ફાગણને વિદાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય …..ઉમાશંકર જોશી

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ફાગણ વદ ચૌદશ.તમે કહેશો કે વળી હિતેશ બોરિંગ કોઈ નવો દિવસ લાવ્યો,ના બાબા ના, આટલા સુંદર વસંતઋતુના મોસમમાં આપને બહું બોર તો ન કરાય ને, અને પ્રણયની આ ઋતુમાં કુદરત પણ વૈભવી જાજરમાન શણગાર સજીને બેઠી હોય,આંબાડાળૅ હવે મોર બેસી ગયા છે અને કોયલના ટહુકાઓ ક્યારના સાદ પાડી રહ્યાં છે તો હિતેશ આ મહામુલા ફાગણને કેમ ભુલી જાય અને હવે જ્યારે આ ફાગણ જઈ રહ્યો છે અને ચૈત્ર મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રી ઉમાશંકર જોશીની આ રચના યાદ આવી ગઈ અને સાથે આ ગીત સ્વર સાથે પણ મળી ગયું તો પછી આ ગીતને ન મુકીએ તો કેમ ચાલે? તો ચાલો માણીએ આ ગીતને…અને હા આપનો ફાગણ કેવો વીત્યો તે જણાવશો ને,અને મનના વિશ્વાસ પરની ફાગણની ઉજવણી કેવી લાગી તે પણ જરૂર જણાવશો.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.

અને હા મિત્રો આજે એક સચોટ અને વેધક લખાણ લખનારા અને અનેક નવલકથા અને સાહિત્યનું સર્જન કરનારા શ્રી ચંદ્રકાંત બક્ષીની આજે પુણ્યતિથિ છે તો તેમને ભાવભીની શ્રદ્ધાંજલી.અને આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં મમળાવવી આપને જરૂર ગમશે.

 

 gori-no-fagan

 (ભીંજાતી મેં અહીં ખડી રે લોલ. )

 

 

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

 

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

 

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

 

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખજેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

 

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

 

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે લોલ.

Advertisements

4 Responses to “ફાગણને વિદાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય …..ઉમાશંકર જોશી”

 1. વિવેક ટેલર Says:

  ખૂબ સુંદર ગીત… મારું મનગમતું…

  બક્ષીની પુણ્યતિથિવાળી વાત સવારે જ યાદ આવી હતી… ત્રણ વર્ષ થયા પણ એમનો સલ્ફ્યુરિક મિજાજ આછો કે ઓછો થતો જણાતો નથી…

  Like

 2. ઊર્મિ Says:

  આ ગીત અહીં સાંભળી શકશો… http://urmisaagar.com/saagar/?p=553

  Like

 3. Dr.CHANDRAVADAN MISTRY Says:

  ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ

  NICE 1st Line by the Poet for a nice Geet !….Kaka

  Like

 4. Ramesh Patel Says:

  chandrakant bakshi ,we still enjoy his LEKH
  in Gujarat times(USA),since more than last three
  years and now the turn is of Manano vishvas.
  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: