમાં આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખે છે અને સાથે સમાજને મદદરૂપ સંદેશો આપે છે.અને કહેવાય છે કે કલાકારના અભિનયની સાચી કસોટી તો રંગમંચ પર જ થાય છે કારણ અહીં ફિલ્મોની જેમ રી-ટેક નથી હોતા.પણ દુખની વાત એ છે કે આજે ગુજરાતમાં તો રંગમંચ મૃતપ્રાય જેમ જ છે ગુજરાતના રંગમંચના કલાકારો ને મુંબઈ જ જવું પડે છે, અને તેમને મહત્વ આપવાની વાત છે ત્યારે એક વાત એ પણ છે કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોવામાં મશગુલ આજે કેટલાં લોકો નાટક જુએ છે.કેટલા લોકો એ કલાકારોને ઓળખે છે, કદાચ ભાગ્યે જ એકાદ બે ને ઓળખતાં હશે..જ્યાં સુધી આપણે જ ઉદાસીનતા સેવશું રંગમંચ ક્યાંથી આગળ આવશે.??? અને હા આ ચર્ચાપત્રમાં ભાગ લેવો હોય તો ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિની મુલાકાત જરૂરથી લેજો.

તો ચાલો હવે માણીએ ચૈત્રી નવરાત્રી પર આ ગરબો. અને હા

અંબેમા ની આરતી જય આદ્યાશક્તિ….. શિવાનંદસ્વામી   અને

વિશ્વંભરી સ્તુતિ…….

પણ જરૂર ગાજો.અને આપ પણ આ વિવિધ સંગમ પ્રસંગે આપનો મંતવ્ય આપશોને…

 

 navratri

 

ગરબો, આવ્યો રે રમતો રમતો,
મા નો ગરબો આવ્યો રે રમતો.
અલક મલકતો  હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.

 

સોના કેરા દિવડા
ગરબે મેલાવું
રૂપલી જોડ તારલીયાની
ગરબે મઢાવું
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.

 

એક એક ગરબે દીસે
રમતી મોરી માત્ રે
તેજ ને પ્રકાશ કુંજ
માત્ મોરી વેરતી
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.

 

નવલાંએ નોરતાંને
ગરબે ઘૂમે રાત રે
માડી ના પગલે પગલે
કંકુવર્ણી ભાત રે
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.

 

અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
ગરબો, આવ્યો રે રમતો રમતો.

Advertisements

4 Responses to “ચૈત્રી નવરાત્રીનો શુભારંભ… ગરબો, આવ્યો રે રમતો રમતો…..”

 1. Dilip Gajjar Says:

  હિતેશભાઈ, સાચા સંદર્ભ સાથે આપ પ્રસંગોપાત માહિતિ આપો છે તે પ્રશસ્ય છે..ચૈત્ર બેસી ગયો.આ ચૈત્ર પાછળ કેટલી બધી સમજ છે…બાળક જન્મે ત્યારે આ જગત તેને કેવું લાગે ?…ચિત્ર વિચિત્ર તેથી ચૈત્ર…થી ફાગણ જીવન વિકાસના પગથિયા દર્શાવે છે…આપને આખુ કાવ્ય મોકલાવ્યું તે મળી ગયું હશે …અભિનંદન

  Like

 2. ગોવિન્દ મારુ Says:

  ડૉ. હીતેશભાઈ,
  આપના બ્લોગ્સ ‘સુલભ ગુર્જરી’ અને ‘મન નો વીશ્વાસ’ ઉપર મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ તેમજ ‘વીશ્વ રંગભુમી દીન’ ને પ્રાધાન્ય આપ્યું તે માટે આપશ્રીનો ખુબ ખુબ આભાર. રંગભુમીના કલાકારોની સાથો સાથ આપને પણ નત મસ્તક સલામ.
  લીમડો શીતળ છાયા આપે છે, ગરીબ અને શ્રમજીવીઓના માટે એરકંડીશનરની ગરજ સારે છે. એન્ટીબાયોટીક્સ પણ છે. ખુબ જ સરસ અને ઉપયોગી માહીતી માટે ખુબ ખુબ આભાર.
  ગોવીન્દ મારુ

  Like

 3. Dilip Gajjar Says:

  Hiteshbai, prerak vat chhe…આપણી સંસ્કૃતિ તહેવારોથી ભરેલી છે આ તહેવારો માં જીવન ઉન્નત કરવાનો સંદેશ ભરેલો છે તેની સાથે માનવ ટ્યુન થાય તો ? સાચી દિશા અને દશા પામી શકે…ચૈત્રથી માંડી ફાગણ સુધી સંદેશ છે…એક દિવસે સહજ ભાવે તે મારાથી કાવ્યમાં લેખાઈ ગયું થોડી પંકિત….
  ચિત્ર ને વિચિત્રરુપ સંસાર્નું સમજાય ક્યાં ?
  બાળમય વિસ્મયથી જોતા, વિશ્વ ચૈત્ર માસ છે
  સત્ય એક જ છે પરંતુ જ્ઞાન્ની શાખા વિવિધ,
  એકતા વિવિધતામાં શીખ વૈશાખ માસ છે
  જેમનો તું સાથ ને સહકાર લી મોટો થયો,
  રેહજે કૃતજ્ઞી તેનો શ્રેષ્ઠ જ્યેષ્ઠ માસ છે
  ઉન્નતિના શિખરે ઉન્નત બને ના વિરલા,
  હુ જ મોટો ના બીજો વૃત્તિ અષાઢ્ય માસ છે
  ..આ મહિનામાં જ ગુરુપૂર્ણિમા શા માટે કરણ કે…ભણિ ગણી માબાપથી પણ હોશિયાર થયેલો મોટો, ઉન્મત્તાથી આષાઢ્યવૃત્તિથી છકી જાય છે.જીવના આ કાળે જો કોઈ તેને સદમાર્ગે ન વાળે તો પતન..તેથી ગુરુ શુભ શ્રવણ કરવા..પ્રેરે છે..જેથી તેના પગલા ભદ્રતા તરફ જાય…ભાદ્રપદ..

  Like

 4. Bina Trivedi Says:

  હિતેશભાઈ,
  સરસ માહિતી …
  આતો મારો ખુબ પ્રિય ગરબો…અભિનંદન! બીના

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: